ગ્લેમરસ અંદાજમાં જોવા મળી ‘ભાભી જી ઘર પર હે’ ની અંગુરી ભાભી, નવા ફોટામાં જોવા મળ્યો સુંદર અંદાઝ

એંડ ટીવી ઉપર પ્રસારિત થતી કોમેડી સીરીયલ ‘ભાભી જી ઘર પર હે’ ની અંગુરી ભાભીના નામથી પ્રસિદ્ધ શુભાંગી અત્રે સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે. ‘ભાભી જી ઘર પર હે’ સીરીયલમાં ભલે શુભાંગી અત્રેને સંસ્કારી ભાભીના અવતારમાં દેખાડવામાં આવી હોય પણ વાસ્તવિક જીવનમાં તે ઘણી જ ગ્લેમરસ છે. તે વાતની જાણકારી શુભાંગી અત્રેના સોશિયલ એકાઉન્ટથી ખબર પડી. શુભાંગી અત્રેએ થોડા દિવસો પહેલા ઈંસ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી.

આ તસ્વીરમાં સુભાંગી અત્રે સંસ્કારી નહિ પરંતુ ઘણી જ ગ્લેમરસ અંદાઝમાં જોવા મળી રહી છે. ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવેલી તસ્વીરમાં શુભાંગી અત્રેએ સફેદ ટોપ શર્ટ સાથે બ્લેક કલરની જીન્સ પહેરી છે. તેના હાથમાં એક નોટબુક પણ જોવા મળી રહી છે. આ તસ્વીરમાં શુભાંગી અત્રેની હાસ્ય ઘણું જ સરસ લાગી રહ્યું છે.

અમે તમને જણાવી આપીએ કે અંગુરી ભાભી ઉર્ફ શુભાંગી અત્રેએ પોતાની ટેલીવિઝન કારકિર્દીની શરુઆત પોતાના લગ્ન પછી ૨૦૦૬માં કરી હતી. શુભાંગી અત્રે સૌથી પહેલા એકતા કપૂરની ધારાવાહિક ‘કસોટી જિંદગી કી’ માં જોવા મળી હતી. આ ધારાવાહિકમાં શુભાંગી અત્રેએ પલછીન પ્રેમ બજાજનો રોલ કર્યો હતો, શિલ્પા શિંદેએ ‘ભાભી જી ઘર પર હે’ શો ને છોડી દીધો.

શિલ્પાએ ‘ભાભી જી ઘર પર હે’ છોડ્યા પછી ભાભીજી નો રોલ શુભાંગી અત્રેને ઓફર કરવામાં આવ્યો. શુભાંગી અત્રેએ અંગુરી ભાભીના પાત્રને એવું પકડ્યું કે લોકો તેને અંગુરીના નામથી જ ઓળખવા લાગ્યા. આ શો માં કામ કરવાના તેમને 3 વર્ષ થઇ ગયા છે.

દરેક શુભાંગીના અભિનય અને પાત્રને ખુબ પસંદ કરી રહ્યા છે. ‘ભાભી જી ઘર પર હે’ માં શુભાંગીનું પાત્ર ઘણું જ જોરદાર છે. શુભાંગી ટેલીવિઝન ઉપર જેટલી જોરદાર રીતે વાત કરે છે પણ વાસ્તવિક જીવનમાં તે ઘણી જ અલગ છે. શુભાંગીને ફેસબુક, ટ્વીટર, ઈંસ્ટાગ્રામ સાથે સાથે ટીક ટોક વિડીયો બનાવવું પણ ઘણું ગમે છે. હાલમાં જ શુભાંગીએ એક સરસ ગીત ઉપર ડાંસ કર્યો જેનો વિડીયો તેમણે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ પોસ્ટ કર્યો.

આ વિડીયોમાં શુભાંગી અત્રે ‘કાન્હા સો જ જરા’ ગીત ઉપર ડાંસ કરી રહી છે. શુભાંગીએ આ ગીત ઉપર કથક ડાંસ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વિડીયોને અત્યાર સુધી લગભગ ૧૬ લાખ વ્યુઝ મળી ચુક્યા છે.

શુભાંગી હંમેશા કોઈને કોઈ એવા વિડીયો બનાવતી રહે છે. શુભાંગી અત્રેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક લાખથી વધુ ફોલોઅર્સ છે. શુભાંગી અત્રેએ ‘ભાભી જી ઘર પર હે’ શો માં અંગુરી ભાભીનો રોલ કરી લાખો લોકોના દિલ જીતી લીધા છે. હજુ પણ આ ટીવી શો દ્વારા પોતાના પ્રશંસકોને ઘણું હસાવી રહ્યા છે.

કાનપુરની મજાની અને ચટપટી બોલીથી સૌને હસાવતી કોમેડી સીરીયલ ‘ભાભી જી ઘર પર હે’ સૌના ઘરોમાં પ્રસિદ્ધ રહી છે. અંગુરી ભાભીએ પોતાની કારકિર્દીની શરુઆત મોડલિંગ દ્વારા કરી હતી. તેમણે આ ઉપરાંત ‘કસ્તુરી’ અને ‘ચીડિયાઘર’ જેવી સીરીયલોમાં પણ કામ કર્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.