Google એ ક્રોમ એપ્સને સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે, આ છે ટાઈમલાઈન

ગુગલ ક્રોમ (Google chrome) એપ્સને બંધ કરવામાં આવી રહી છે. કંપનીએ ઘોષણા કરી છે કે આવનારા સમયમાં આ એપ્સ બધા પ્લેટફોર્મ પર કામ કરવાનું બંધ કરી દેશે. હવે ગુગલ ક્રોમ વેબ સ્ટોર પર નવા સબમીશન પણ નહિ લેવામાં આવશે. આનો અર્થ એ નથી કે આ હમણાં આ પૂર્ણ રીતે ખત્મ કરી દેવામાં આવશે.

માર્ચ 2020 થી કંપની આ પગલું ઉઠાવશે એટલે ત્યાર સુધી સબમીશન બંધ કરી દેવામાં આવશે. સબમીશન બંધ થવાની સ્થિતિમાં ડેવલોપર્સ આ પ્લેટફોર્મ પર નવી એપ્સ નહિ લાવી શકશે. જુની એપ્સ હજુ પણ ચાલશે. સારી વાત એ છે કે, ડેવલોપર્સ જૂન 2022 સુધી હમણાં ચાલી રહેલ એપ્સમાં અપડેટ પુશ કરતા રહેશે.

ગૂગલે ટાઈમલાઈન જાહેર કરી જણાવ્યું કે, હવેથી આ એપ્સ કામ કરવાનું બંધ કરી દેશે. જૂન 2022 પછીથી ગુગલ ક્રોમ એપ્સ કામ નહિ કરશે. જો તમને ક્રોમ એપ્સ વિષે નથી ખબર તો જણાવી દઈએ કે, આ વેબ બેસ્ડ એપ્સ હોય છે જેને તમે ક્રોમમાં ઉપયોગ કરી શકો છો.

ગુગલ મુજબ ક્રોમ એપ્સને વેબ એપ્સથી રિપ્લેસ કરવામાં આવશે અને ગુગલ મુજબ Windows, Mac અને Linux જેવી બધી જગ્યાઓથી આનો સપોર્ટ જૂન 2020 થી બંધ થઇ જશે. શિક્ષણ અને એન્ટરપ્રાઈઝ કસ્ટમર્સ માટે આ ડિસેમ્બર 2020 સુધી સપોર્ટ આપવામાં આવશે.

ગુગલ ક્રોમ એપ્સ સામાન્ય રીતે લોકો વધારે ઉપયોગ કરતા નથી. ગુગલ ક્રોમ એપ્સનો એક પોતાનો સ્ટોર છે જ્યાં આ એપ્સ ઉપલબ્ધ છે. ગુગલ ક્રોમમાં એક્સ્ટેંશન્સ પણ હોય છે જે ગુગલ ક્રોમ એપ્સ જેવા જ હોય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.