ઘરે ચટાકેદાર ગુજરાતી ઢોકળા બનાવવાની રેસિપી જાણો

હવે તમે પણ ઘરે એકદમ સરળ રીતે બનાવી શકો છો, ચટાકેદાર ગુજરાતી ઢોકળા.

ઢોકળા ચણાના લોટમાંથી બને છે અને તે ખાવામાં જેટલા ટેસ્ટી અને તીખા હોય છે. તેનો સ્વાદ તમારી જીભ ઉપર આખો દિવસમાં જળવાઈ રહે છે. તમે તેને ક્યારે પણ ખાઈ શકો છો, તે પચાવવાં સરળ છે. ઢોકળા બનાવવા માટે તમારે જે સામગ્રીની જરૂર છે અને તેને બનાવવાની સાચી રીત અમે તમને આ રેસીપીમાં જણાવવાના છીએ.

ઢોકળા ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના લોકો પણ ખૂબ જ શોખથી ખાવાનું પસંદ કરે છે. તમે તેને સાંજની ચા સાથે અથવા દિવસ દરમિયાન નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો. ઘરે મહેમાનોને તમે આ નાસ્તા તરીકે આપી શકો છો.

દરેક મીઠાઈની દુકાનમાં અથવા મોટી રેસ્ટોરન્ટમાં તમને બજારમાં દરેક જગ્યાએ તે સરળતાથી મળી જશે. ઢોકળા મોટાભાગે ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે પરંતુ આ સિવાય પણ એવી ઘણી વાનગીઓ છે, જેનાથી જુદા જુદા સ્વાદના ઢોકળા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અત્યારે અમે તમને ચટપટા તીખા ઢોકળા બનાવતા શીખવી રહ્યા છીએ કે જે ચણાના લોટમાંથી બને છે. જો કે આ બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તમને સરળતાથી ઘરમાં જ મળી રહેશે.

આ કુકરમાં ઢોકળા બનાવવાની રેસીપી છે, જે આજકાલ મોટાભાગના ઘરોમાં સરળતાથી મળી રહે છે.

ઢોકળા બનાવવાની સામગ્રી

ચણાનો લોટ – 1 કપ

દહીં – 1/2 કપ

લીલું મરચું – 1 કાપેલુ

હળદર પાવડર – 2 ચપટી

મીઠું – સ્વાદાનુસાર

આદુ – અડધી ચમચી છીણેલું

Eno -1 ચમચી

તેલ – 1 મોટી ચમચી

પાણી – ચણાનો લોટ ઓગળવા માટે

ઢોકળાને વઘારવાની સામગ્રી

તેલ – 1 ચમચી

સરસીયું – 1 ચમચી

લીલા મરચા – 5-6 વચ્ચેથી લાંબા કાપેલા

ધાણા – થોડા ઝીણા કાપેલા

ખાંડ – 1 ચમચી અથવા સ્વાદ મુજબ

મીઠા લીમડાના પાંદડા – 15 થી 20

પાણી – 1 કપ

ઢોકળા બનાવવાની રીત

ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં એક મોટો વાટકો લો, તેમાં ચણાનો લોટ અને દહીં નાખીને બરાબર મિક્ષ કરી લો.

હવે તેમાં 1 ચમચી તેલ, મીઠું અને હળદર, ઝીણા કાપેલા મરચા, આદુની પેસ્ટ, ખાંડ નાખ્યા પછી તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને તેને ઓગાળી લો. અને તેની જાડી પેસ્ટ બનાવી લો.

છેલ્લે તમે આ મિશ્રણમાં ઇનો નાખો અને તેને એક મિનિટ સુધી સારી રીતે હલાવો એનાથી મિશ્રણ ફૂલી જશે, જેથી ઢોકળા નરમ બનશે.

મિશ્રણને આવા વાસણમાં ભરો

એક એલ્યુમિનિયમનું વાસણ લો અને તેની અંદરની સપાટી ઉપર તેલ લગાવીને તેને ચીકણું કરી લો. ત્યાર બાદ તેમાં ચણાના લોટનું મિશ્રણ નાખી દો. ચણાના લોટનું મિશ્રણ ઉપર સુધી ન ભરો કેમ કે ઢોકળા બન્યા પછી ફૂલે પણ છે.

હવે તમે એક એટલું મોટુ કૂકર લો, જેમાં આ એલ્યુમિનિયમનું વાસણ સરળતાથી રાખી શકાય. તમે આ કૂકરમાં 25% પાણી ભરી લો પછી તેમાં એક ખાલી વાટકો મુકો અને તેની ઉપર તમે ચણાનો લોટ ભરેલુ એલ્યુમિનિયમનું વાસણ મૂકી દો. હવે તમે કૂકરનું ઢાંકણું બંધ કરીને તેની સીટી કાઢીને તેને ગેસ પર રાખી દો.

હવે તમે તેને 25 મિનિટ સુધી વધુ તાપ ઉપર પાકવા દો.

પછી ઢાંકણું કાઢીને છરીની મદદથી ચેક કરો કે તે તૈયાર થઇ ગયું છે કે નહીં આ માટે તમે મિશ્રણની અંદર છરી નાખો જો છરી સરળતાથી અંદર અને બહાર નીકળી જાય તો ઢોકળા તૈયાર છે, નહી તો તેને ફરીથી ઢાંકણું લગાવીને 5 મિનિટ સુધી રાખો.

ઢોકળા બહાર કાઢો અને તેને છરી વડે સરખા ભાગ પાડી લો. હવે તમારે તેના ઉપર વઘાર નાખવાનો છે અને પછી તે તૈયાર થઈ જશે. પરંતુ વઘાર કેવી રીતે કરીને નાખવાનો છે તેની પદ્ધતિ તમને જણાવીશું.

આ રીતે ઢોકળાનો વઘાર તૈયાર કરો

એક તવો લો તેમાં 1 ચમચી તેલ નાખો.

જયારે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં સરસીયું નાંખો અને સરસીયું ઉકળી ગયા પછી મીઠો લીમડો અને લીલા મરચા લાંબા કાપેલા ઉમેરીને તળી લો. ધ્યાન રાખશો કે તાપ ધીમો જ હોવો જોઈએ.

હવે તેમાં 1 કપ પાણી નાખો અને તેમાં 1 ચમચી ખાંડ કોથમીર, લીંબુનો રસ નાખીને ગેસ ઉપર 2 મિનિટ સુધી પકાવો. પાણી ઉમેર્યા પછી ગેસની જ્યોતને વધારી દો.

ઢોકળાનો વઘાર તૈયાર છે. ગેસ બંધ કરી દો અને હવે તમે તેને ઢોકળાના ટુકડા ઉપર સારી રીતે ફેલાવી દો.

તમે ઢોકળાને ચટપટી ચટણી સાથે પીરસી શકો છો. તમે ઈચ્છો તો તેની સાથે લીલી ચટણી અને આમલીની ચટણી પણ પીરસી શકો છો.

ટીપ્સ : ઢોકળાને સામાન્ય એવા ગરમાગરમ જ પીરસવામાં આવે છે એટલે કે ન ઠંડા કે ન ગરમ, તેને રેફ્રિજરેટરમાં રાખીને તમે 3 દિવસ સુધી ખાઈ શકો છો. કારણ કે તેમાં પાણી છે, લાંબા સમય સુધી રાખવાથી તે બગડવા માંડશે, દરેક ટુકડાને પીરસતી વખતે તેની ઉપર વઘારેલા લીલા મરચાના ટુકડા જરૂરથી નાખવા.

વિડીયો :

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.