ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી, વેલેન્ટાઈન ડે ના દિવસે કર્યા હતા લગ્ન, વાંચો તેમની પ્રેમ કહાની

બોલિવૂડ ફિલ્મ જેવી એકદમ જોરદાર છે ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી, જાણો મજેદાર કિસ્સા. ટીવીની પ્રસિદ્ધ દંપત્તિ ગૌતમી ગાડગીક અને રામ કપૂરની લવ સ્ટોરી ઘણી જ રસપ્રદ રહી છે. આ સ્ટોરીમાં અમે તમને તેની પ્રેમ કહાની વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ટીવીની જાણીતી અભિનેત્રી ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની જોડી પ્રસંશક ખુબ પસંદ કરે છે. બંને એક બીજાની ઘણી બાબતોમાં અલગ છે, પરંતુ તેમ છતાં પણ આ બંને વચ્ચે કંઈક એવા પ્રકારનો પ્રેમ છે કે આજે બંને લગ્ન કરીને આંનદમય જીવન જીવી રહા છે.

ગૌતમી ગાડગીલની વાત કરીએ તો જયારે તે માત્ર 16 વર્ષની હતી ત્યારે તેણે ગ્લેમરની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરુઆત કરનારી ગૌતમી ગાડગીલે પોતાના અભિનયના બળ ઉપર કારકિર્દીમાં ઊંચાઈઓ સર કરી લીધી.

રામ કપૂરે પણ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યા પછી પોતાની પર્સનાલીટી અને અભિનયથી દરેકને પોતાના દીવાના બનાવી લીધા. ટીવી સીરીયલ ‘ઘર એક મંદિર’ માં તેણે ગૌતમી સાથે કામ કર્યું અને તે દરમિયાન તે ગૌતમી સાથે પ્રેમ કરી બેઠો. અહિયાં અમે તમને તે દિવસોની ઘણી જ રોમાન્ટિક અને રસપ્રદ લવ સ્ટોરી વિષે જણાવી રહ્યા છીએ.

ram kapoor with wife
ram kapoor with wife

કેવી રીતે થયો બંનેને એક બીજા સાથે પ્રેમ? : ટીવી સીરીયલ ‘ઘર એક મંદિર’ માં ગૌતમીએ રામ કપૂરની ભાભીની ભૂમિકા ભજવી હતી. સીરીયલમાં ભાગ્ય કંઈક એવું ખીલી ઉઠ્યું કે ગૌતમી રામની પત્ની બની જાય છે. સીરીયલમાં આ બંનેની જોડી જેટલી સારી જામી અને એટલી જ તેને દર્શકોએ પણ પસંદ કરી, રીયલ લાઈફમાં પણ બંને એક બીજાની નજીક આવતા ગયા. જોવામાં આવે તો એ દીવસોમાં એક બીજાના પ્રેમમાં પડવું એટલું સરળ ન હતું, કેમ કે તે બંનેનો સ્વભાવ એક બીજા સાથે જરા પણ મેચ થતો ન હતો.

ગૌતમી જ્યાં રીઝર્વ રહેવા વળી છોકરી હતી, અને રામનો સ્વભાવ ખુલ્લા મન વાળો હતો. રામને મોડી રાત સુધી પાર્ટી કરવું અને ડ્રીંક કરવું ગૌતમીને પસંદ ન હતું. છતાં પણ રામે ગૌતમી માટે ધીમે ધીમે પોતાને બદલવાનું શરુ કરી દીધું. પછી જયારે બંનેએ આ સંબંધને સ્વીકારી લીધો, તો ત્યાર પછી તેમણે ક્યારે પણ પાછું વળીને જોયું નહિ.

આવી રીતે કર્યો પ્રેમને પ્રપોઝ : સ્ક્રીન ઉપર તો તમે બંનેને ઘણા જ રોમાન્ટિક અંદાઝમાં એક બીજાને પ્રપોઝ કરતા જોયા છે, પરંતુ વાસ્તવિક જીવનમાં રામે ઘણી સાદગીપૂર્વક એક પાર્ટીમાં ગૌતમીને પ્રપોઝ કરીને પૂછ્યું હતું કે તે તેની સાથે લગ્ન કરવાનું પસંદ કરશે? ગૌતમીએ મોડું કર્યા વગર તરત તેના માટે હા, કહી દીધી હતી.

