ઘર બેઠા ચૂંટણી કાર્ડમાં સરળતાથી બદલી શકો છો પોતાનું નામ, સરનામું, ફોટો બસ કરો આ કામ.

જો તમારા મતદાર આઈડી કાર્ડમાં છે ખોટી માહિતી તો આ વેબસાઈટમાં જઈને કરી લો તેને ઠીક

લોકસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાત ટૂંક સમય પહેલા જ જાહેર થઇ છે અને આ સમયે જરૂરી છે કે જે લોકો પાસે મતદાર આઈડી કાર્ડ એટલે કે મતદાતા ઓળખપત્ર નથી, તે તેને બનાવરાવી લે. તે જે લોકો પાસે પાસે મતદાર ઓળખ પત્ર છે, પરંતુ તેમાં તેમનો ફોટો, નામ અથવા સરનામું અને વગેરેની માહિતી ખોટી છે. તો તે પણ તેને યોગ્ય કરાવી લે.

ભારતીય ચૂંટણી પંચે મતદાતા ઓળખ પત્ર સાથે જોડાયેલી ઘણી બધી સેવાઓ ઑનલાઇન કરી દીધી છે. જો તમારા મતદાતા ઓળખપત્રમાં કોઈ ખોટી માહિતી હોય તો તમે તેને સરળતાથી ઘરે બેઠા ઓનલાઈનના માધ્યમથી યોગ્ય કરાવી શકો છો.

મતદાર ઓળખ પત્ર પર તમારી માહિતી યોગ્ય કરાવવાની પ્રક્રિયા :-

મતદાતા ઓળખપત્રમાં તમારું સરનામું કેવી રીતે બદલવું

જો તમારા મતદાતા ઓળખપત્ર ઉપર તમારે તમારા ઘરનું સરનામું બદલવું છે તો તમે www.nvsp. in વેબસાઇટ ઉપર જઈને આમ કરી શકો છો. આ વેબસાઇટ રાષ્ટ્રીય વોટર્સ સેવાની અધિકૃત વેબસાઇટ છે. તમે ફક્ત આ વેબસાઇટ ઉપર જઈને ત્યાં લખાયેલા કરેકશન ઓફ એન્ટ્રીઝ ઇન ઇલેકટોરલ રોલ (Correction of entries in electoral roll) એટલે કે ફોર્મ 8 ઉપર ક્લિક કરવાની રહેશે. તેની ઉપર ક્લિક કર્યા પછી https://www.nvsp .in/Forms/Forms/form8 લિંક ખુલશે. આ લીંક માં તમને ફોર્મ ૮ ભરવાનું કહેવામાં આવશે.

તમે આ ફોર્મને ઓનલાઈન ભરી શકો છો. આ ફોર્મને ભરતી વખતે તમારે તમારા નવા સરનામાંના આધાર તરીકે તમારું ડ્રાઈવિંગ લાયસન્સ, બેંક પાસબુક કે આધાર કાર્ડ જેવા કોઈ પણ અધિકૃત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તમામ માહિતી ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી તમને સૌથી નીચે આપેલા સબમિટ બટનને ક્લિક કરવાનું રહેશે.

ફોર્મને સબમિટ કરો એટલે કે જમા કરાવતા જ તમને એક સંદર્ભ નંબર આપવામાં આવશે અને તમે આ નંબરની મદદથી તમારી એપ્લિકેશનને ટ્રેક કરી શકો છો. તમે જે પણ સરનામું ભર્યું હશે તેની ઉપર કોઈ સરકાર કર્મચારીને મોકલવામાં આવશે અને તે તમારૂ વેરફિકેશન કરશે અને ત્યારપછી તમારા નવા સરનામાં ઉપર મતદાર ઓળખ પત્ર મોકલવામાં આવશે.

મતદાતા ઓળખપત્રમાં તમારો ફોટો કેવી રીતે બદલવો :-

જે લોકો તેમનો ફોટો મતદાતા ઓળખપત્રમાં બદલાવો છે તે લોકો www.nvsp. in વેબસાઇટમાં જાવ અને અથવા ફોર્મ 8 ઉપર ક્લિક કરો. આ ફોર્મમાં તમારે કંઇક આવશ્યક માહિતી પહેલા ભરેલી હશે જે તમારા રાજ્ય, અસેમ્બલી અને સંસદીય ક્ષેત્ર સાથે જોડાયેલી હશે. આ માહિતીને ભર્યા પછી તમને નીચે ઘણા બધા ઓપરેશન દેખાશે જેમાંથી તમારે ‘મારા ફોટા’ ને ઓપરેશન ઉપર ક્લિક કરવાની રહેશે.

આ ઓપરેશન ઉપર ક્લિક કર્યા પછી તમે તમારી અંગત માહિતી અને ફોન નંબર, ઇમેઇલ આઈડીને ફોર્મમાં ભરવાનું રહેશે અને પછી તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. તમામ પ્રકારની માહિતી ભર્યા પછી તમારી પાસે કન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે અને એક મહિનાની અંદર તમારો ફોટો અપડેટ કરી દેવામાં આવશે.

તેવી જ રીતે જો તમારે તમારી ઉંમર, નિર્વાચક ફોટો ઓળખપત્ર નંબર, જન્મ તારીખ, સંબંધિત નું નામ, લિંગ અને વગેરે જેવા પ્રકારની માહિતી તમારા મતદાતા ઓળખપત્રમાં બદલાવવી છે. તો તમે ફોર્મ 8 માં આપવામાં આવેલા ઓપરેશન આગળ ક્લિક કરી દો અને તેની સાથે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી દો. તમારી આ માહિતી પણ ઘરે બેઠા થઇ જશે.