ઘરની બહાર ફરવા જતા પહેલા ફ્રીઝરમાં રાખો આ સિક્કો, પછી પાછા આવીને જુઓ એનો કમાલ.

જો તમે ઘરેની બહાર લાંબી રજા લઇને ફરવા જઈ રહ્યા છો અને જતી વખતે ફ્રીજમાં મૂકીને જઈ રહ્યા છો, થોડી ખાવાની વસ્તુ તો અમે તમને એક કામની વાત જણાવવા જઈ રહ્યા છીએ. એવું હંમેશા થાય છે કે ઘર માંથી થોડા દિવસો માટે બહાર જતી વખતે આપણે ફ્રીજમાં ખાવાની થોડી વસ્તુ પાછળ મૂકી જ જઈએ છીએ. જેને આપણે સાથે લઇ નથી જઈ શકતા પરંતુ પાછા ફરતી વખતે તેની જરૂર પડી શકે છે.

એ સમયે આપણા પ્રયાસ એવા રહે છે કે ખાવાની આ વસ્તુ આપણે ફ્રીજના નીચેના ભાગમાં ન રાખીને ફ્રીજરમાં રાખી દઈએ, કેમ કે ફ્રીઝરનો ભાગ સૌથી વધુ ઠંડો હોય છે અને ત્યાં વસ્તુ ખરાબ થવાની શક્યતા સૌથી ઓછી રહે છે.

પણ જો તમારી ગયા પછી ઘરમાં લાઈટ જતી રહી અને કલાકો સુધી ફ્રીજ બંધ રહે અને ખાવાનું ખરાબ થઇ જાય તો તે બાબતમાં તમને જાણકારી કોણ આપશે? બની શકે છે કે લાઈટ આવ્યા પછી તે ખાવાનું ફરી ઠંડુ થઈને ફ્રેશ જેવું પણ લાગે પરંતુ તે ખાવું કોઈ ખતરાથી ઓછું નહિ રહે.

એવું ખાવાનું ખાવાથી કેવી રીતે બચી શકાય? તેના માટે એક તકનીક જણાવવા જઈ રહ્યા છીએ.

જયારે પણ તમે ઘર માંથી થોડા દિવસો માટે બહાર ફરવા જાઓ અને ફ્રીઝમાં થોડું ખાવાનું પણ મૂકીને જઈ રહ્યા છો તો એક રાત પહેલા ફ્રીઝરમાં એક કપ પાણી ભરીને રાખી દો. સવાર સુધી આ પાણી જામી જશે, હવે આ જામેલા પાણીની બરોબર ઉપર વચ્ચે એક સિક્કો મૂકી દો.

જો રજા ઉપરથી પાછા ફર્યા પછી તમને કપમાં જામેલા બરફ ઉપર મુકેલો સિક્કો કપની બરોબર નીચે જોવા મળે છે તો તેનો અર્થ છે કે તમારા ગયા પછી કલાકો માટે લાઈટ ગઈ હતી. એટલા માટે આ સિક્કો બરફ ઓગળીને કપની બરોબર નીચે પહોચી ગયો છે, પરંતુ લાઈટ પાછી આવી ગઈ હોવાથી તે પાણીનો ફરી બરફ જામી ગયો છે.

પરંતુ સિક્કાનું કપની નીચે પહોચવાનો સીધો અર્થ છે કે ફ્રીજમાં રાખવામાં આવેલું ખાવાનું હવે ખાવા લાયક નથી રહ્યું. પરંતુ જો તે સિક્કો પહેલાની જેમ જ બરફની ઉપરને ઉપર છે, તો તેનો અર્થ છે કે લાઈટ ગઈ ન હતી અને ખાવાનું પહેલા જેવું જ ફ્રેશ છે.

જો સિક્કો કપની વચ્ચે બરોબર વચ્ચે કે થોડો નીચે ગયો છે, તો તેનો અર્થ છે કે લાઈટ થોડા કલાકો માટે ગઈ હતી અને પછી તરત પાછી આવી ગઈ. તો ખાવાનું હજુ પણ સારું હોવું જોઈએ.

પરંતુ જો તમે બીમાર નથી પડવા માંગતા તો ખોરાકને સારી રીતે ચેક કરી લો અને ત્યાર પછી જ ગ્રહણ કરો. કેમ કે સ્વાસ્થ્યથી વધીને બીજું કાંઈ પણ નથી.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.