ભારત માટે ગેલાર્ડ ક્રાઇસે કરી હતી આ ભવિષ્યવાણી, સંસારને એક તાંતણે બાંધવાની કહી હતી વાત.

ગેલાર્ડ ક્રાઇસે ભારત માટે કરી હતી આ મોટી ભવિષ્યવાણી, જે જાણીને તમે થઈ જશો ચકિત. આપણામાંથી ઘણા લોકો ભવિષ્યવાણીઓ પર ભરોસો કરે છે. દુનિયામાં કેટલાય ભવિષ્યવક્તા એવા છે જેના માટે કહેવાય છે કે, તેમણે કરેલી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થાય છે. હવે આ ભવિષ્યવાણીમાંથી કેટલી સાચી છે એ તો અમે જણાવી શકીએ નહિ, પણ તે ભવિષ્યવાણીઓ વિષે જાણકારી તો આપી શકીએ છીએ.

બાબા વંગા, નાસ્ત્રેદમસ, જૂલસ વર્ને, પ્રોફેસર કીરો, પીટર હરકૌસ જેવા ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણીઓની જાણકારી અમે આગળ આપી ચુક્યા છીએ. જેવી રીતે અમે થોડા થોડા સમયે દુનિયાના પ્રસિદ્ધ ભવિષ્યવક્તાઓની માહિતી લાવીએ છીએ. આ અઠવાડિયે પણ અમે તમારા માટે એક ભવિષ્યવક્તા જેમનું નામ ગેલાર્ડ ક્રાઇસે છે, તેઓની ભવિષ્યવાણીઓની જાણકારી લાવ્યા છીએ  ચાલો તો જણીએ તેઓએ કઈ કઈ ભવિષ્યવાણી કરી હતી.

bhavishyvani
bhavishyvani

ગેલાર્ડ ક્રાઇસેએ ભારત માટે ભવિષ્યવાણી કરી હતી. તેમાં તેઓએ કોઈ મહાપુરુષના જન્મ વિશે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, તે જોઈ રહ્યા છે કે પૂર્વમાં એક અતિપ્રાચીન દેશ ભારત આવેલો છે. આ દેશમાં સાધુ અને સંતોની પૂજા કરવામાં આવે છે. અહીંના લોકો ખૂબ જ સીધા, સાચા અને ઈમાનદાર છે. આ દેશમાંથી એક પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અહીંયા એક મહાપુરુષે જન્મ લીધો છે. આ મહાપુરુષ આખા વિશ્વના કલ્યાણ માટેની યોજનાઓ બનાવશે.

આખાં વિશ્વના લોકો અહીંયા જ જોશે. સાથે જ આ મહાપુરુષની વાત પણ માનશે. બધા રાજનીતિક નેતા વિવશ થઈ જશે અને એક સાથે એક જ મંચ પર એકઠા થશે. આ બધી વાતોનો પુરાવો આ સદીના અંત સુધી મળી રહેશે. ત્યારબાદ આખુ વિશ્વ એક સૂત્રમાં બંધાયેલુ રહેશે. તેમના વિશે માત્ર આ એકજ ભવિષ્યવાણી છે જે ઉપલબ્ધ છે જે ભારતથી સંબંધિત છે.

ડિસ્ક્લેમર :

આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.