સોના, ચાંદી નાં ઘરેણા કયા અંગ પર પહેરવા અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ

 

ભારતીય સમાજમાં સ્ત્રી પુરુષોમાં ઘરેણા પહેરવાની પરંપરા જુના સમયથી ચાલતી આવેલ છે. ઘરેણા ધારણ કરવાનું પોતાનું એક મહત્વ છે જે શરીર અને મન સાથે જોડાયેલ છે. મોટા મોટા અન્વેશક અને વિજ્ઞાનવેતા પણ આપણા જુના ઋષિ મુનીઓ બ્રહ્મવેત્તાઓ અને પૂર્વજો દ્વારા પ્રમાણિત અનેક તથ્યો અને રહસ્યોને નથી સમજી શક્યા, જુના સમયમાં લોકો ભારતીય સંસ્કૃતિના ઘણા સિદ્ધાંતોને નકામાં અને ખોટા કહીને ખોટો પ્રચાર કરે છે. પણ હવે તે જ માથું નમાવીને તેનો સ્વીકાર કરીને કોઈને કોઈ રીતે જ માનવા પણ લાગ્યા છીએ.

આજે આપણે તે જાણીશું કે ઘરેણા કેવી રીતે આપણા આરોગ્ય સાથે જોડાયેલ છે અને કેવી રીતે તે પહેરવા જોઈએ.

ઘરેણા પહેરવાના નિયમ

હમેશા સોનાના ઘરેણા માથા ઉપર અને ચાંદીના ઘરેણા પગમાં પહેરવા જોઈએ. સોનાના ઘરેણાની પ્રકૃતિ ગરમ છે અને ચાંદીના ઘરેણાની પ્રકૃતિ ઠંડી છે. તેથી જયારે ગરમીમાં કોઈના મોઢામાં છાલા પડી જાય છે તો તેને ઠંડક માટે મોઢામાં ચાંદી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ઉલટું સોનાના ટુકડા મોઢામાં રાખવામાં આવે તો ગરમીનો અનુભવ થશે. સોનાના ઘરેણા પવિત્ર, સોભાગ્ય વર્ધક અને સંતોષદાયક માનવામાં આવે છે.

ઘરેણા દ્વારા મળતી શક્તિ :

સ્ત્રીઓ ઉપર સંતાનોપ્તી નો ભાર હોય છે. તેની પૂર્તતા માટે તેમણે ઘરેણા દ્વારા ઉર્જા અને શક્તિ મળતી રહે છે. માથામાં સોનું અને પગમાં ચાંદીના ઘરેણા ધારણ કરવામાં આવે તો સોના ના ઘરેણા માંથી ઉત્પન થતી ઉર્જા પગમાં અને ચાંદીના ઘરેણા માંથી ઉત્પન થનારી ઠંડક માથામાં જતી રહેશે, અને જેમકે ઠંડી ગરમીને ખેંચી લેતી હોય છે.
આવી રીતે માથાને ઠંડક અને પગને ગરમ રાખવાના મહત્વના સારવારના નિયમનું પૂરું પાલન થઇ જશે.

ઘરેણા પહેરતા પહેલા ધ્યાન રાખો.

જો માથામાં ચાંદીના અને પગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે તો આ પ્રકારના ઘરેણા ધારણ કરનારી મહિલાઓ ગાંડપણ કે કોઈ બીજા રોગોનો શિકાર બની શકે છે. એટલે કે માથામાં ચાંદી અને પગમાં સોનાના ઘરેણા ક્યારેય ન પહેરવા જોઈએ. જુના સમયની સ્ત્રીઓ માથા ઉપર સોનું અને પગમાં ચાંદીના વજન વાળા ઘરેણા ધારણ કરીને લાંબુ જીવન જીવતી અને સુંદર બનીને રહેતી હતી.

જો માથા અને પગ બન્નેમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે તો મસ્તિક અને પગમાં થી એકસરખી બે વિદ્યુત ધારાઓ પ્રવાહિત થવા લાગશે જેના એક બીજા સાથે ઘર્ષણ થી જેવી રીતે બે રેલ ગાડીઓનું એક બીજા સાથે ટકરાવા જેવું નુકશાન થાય છે તેવી જ અસર આપણા આરોગ્ય ઉપર પણ થશે.

જે પૈસાદાર કુટુંબની મહિલાઓ માત્ર સોનાના ઘરેણા વધુ ધારણ કરે છે અને ચાંદીના પહેરવા ઠીક નથી સમજતી તે તેના કારણે જ કાયમી રોગથી ઘેરાયેલ રહે છે.

ધાતુઓમાં ભેળસેળ છે ખતરનાક.

વિદ્યુત નો વિધાન ઘણો જટિલ છે. થોડી એવી ગડબડના પરિણામે કાઈ ને કાઈ થઇ જાય છે. જો સોનાની સાથે ચાંદીને પણ ભેળવીને આપવામાં આવે તો કઈક બીજા જ પ્રકારની વિદ્યુત બની જાય છે. જેવી કે ગરમીથી શરદીની જોરદાર મિલન થી સરભર થઇ જાય છે અને સમુદ્રમાં તોફાન ઉત્પન થઇ જાય છે. આ પ્રકારે જે સ્ત્રીઓ સોનાના પતરાને ખોળ બનાવીને અંદર ચાંદી, તાંબા કે જસતની ધાતુઓ ભરાવરાવીને કડા, હંસલી વગેરે ઘરેણા ધારણ કરે છે તે ખરેખરમાં તો ખુબ જ મોટી ભૂલ કરે છે. તે જાહેર રોગોને અને વિકૃત્તિઓ ને આમંત્રિત કરવાનું કામ કરે છે.

