ફેમસ ગીત ‘ઘર સે નીકલતે હી’ ની એકટ્રેસ હમણાં કરે છે આ કામ, દેખાવવા લાગી છે આવી

ઘર સે નિકાલતે હી ગીતની અભીનેત્રી : આ જીવન ખુબ જ વિચિત્ર હોય છે. જીવનમાં ક્યારે શું થઇ જાય, તેની જાણકારી કોઈને નથી હોતી. ઘણી વખત આપણા જીવનમાં એવી ઘટનાઓ બની જાય છે જે આપનું આખુ જીવન જ બદલી નાખે છે. જો વાત બોલીવુડની કરવામાં આવે તો ત્યાં આવી ઘટનાઓ વધુ જોવા મળે છે. પડદાની દુનિયાનું આકર્ષણ કોઈનાથી છુપાયેલ નથી. અહિયા આકર્ષણમાં ફસાઈને ઘણા લોકો અહીયાના થઈને રહી ગયા. પડદા ઉપર ઘણા લોકોએ પોતાનો હાથ અજમાવ્યો પણ બધાને સફળતા મળી નથી. થોડાને મળી તો વધુ સમય માટે ટકી ન શક્યા.

કલાકારનું જીવનધોરણ હોય છે સૌથી જુદુ :

સામાન્ય લોકોના જીવનમાં ઘણી વખત એવી ઘડી આવે છે, જયારે વ્યક્તિ એકદમ નિરાશ થઇ જાય છે. ઘણી વખત તે એટલા ખુશ હોય છે કે ખુશીમાં પાગલ થઇ જાય છે. બોલીવુડમાં આવા કિસ્સા તમને કોઈપણ સમયે જોવા સાંભળવા મળશે. પહેલા પણ અમે તમને જણાવી ગયા છીએ કે વોલીવુડ એક જુદી જ દુનિયા છે. તે જોવામાં ભલે સામાન્ય દુનિયા જેવી દેખાય છે, પણ અહિયાંના લોકોની રહેણી કરણી અને રીતભાત એકદમ જુદા હોય છે. કલાકારનું જીવનધોરણ સૌથી જુદું હોય છે. કોઈ અહંકારી કોઈ દાદા ગીરી વાળા હોય કોઈ નમ્ર હોય જેને આપણે હમેશા વિલન માં જોતા હોઈએ અને હીરો માં દેખાતા લોકો અહંકારી ને ખરાબ સ્વભાવના હોય.

આજે જીવી રહેલ છે સામાન્ય વ્યક્તિ જેવું જીવન :

બોલીવુડમાં કોઈપણ વસ્તુ કાયમી નથી. આજે જે સ્ટાર સૌના માનીતા બની ગયેલ છે, બની શકે કે કાલે બધા લોકો તેને ભૂલી જાય. જુના કલાકારો આજના સમયમાં લગભગ લોકો ભૂલી જ ગયા છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવા જઈ રહેલ છીએ જે એક ગીત થી રાતોરાત સ્ટાર બની ગઈ હતી, પણ આજે એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવી રહેલ છે. તમને જણાવી આપીએ અમે જે કલાકારની વાત કરી રહ્યા છીએ, તેનું નામ મયુરી કાંગો છે. ૧૯૯૬ માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘પાપા કહતે હૈ’ બહાર પડી હતી. આમ તો આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ફ્લોપ જ ગઈ હતી.

બન્ને સ્થળે મયુરી ન બતાવી શકી પોતાની કમાલ:

ફિલ્મ ભલે ફ્લોપ થઇ ગઈ પણ આ ફિલ્મનું એક ગીત ‘ઘરસે નિકાલતે હી’ સુપરહિટ થયું હતું. આં ગીતમાં જોવા મળતી મયુરી કાંગો રાતો રાત સ્ટાર બની ગઈ હતી. ૧૯૯૫ માં વોલીવુડ ફિલ્મ નસીમ દ્વારા ડેબ્યુ કરવામાં આવેલ મયુરી એ બેતાબી, પ્યાર કી જીત અને બાદલ જેવી ફિલ્મોમાં કામ કર્યું. પણ ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર પોતાની કમાલ ન બતાવી શકી. વોલીવુડ થી નિરાશ મયુરીએ ટીવી તરફ ફરેલ અને નરગીસ , થોડા ગમ થોડી શુશી, ડોલર બાબુ અને કિટ્ટી પાર્ટી જેવી સીરીયલ્સમાં કામ કર્યું. પણ મયુરી અહિયાં પણ પોતાની કમાલ ન બતાવી શકી.

 

અભિનય છોડીને શરુ કર્યું MBA નો અભ્યાસ :

આમ તો કોઈ બોલીવુડ વાળા ભણેલા નથી હોતા મીન્સ કે ભણવા માં સાવ ઠોઠ જેવા જ હોય છે એજ બોલીવુડ માં સફળ થઇ જતા હોય છે. એક પાર્ટી દરમ્યાન મયુરીની મુલાકાત એક એનઆરઆઈ આદિત્ય ઢીલ્લન સાથે થઇ. પહેલા બન્નેમાં મિત્રતા થઇ પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ અને ૨૦૦૩ માં બન્નેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી મયુરી પતિ સાથે અમેરિકા ચાલી ગઈ અને ત્યાં તેણે યુનીવર્સીટી ઓફ ન્યુયોર્ક માંથી માર્કેટિંગ અને ફાઈનેન્સ માં MBA કર્યું.
અભ્યાસ પૂરો કર્યા પછી થોડા દિવસો સુધી અમેરીકામાં જ કામ કર્યું. પછી ત્યાંથી ૨૦૧૩ માં પાછી ભારત આવી ગઈ. આ સમયે મયુરી દિલ્હીમાં Performics નામની એક કંપનીની મેનેજીંગ ડાયરેક્ટર છે.