કાચનો પુલ જોવા માટે ચીન નહિ જવું પડે, ભારતના આ શહેરમાં બનાવવાની છે યોજના

ઉત્તરાખંડનું સૌથી પ્રસિદ્ધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઋષિકેશ એ ગંગાના કિનારે વસેલું ઘણું જ સુંદર શહેર છે. આ શહેરમાં બનેલા પુલ ‘લક્ષ્મણ ઝૂલા’ ની બરાબર બાજુમાં વધુ એક પુલ બનાવવાની યોજના છે. હકીકતમાં, ઋષિકેશની ઓળખાણ રહેલા લક્ષ્મણ ઝૂલાને ગયા વર્ષે જુલાઈ મહિનામાં સુરક્ષાના કારણો સર બંધ કરી દેવામાં આવ્યો હતો. એ પછી તેના વિકલ્પના રૂપમાં એક નવો પુલ બનાવવાની સરકારે મંજૂરી આપી છે.

લક્ષ્મણ બ્રિજ છેલ્લા 94 વર્ષોથી આ શહેરની ઓળખ રહ્યો છે. હવે અહીં બીજો એક પુલ બનાવવામાં આવશે જે કાચનો બનેલો હશે. આથી પુલ પર લાગેલા કાચની ઉપર ચાલતા પર્યટકોને લાગશે કે તે નદીની સપાટી પર ફરી રહ્યા છે. જે જોવામાં ઘણું અદ્દભુત લાગશે.

ઉત્તરાખંડના અતિરિક્ત મુખ્ય સચિવ (Additional Chief Secretary) ઓમ પ્રકાશે ગુરુવારે જણાવ્યું કે, લક્ષ્મણ ઝૂલાને સમાંતર બનવા વાળા નવા પુલની પહોળાઈ 8 મીટર અને લંબાઈ 132.3 મીટર હશે. તેમાં કાંચના બે ફ્લોર હશે. અને વચ્ચે અઢી મીટર પહોળો રોડ બનાવવામાં આવશે.

તેની ખાસ વાત એ છે કે તેના પર ટુવ્હીલર જેવા હલકા વાહનો આરામથી અવરજવર કરી શકશે. કાચની જાડાઈ સાડા ત્રણ ઇંચ હશે અમે તે પ્રતિ વર્ગમીટર 750 કિલો વજન સહન કરી શકશે. પુલમાં ઉપયોગ થવા વાળા લોખંડના થાંભલા અને સળિયા સામાન્ય મટીરીયલ કરતા વધારે મજબૂત હશે. પુલની લંબાઈ 132.3 મીટર હશે અને બંને કિનારા પર સાત ફૂટ ઊંચી રેલિંગ લાગશે.

આ પુલ વષે જણાવવામાં આવ્યું છે કે, આને એટલો મજબૂત બનાવવામાં આવશે કે, તે ઓછામાં ઓછા 150 વર્ષ સુધી ચાલશે. તેને બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા થાંભલા અને સળિયાને સામાન્ય કરતા ઘણા વધારે મજબૂત બનાવવામાં આવશે. સાથે જ જો તેનું સારી રીતે મેંટેનન્સ કરવામાં આવશે તો તે 150 વર્ષ કરતા પણ વધારે સમય ચાલશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.