વૈલેંટાઈન ડે ના દિવસે એક બીજાના થઇ ગયા બંને : લગ્ન કરવા માટે આ બંનેએ 14 ફેબ્રુઆરીનો દિવસ પસંદ કર્યો, જે પ્રેમ કરવા વાળાને ‘વૈલેંટાઈન ડે’ ના રૂપમાં સમર્પિત છે. વર્ષ 2003માં મુંબઈની હોટલ ‘મેફેયર રૂમ્સ’ માં તેમણે લગ્ન કરી લીધા. રામ આમ તો પંજાબી કુટુંબનો હતો, જયારે ગૌતમી મરાઠી હતી, તેવામાં તેને કુટુંબનો વિરોધ પણ સહન કરવો પડ્યો. છતાં પણ બંને પોતાના કુટુંબ વાળાને સમજાવીને આર્ય સમાજ વિધિથી લગ્ન કરવામાં સફળ રહ્યા.

તેમણે બેંકોકની નજીક કાસા મોઈ નામના આઈસલેંડમાં હનીમુન મનાવ્યું. ગૌતમીના આ બીજા લગ્ન હતા, કેમ કે તેના પહેલા લગ્ન મધુર શ્રોફ નામના એક કમર્શીયલ ફોટોગ્રાફર સાથે થયા હતા.

અતુટ છે રામ અને ગૌતમીનો સંબંધ : ગૌતમી ગાડગીલ અને રામ કપૂરના લગ્નને અત્યાર સુધીમાં એક દશકથી પણ વધુ સમય પસાર થઇ ચુક્યો છે. છતાં પણ બંનેને જોઇને આજે પણ એવું લાગે છે, જેમ કે કાલે જ તેમના લગ્ન થયા હોય. બંને એક બીજા સાથે આનંદમય જીવન જીવી રહ્યા છે. તેને સિયા નામની એક દીકરી અને અક્સ નામનો એક દીકરો પણ છે.

બાળકોને જન્મ આપ્યા પછી ગૌતમીએ કામ માંથી થોડા સમય માટે બ્રેક લઇ લીધો, જયારે રામે પોતાનું શુટિંગ ચાલુ રાખ્યું અને તે સફળતાની સીડીઓ ચડતો ગયો. ‘કસમ સે’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવી સીરીયલોથી તેને જોરદાર લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તે બંનેને છેલ્લી વખત એક સાથે ફિલ્મ ‘શાદી કે સાઈડ ઈફેક્ટસ’માં જોયા હતા.

ram kapoor with family
ram kapoor with family

પ્રેમ જે ક્યારેય પૂરો નથી થતો : પોતાની પત્ની ગૌતમી સાથે રામ કેટલો પ્રેમ કરે છે, તેનો અંદાઝ રામની આ વાત ઉપરથી લગાવી શકાય છે કે ગૌતમીને પોતાની જીવનસાથી તરીકે મેળવીને પોતાને નસીબદાર માને છે. રામે કહ્યું છે કે એક જ પ્રોફેશનમાં હોવાને કારણે જ તે તેને ઘણી સારી રીતે સમજે છે. ગૌતમી પણ સમજે છે કે રામ સાથે તનું જીવન અત્યાર સુધી આનંદથી ભરેલું રહ્યું છે. તે જેટલી પડકારરૂપ રહી છે, એટલી જ સંતોષ આપવા વાળી પણ છે. તે રામની મહેનત અને તેની સફળતા ઉપર ગૌરવ અનુભવે છે.

આવી રીતે રામ અને ગૌતમી બંને એક બીજા પ્રત્યે સન્માનની ભાવના રાખે છે અને બંને એક બીજાને અપાર પ્રેમ પણ આપે છે. તેની જોડી હંમેશા સલામત રહે, એવી જ આપણે પણ પ્રાર્થના કરીએ. આમ તો તમને ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવશો, સાથે જ અમારા માટે કોઈ સલાહ પણ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.