કોરોના કાળમાં આ ભિખારી ભીખ માંગીને ભેગા કરેલા પૈસાથી વહેંચી રહ્યો છે રાશન, PM મોદીએ પણ કર્યા ખુબ વખાણ

મુશ્કેલ સમયમાં ભીખમાં મળેલા પૈસાથી રાશન અને માસ્ક વહેંચી રહ્યો છે દિવ્યાંગ રાજુ, PM મોદીએ કર્યા તેના ખુબ વખાણ

આખો દેશ કોરોના જેવા રોગચાળાનો સામનો કરી રહ્યો છે, ચારે તરફ આ રોગ ફેલાઈ રહ્યો છે. પરંતુ આ કટોકટીની ઘડીમાં, બધા લોકો એકજૂથ થઈને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે. લોકો તેમની શક્તિ પ્રમાણે મદદ કરીને જરૂરીયાત વાળાને મદદ કરવા માટે એક થઇ ગયા છે.

આ વિકટ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ટેકો આપી રહ્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા ભિખારી વિશે જણાવીશું, જેણે કોરોના સમયગાળામાં બધા લોકોનું દિલ જીતી લીધું છે. એટલું જ નહીં, આ ભિક્ષુકની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. વડાપ્રધાન પણ આ ભિખારીના પ્રશંસક બની ગયા છે.

કટોકટીના આ સમયમાં, જે લોકો સક્ષમ છે તે જરૂરિયામંદ લોકોને દરેક રીતે મદદ કરી રહ્યા છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સમાચારોમાં ચમકી રહ્યો છે. હકીકતમાં, તાજેતરમાં દિવ્યાંગ રાજુએ ભીખ માંગીને જે પૈસા એકઠા કર્યા હતા, હવે તે આ પૈસાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. દિવ્યાંગ રાજુ પઠાણકોટમાં પોતાના ભીખમાં મળેલા પૈસાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં અનાજનું વિતરણ કરી રહ્યો છે.

પીએમ મોદીજીએ પણ દિવ્યાંગ રાજુની પ્રશંસા કરી

દિવ્યાંગ રાજુએ માનવતાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે, તે ભીખ માંગીને ઉઘરાવેલા પૈસામાંથી ગરીબ અને નિરાધાર લોકોને અનાજ આપીને મદદ કરી રહ્યો છે. તેના આ કાર્યની લોકો પણ તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેના આ પ્રશંસનીય કાર્યને જોઈને પીએમ મોદીએ પણ તેની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે “મન કી બાત” કાર્યક્રમમાં પણ જનતાને સંબોધિત કરતી વખતે આ ભિખારીનો ઉલ્લેખ કર્યો હતો.

વાસ્તવિક રીતે જોવામાં આવે તો મુશ્કેલીના સમયે ગરીબો માટે આ વ્યક્તિ કોઈ દાનેશ્વરી કરતા ઓછો નથી. તે ચાલવામાં અસમર્થ છે, પણ અપંગ હોવા છતાં પણ લોકોને મદદ કરી રહ્યો છે. તે પોતાના માટે દિવસ-રાત ભીખ માંગીને પૈસા એકઠા કરતો હતો, અને હવે તે પૈસાને તે જરૂરિયાતમંદ લોકો માટે વાપરી રહ્યો છે.

ભીખના આ પૈસાથી આ વ્યક્તિએ 100 થી વધુ પરિવારોના ઘરોમાં 1 મહિનાનું અનાજ ભરી દીધું છે. એટલું જ નહીં, પરંતુ દિવ્યાંગ રાજુએ લોકોને કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે આશરે 2500 માસ્કનું પણ વિતરણ કર્યું છે. તમને જણાવીએ કે, રાજુ નાનપણથી જ વિકલાંગ છે અને વ્હીલચેરનો ઉપયોગ કરે છે. પરંતુ તેની ઉદારતાએ તેને અન્ય લોકોથી એકદમ અલગ બનાવી દીધો છે. તે દરરોજ ભીખ માંગીને થોડા ઘણા પૈસા એકત્રિત કરતો હતો. રાજુ સતત સમાજસેવા કરતો રહે છે, તેણે 22 ગરીબ છોકરીઓનાં લગ્ન પણ કરાવ્યા છે.

ભીખના પૈસાથી ભંડારો પણ કરાવ્યો :

દેશભરના ગરીબ લોકોના પેટ ભરવા માટે રાજુએ ઘણી જગ્યાએ ભંડારા પણ કરાવ્યા છે, જેથી ભૂખને કારણે દુઃખી થઇ રહેલા લોકોના પેટ ભરી શકે. રાજુ કહે છે કે, જો તે જીવતા રહીને કંઇક ઉમદા કામ કરી લે તો કદાચ તેને અંતિમ સમયમાં લોકોનો ખંભો નસીબમાં મળી શકે. દિવ્યાંગ રાજુની આ વિચારસરણી આખા સમાજ માટે એક પ્રેરણારૂપ છે. રાજુ કહે છે કે, જે પૈસા ભીખ માંગીને કમાવ છું તે પૈસા હું સેવાના કામમાં લગાવી દઉં છું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.