તમારા ઘર નાં શાક ને આપો તમારો મનગમતો ટેસ્ટ જાણો મસાલા ની આ એકદમ ઇઝી રીત

દરેક ઘરો માં શાકમાં બધા જ પ્રકારના અલગ અલગ મસાલા નાખતા હોઈએ છીએ, તે છતા શાક જોઈએ એવું ટેસ્ટી ના બને એવું પણ બને. કેટલાક ઘરો માં ટેસ્ટી શાક બનાવવા દર મહિને જુદી જુદી કપંનીના મસાલા ટ્રાય કરતા હોય છે પણ તમારા સ્વાદ ની આ કંપનીઓ ને ખબર ના હોય. એટલે પૈસા ખર્ચ કરતા પણ ટેસ્ટ નથી આવતો એવું બને પણ. જો તમે પણ ટેસ્ટી શાક બનાવવા માંગતા હોય, તો શાક નો મસાલો જાતે જ ઘરે બનાવો.અમે તમને ખુબ ઇઝી રીત જણાવીશું .

શાક નો મસાલો બનાવવા માટેની સામગ્રી

૨૫ ગ્રામ તલ

૩ ટેબલ-સ્પૂન ખસખસ

એક તજની દાંડી

બેથી ત્રણ લવિંગ

૨૦૦ ગ્રામ ચણાની દાળ

૨૦૦ ગ્રામ સિંગદાણા

૫૦ ગ્રામ કોપરા નું સીણ

બે ઈલાયચી

ચાર પાંચ તમાલપત્ર

એક ચમચી વરિયાળી

ચાર પાંચ સૂકાં કશ્મીરી મરચાં

બે નંગ બોરિયા મરચાં

બે નંગ સૂકા લસણની કળી (ઑપ્શનલ)

મસાલો બનાવવાની રીત :

એક વાસણ માં ચણાની દાળને ધીમા ગેસે ગરમ કરો બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો. ઠંડી થયા પછી તેનો મિક્સર માં પાવડર કરી લો .

હવે સિંગદાણાને શેકીને એના ફોતરા કાઢી એનો પણ પાવડર કરી લો.

હવે એક વાસણ માં તલ, લવિંગ, કાશ્મીરી મરચાં, વરિયાળી, ખસખસ, તમાલપત્ર, એલચી, બોરિયા મરચાં અને કોપરાને ધીમા તાપે શેકી લો. ઠંડું પડે ત્યારે એનો મિક્સરમાં પાવડર કરી લો .

હવે પહેલા જે ચણાની દાળ, સિંગદાણા પાવડર કરેલો એ અને મસાલો પાઉડર બધાને સરખું મિશ્રણ કરીને રાખો.
જો તમે લસણ ખાતા હોય તો લસણ ને તેલમાં જરાક સાંતળીને પીસીને મિક્સ કરો.

તમે આ મસાલો ઘરમાં રોજિંદા બનાવતા કોઈ પણ શાકમાં એક ચમચી નાખશો તો શાક ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. તમે ધીમે ધીમે આ મસાલા માં તમારા ટેસ્ટ અનુસાર સામગ્રી ની માત્રા ઓછી વધુ કરીને તમારા ઘરના સભ્યો નાં સ્વાદ અનુસાર કરી શકો છો