છાણથી નીકળ્યું સોનુ, રોજગારથી હાથ ધોઈ બેઠેલા યુવાઓનું ચમક્યું નસીબ, જાણો કેવી રીતે.

જાણો ઘરે બેઠલ યુવાઓ માટે છાણ બની ગયું સોનુ, ચમકી ગયા તેમના નસીબ, જાણવા જેવી સ્ટોરી. મનમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો માટીને પણ સોનું બનાવી શકાય છે. વિજેન્દ્ર, સંદીપ, સંતોષ અને મનીષ જેવા ચાર યુવાનો છે, જેની રોજીરોટી કોરોનાને ભેંટ ચડી ગઈ. તેમ છતાં યુવાનોએ હિંમત ન હારી અને છાણના ઢગલા માંથી આર્થિક બાબતનો જુગાડ શોધી લીધો.

કહે છે ને કે જો મનમાં કઈક કરવાનો જુસ્સો હોય, તો માટીને પણ સોનું બનાવી શકાય છે. એવું જ કંઈક કરી દેખાડ્યું છે પૌડીના આ યુવાનોએ. વિજેન્દ્ર, સદીપ, સંતોષ અને મનીષ એવા ચાર યુવાનો છે, જેની રોજીરોટી કોરોનાને ભેંટ ચડી ગઈ. તેમ છતાં તેમણે હિંમત ન હારી અને ગામમાં નકામાં પડેલા છાણના ઢગલામાં પોતાની આર્થિક બાબતનો જુગાડ શોધી લીધો. આજે ચારે યુવાનો છાણના દીવા બનાવીને તેમાંથી તેમની આર્થિક સ્થિતિ મજબુત કરી રહ્યા છે.

પ્રખંડ દ્વારીખાલની મોટી ગ્રામસભાઓમાં સામેલ છે ગ્રામસભા બમોલી. આશરે 100 કુટુંબો વાળા આ ગામની વસ્તી 1200 થી વધુ છે. ગામ બમોલીના રહેવાસી વિજેન્દ્ર રાવત લોકડાઉન પહેલા હરિદ્વાર, સંદીપ હિમાચલ પ્રદેશ અને સંતોષ દિલ્હીમાં નોકરી કરી પોતાના કુટુંબનું ભરણપોષણ કરતા હતા. લોકડાઉન થયું તો ચારેય માટે બે ટંકનું ખાવાનું પણ સંકટ ઉભું થઇ ગયું અને ચારે પાછા ધરે આવી ગયા. ખેતીવાડીનો અનુભવ ન હતો, તેના કારણે ખેતીમાં કામ કરવાનો વિચાર ન કર્યો. પરંતુ ગામમાં રોજગારીની વ્યવસ્થા ઉભી કરવી આ યુવાનો માટે મોટો પડકાર બની ગયો.

diwali dipak

તેવામાં સતપુલીના રહેવાસી નીલમ સિંહ નેગી ‘નીલકંઠ’ આ યુવાનો માટે આશાનું કિરણ બનીને આવ્યા. ગામના મુખી વિનીતા રાવના સહકારથી આ યુવાનોએ નીલમ સિંહ નેગી પાસે છાણ માંથી દીવો બનાવવાની તાલીમ લીધી અને ગામમાં જ દીવા બનાવવાની શરુઆત કરી દીધી. ગામના મુખી વિનીતા જણાવે છે કે સો કુટુંબ વાળી આ ગ્રામસભામાં દરેકના ઘરમાં બે-ત્રણ ગાય છે. તેવામાં ગામમાં છાણની કોઈ અછત નથી.

કહેવામાં આવે છે કે આ દિવસોમાં નીલમ સિંહ નેગીએ જ આ યુવાનોને દીવા બનાવવાનો ઓર્ડર આપ્યો છે અને યુવાનો તેને જ છાણના દીવા બનાવીને સપ્લાઈ કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે હવે કોટદ્વાર માંથી દીવાના ઓર્ડર આવી રહ્યા છે. દીવા બનાવી રહેલા યુવાનોએ જણાવ્યું કે તેને દીવા બનાવવાનો માત્ર એક અઠવાડિયાનો સમય થયો છે અને આ એક અઠવાડિયામાં તે બે હજાર દીવા સપ્લાઈ કરી ચુક્યા છે, જયારે ત્રણ હજાર દીવા આવતા બે દિવસોમાં મોકલી દેવામાં આવશે.

બીજા ગામ લોકોમાં પણ ફેલાઈ રહ્યો છે ઉત્સાહ : દ્વારીખાલ પ્રખંડના ગામ બમોલીમાં હાલના દિવસોમાં છાણ માંથી દીવા બનાવવાને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એ છે કે આખો દિવસ ચારે યુવાનો છાણ માંથી દીવા બનાવે છે અને રાત્રે ગામલોકો તેમની પાસેથી દીવા બનાવવાની ડાઈ લઈને પોતાના ઘરમાં દીવા બનાવે છે. ગ્રામના મુખીએ જણાવ્યું કે વર્તમાનમાં દીવા બનાવવા માટે છ ડાઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જેવી રીતે બીજા ગ્રામીણો પણ દીવા બનાવવામાં રસ લઇ રહ્યા છે, વધારાની ડાઈની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.