જાણો LPG સ્વચ્છ ઇંધણ એક છલ કપટ મહાજુઠ, ગોબર નવીનીકરણ સ્વસ્છ ઇંધણ એક સત્ય

 

નમસ્તે મિત્રો,

એક જુઠ અસત્ય ને એટલી વખત બોલો કે તે સાચું લાગવા લાગે અને તે LPG અને ઠેપડી સાથે થયું. “ગોબર સો ટકા સ્વચ્છ ઇંધણ છે અને LPG સો ટકા દુષિત.” જી હા તે સાચું છે પણ કંપનીઓ પોતાની બનાવટોના પ્રચાર અને જાહેરાત એ પ્રકારે કરે છે કે સમજુમા સમજુ વ્યક્તિ પણ ચિત્તભ્રમ થઇ જાય અને તે તેને તેની જરૂરિયાત સમજવા લાગે, હું તો તમારો વિકાસ કરીને જ રહીશ, ઘર ઘર LPG પહોચાડીને જ રહીશ. ચાલો ગોબર અને LPG વિષે વિસ્તારથી જાણીએ. :

છાણ વિષે તો તમે બધા જાણો જ છો. ગાય કે ભેસ જંગલ કે ખેતરમાં ચરવા જાય છે. ઘરે આવે છે તથા દૂધ અને છાણ આપણ ને આપે છે. દૂધ અને દૂધમાંથી બનેલ વસ્તુઓ આપણા હમેશા મુખ્ય આહાર રહ્યા છે. આ છાણને આપણી માં, બહેન, બેટીઓ થાપીને ગોળાકાર જેવા થાપી દે છે. આ પ્રક્રિયામાં પ્રકૃતિને કોઈ નુકશાન થતું નથી પણ આપણું અને આપણા પાળેલા પશુઓનું ભરણ પોષણ અને પ્રકૃતિનું રક્ષણ થાય છે.

બીજી તરફ LPG કેવી રીતે બને છે, હવે તે જુવો :

* જમીનના કોઈ છેડા ઉપર કાચા તેલના કુવામાંથી , ધરતીને ચીરીને કાચું તેલ બહાર કાઢવામાં આવે છે.

* કાચા તેલનું સંશોધન કરીને ગેસ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થા, તાર્કોલ વગેરે જુદા પાડવામાં આવે છે.

* લોખંડ નાં સીલીન્ડર બનાવી ને LPG ભરવા માટે તૈયાર કરવામાં આવે છે.

* LPG નું સીલીન્ડરમાં ભરીને દરિયાઈ રસ્તે કે પાઈપ લાઈન દ્વારા દેશના કોઈપણ ખૂણે પહોચાડવામાં આવે છે.

* ત્યાર પછી તે દેશના ખૂણે ખૂણામાં બનેલ LPG ડીપોમાં પહોચે છે.

* ડીપોથી ટ્રક દ્વારા ડીઝલ ફૂંકી આ ઇંધણને કોઈ ગામ કે શહેરની ગેસ એજન્સીમાં પહોચાડવામાં આવે છે.

* અહિયાં આપણે આપણી કાર, સ્કુટર કે મોટર સાયકલ લઈને જઈએ કે હોમ ડીલેવરી દ્વારા તે વિશ્વનું સર્વોત્તમ સ્વચ્છ ઇંધણ આપણા રસોડામાં પહોચાડે છે. કુવાથી લઈને આપણા રસોડા સુધી પહોચાડવામાં કેટલી શક્તિ વપરાય કે હવા પદુષણ ના LPG ઉત્પાદન, વિતરણ અને પરિવહન માં થાય છે તેનો કોઈ હિસાબ જ નથી અને ન તો આ પ્રદુષણ કોઈને દેખાતું. હવે તમે લોકો જ મને અભણ જાટ ને સમજાવો, બતાઓ કે મારા છાણા, સ્વચ્છ ઇંધણ છે કે LPG ? રહી વાત ધુમાડાની તો જો ચૂલા કે છાણ માં ભેજ ન હોય તો ધુમાડો બિલકુલ થતો નથી. હા છાણનું સંપૂર્ણ સળગ્યા પછી તે રાખ, આપણને મળે છે તે ગુણોનો ખજાનો હોય છે. તે બહુમુલ્ય અને ખુબ ઉપયોગી હોય છે. તેની ઉપર અલગથી લેખ લખી શકાય છે.

પદુષણ ફટાકડાથી નથી થતો સાહેબ, પદુષણ તો LPG થી થાય છે.

છાણ ખરેખર ખેડૂતની મિલકત છે, ખેડૂતના સાધનો છે અને ખેડૂતના ઉત્પાદનનું કોઈ મુલ્ય નથી હોતું સાહેબ.
છાણ સળગાવો, સ્વાદિષ્ઠ અને આરોગ્યવર્ધક ભોજન બનાવો, સ્વદેશી અપનાવો, કંપનીઓ અને સરકારના ખોટા પ્રચારથી બચો. મચ્છર અને LPG ને ગામમાંથી ભગાડો. રાખને ખેતી નાં પાક ઉપર છાટો, કુરડીમાં નાખો. આપણી અસમજણ અને કંપનીઓના જુઠ ને લીધે આજે ખુબ ઉપયોગી છાણ ઠેક ઠેકાણે પડ્યું પડ્યું સડી રહ્યું છે.

છેલ્લે એટલું જ કહીશ :

પાધડી સંભાળે જટા

તારો લુટી લીધો માલ જટા

– ડોક્ટર શિવ દર્શન મલિક