ગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ?

આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાય એક એવું પાલતુ પ્રાણી છે. જેનાથી મળતી દરેક વસ્તુ આપણા માટે ઉપયોગી હોય છે. ગાયના છાણમાંથી લોકો છાણા અને ખાતર બને છે, પણ અહીંયા તેનો એવો ઉપયોગ થઇ રહ્યો છે. જે જોઈને લોકો દંગ છે.

આ ગૌશાળામાં ગાયના છાણ માંથી અવનવી કલાકૃતિઓ તૈયાર થઈ રહી છે. ઘરેલું પેદાશો બની રહ્યા છે અને ગોબર ગેસ સહિત ખાદ્ય પણ બનાવાય છે. આ ગૌશાળાના બહુપયોગી મોડલ આખા દેશ માટે આદર્શ બની શકે છે.

છત્તીસગઢના મહાસમૂંદ જિલ્લાથી 8 કિલોમીટર દૂર ભલેસર સ્થિત શ્રી વેદમાતા ગાયત્રી ગૌશાળામાં નવા નવા પ્રયોગ કરી છાણ માંથી અનેક અવનવા ઉત્પાદનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉત્પાદનોની માંગ પણ સતત વધી રહી છે. છત્તીસગઢ સરકારે ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે જે નરવા-ગરવા-ઘુરવા-બારી મોડેલ આપ્યું છે તેની ઉપર ગૌશાળામાં વર્ષોથી કામ કરી રહ્યા છે.

ગૌમુત્ર માંથી અર્ક, ફિનાઇલ, મચ્છર ભગાડવાનું કેમિકલ બનાવવું, મોબાઇલ રેડિયેશન ઘટાડવાના સ્ટીકરથી લઈને ઘણા પ્રકારની દવાઓ બનાવવાની કામગીરી અહીંયા થાય છે. એટલું જ છાણ માંથી ગોબર ગેસ, કુંડા, છોડ, માળા, બંગડી, ધૂપબત્તી, અગરબતી, ગૌર ગણેશ, કાનની વાળીઓ સહિત 19 પ્રકારનાં ઉત્પાદનોનું નિર્માણ અહિયાં થાય થઇ રહ્યું છે. કુશળ કારીગર કારીગરીથી પોતાના હુનરથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

કલમ એવું કે છોડમાં અલગથી ખાતર નાખવાથી જરૂર નથી :-

ગૌશાળાના કર્મચારી દુર્ગા ઔસર કહે છે કે ગોબર માંથી બનેલી એવું કુંડુ છે. જેમાં છોડને અલગથી ખાતર આપવાની જરૂર નથી. છોડ સાથે થોડી માટી નાખો અને દરરોજ થોડું પાણી. કુંડા માંથી જ છોડને ખાતરની જરૂરીયાત પૂરી થશે.

જાતે તૈયાર કરેલા કુંડા બનાવવાનું મશીન :-

ગૌશાળાના કર્મચારી ઇશ્વરી જોશી કહે છે કે બજારમાં છાણના કુંડા બનાવવા માટે મશીન ન મળે તો અહીંયાના કર્મચારીઓએ પોતાની જાતે મશીન બનાવ્યું. આ મશીન અને અહીંયાના બનાવેલા ઉત્પાદન જોવા મોટી સંખ્યામાં ખેડૂતો અને વિદ્યાર્થી આવે છે.

આ રીતે ઘણા ઉપયોગી થાય છે ગૌધન માટે અત્યારના લોકો એ પણ આ વાત સાચી મની છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.