ઘરેણામાં કોઈ વિપરીત ધાતુના ટાંકા માંથી પણ ગડબડ થઇ જાય છે એટલે કે કાયમ ટાંકા રહિત ઘરેણા પહેરવા જોઈએ અથવા જો ટાંકા હોય તો તે ધાતુના હોવા જોઈએ જેના ઘરેણા બનેલા હોય.

નાક અને કાન ના ઘરેણા થી ફાયદા.

વિદ્યુત હમેશા માથા અને કિનારી તરફથી પ્રવેશ કરે છે. એટલે કે મસ્તિકના બન્ને ભાગોને વિધ્યુતથી પ્રભાવશાળી બનાવે છે તો નાક અને કાનમાં છિદ્ર કરીને સોનું પહેરવું જોઈએ. કાનમાં સોનાની બાલીઓ અથવા ઝૂમખાં વગેરે પહેરવાથી સ્ત્રીઓમાં માસિક ધર્મ સબંધી અનિયમિતતા ઓછી થાય છે, હિસ્ટીરિયા રોગમાં લાભ થાય છે અને આંતરડા ઉતરવા એટલે હર્નિયાનો રોગ થતો નથી.

નાકમાં નથની ધારણ કરવાથી નાસિકા સબંધી રોગ થતા નથી અને શરદી ખાંસીમાં રાહત મળે છે. પગની આંગળીઓમાં ચાંદીના વિછીયા પહેરવાથી સ્ત્રીઓમાં પ્રસુતિ પીડા ઓછી થાય છે. સાઈટીકા રોગ અને મગજના વિકારને દુર કરીને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. પાયલ પહેરવાથી પીઠ, એડી અને ગોથાનના દુખાવામાં રાહત મળે છે. હિસ્ટીરિયાનો હુમલો પડતો નથી અને શ્વાસના રોગોની શક્યતા દુર થઇ જાય છે. તેની સાથે જ લોહીમાં શુદ્ધિ થાય છે અને મૂત્રરોગની તકલીફ રહેતી નથી.

કાન વિંધાવવાથી ફાયદા.

ભારતીય સંસ્કૃતિની વૈદિક રીવાજમાં શણગાર એટલા માટે મહત્વપૂર્ણ છે. તેમાં કાનવિંધાવવા નું ખુબ મહત્વ છે. દરેક બાળકોને, પછી તે છોકરો હોય કે છોકરી, ત્રણ થી પાંચ વર્ષની ઉંમરમાં બન્ને કાન વિંધાવીને કડી કે સોનાની વાલીઓ જુના સમયમાં પહેરાવી દેવામાં આવતી હતી. આ વિધીનો ઉદેશ્ય ઘણા રોગોના મૂળ બાલ્યવસ્થામાં જ ઉખાડી નાખતા હતા. ઘણા અનુભવી મહાપુરુષો નું કહેવું છે કે આ ક્રિયા થી આંતરડું ઉતરવું, અંડકોશ વધવું અને પાંસળીઓના રોગ થતા નથી. નાના બાળકોને પાંસળીઓ વારંવાર ઉતરી જાય છે તો તેને અટકાવવા માટે નવજાત શિશુ જયારે છ દિવસનો હોય છે ત્યારે કુટુંબના તેને હંસલી અને કડું પહેરાવે છે. કડું પહેરવાથી શિશુના સંકોચાયેલ હાથ પગ પણ ગુરુત્વાકર્ષણને કારણે સીધા થઇ જાય છે. બાળકોને ઉભા રહેવાની ક્રિયામાં પણ કડું શક્તિ આપનાર હોય છે.

બિંદીયા તિલક અને સિંદુરના ફાયદા.

એવી પણ માન્યતા છે કે મસ્તિક ઉપર બિંદી અથવા તિલક લગાવવાથી ચિત્તની એકાગ્રતા વિકસિત થાય છે અને મસ્તિકમાં ઉત્પન થતા વિચાર અસમંજસ ની સ્થિતિમાંથી મુક્ત થાય છે. આજકાલ બિંદીયા કે સિંદુરમાં ભળેલા લાલ તત્વ પારાનું લાલ ઓક્સાઈડ હોય છે જે શરીર માટે ફાયદાકારક સિદ્ધ થાય છે. જો આજકાલ જે કેમિકલ ની બિંદી નીકળી પડેલ છે જે ફાયદાને બદલે નુકશાન કરે છે. બિંદી અને શુદ્ધ સિંદુર અને શુદ્ધ ચંદન ના ઉપયોગ થી મો કરચલી થી રહિત થઇ જાય છે.

ટીકા પહેરવાના ફાયદા.

સેંથામાં ટીકા પહેરવાથી મસ્તિક સબંધી ક્રિયાઓ નિયંત્રિત, સંતુલિત અને નિયમિત રહે છે અને મસ્તિક ને લગતા વિકાર નો નાશ થાય છે.

વીંટી પહેરવાના ફાયદા.

હાથની સૌથી નાની આંગળીમાં વીંટી પહેરવાથી છાતીના દુખાવો કે ગભરામણ સામે રક્ષણ થાય છે અને જ્વર, કફ, દમ વગેરે પ્રકોપો થી બચાવ થાય છે.

હીરાજડિત ઘરેણા ધરણ કરવાથી ગ્રહોની પીડા, દુષ્ટોની નજર અને ખરાબ સપનાનો નાશ થાય છે. શુક્રાચાર્ય મુજબ પુત્ર પ્રાપ્તિ ની ઈચ્છા વાળી મહિલાઓએ હીરા ન પહેરવા જોઈએ.