31 માર્ચ સુધી સરકાર આપે છે 1 લાખ કરોડ રૂપિયાની લોન, આવી રીતે કરી શકો છો અપ્લાઇ.

મોદી સરકારની મહત્વપૂર્ણ સ્કીમ માંથી એક છે મુદ્રા (Mudra) સ્કીમ. આ સ્કીમ અંતર્ગત બેંક 10 લાખ રૂપિયા સુધી લોન આપે છે. અત્યાર સુધી આ સ્કીમ અંતર્ગત સરકાર લગભગ 8 લાખ કરોડ રૂપિયાની લોન આપી ચુકી છે. બજેટ 2018-19 માં સરકારે આ વર્ષે લગભગ 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ રિપોર્ટ જણાવે છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની જ લોન અપાય છે.

એટલે બેંકો સામે માર્ચ મહિનામાં 1 લાખ કરોડ રૂપિયાની લોન આપવાનો ટાર્ગેટ છે. એવામાં જો તમે બિઝનેસ માટે લોન લેવા ઈચ્છો છો, તો તમારે 31 માર્ચ સુધી પોતાની બેંક અથવા નજીકની બેંકનો સંપર્ક કરવો જોઈએ. આવો હવે જાણીએ કે અરજી કરવા માટે શું ધ્યાનમાં રાખવું.

3 પ્રકારની લોન લઈ શકો છો તમે :

મુદ્રા સ્કીમને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 50 હજાર રૂપિયા સુધીની લોન કેટેગરીને શિશુ, 50 હજાર કરતા વધારે પણ 5 લાખ કરતા ઓછી રકમની લોન કેટેગરીને કિશોર અને 5 થી 10 લાખ રૂપિયાની લોન કેટેગરીને તરુણ કહેવામાં આવે છે.

દસ્તાવેજોનું રાખો ધ્યાન :

જો તમે નવો બિઝનેસ શરુ કરવા માંગો છો, તો તમે એ સુનિશ્ચિત કરી લો કે તમારી પાસે એજ્યુકેશનલ, ટેક્નિકલ અથવા પ્રોફેશનલ એજ્યુકેશન સાથે સંબંધિત બધા દસ્તાવેજ છે કે નહિ. આ દસ્તાવેજોને લોન એપ્લિકેશન સાથે જરૂર લગાવો. પરંતુ જો તમે તમારા બિઝનેસને વધારવા માંગો છો, તો દસ્તાવેજોનું વિશેષ ધ્યાન રાખો. પોતાની બેલેંસ સીટ, ટેક્સ સર્ટિફિકેટ, બિઝનેસના સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે ચેક કરીને લોન એપ્લિકેશન સાથે લગાવો.

અરજી કરતા સમયે ધ્યાન રાખો :

જયારે તમે લોન માટે એપ્લાય કરો ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે જે ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ શરુ કરવા માંગો છો, એના વિષે પાયાની જાણકારી તમને હોવી જોઈએ. પરંતુ જો તમે એ સાબિત નથી કરી શકતા કે તમને એ બિઝનેસ વિષેની પાયાની જાણકારી છે, તો તમારી અરજી કેન્સલ થઇ શકે છે.

બેંક સ્ટેટમેન્ટનું રાખો ધ્યાન :

મુદ્રા લોન લેવા માટે તમારે તમારા બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ પણ આપવું પડશે. એવામાં જો સ્ટેટમેન્ટમાં કોઈ ગડબડ જોવા મળે છે, તો બેંક તમને મુદ્રા લોન આપવાનો ઇન્કાર કરી શકે છે.

ક્રેડિટ હિસ્ટ્રીનું રાખો ધ્યાન :

જો તમે મુદ્રા લોન લેવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલા એ જાણી લો કે બેંક અન્ય અનસિક્યોર્ડ લોનની જેમ મુદ્રા લોન આપતા સમયે તમારી ક્રેડિટ હિસ્ટ્રીનું ખાસ ધ્યાન રાખે છે. એના માટે તમે સૌથી પહેલા એ સુનિશ્ચિત કરી લો કે તમે તમારા ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમય પર કર્યુ છે કે નહિ.

અથવા તમે પહેલા કોઈ લોન લીધી હોય તો એના ઈએમઆઈ સમય પર ભર્યા છે કે નહિ. જો ન ભર્યા હોય તો એ કારણે તમારો સિબિલ(C Bill) સ્કોર ઓછો થઇ શકે છે. માટે મુદ્રા લોન માટે અરજી કરતા પહેલા પોતાનો સિબિલ સ્કોર સુધારવાનો પ્રયત્ન કરો.

10 લાખ સુધીની લોન લઇ રહ્યા છો તો…

જો તમને તમારો બિઝનેસ શરુ કરવા, અથવા ડેવલપ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન જોઈએ છે, તો તમે તરુણ સ્કીમ માટે અરજી કરી શકો છો. પરંતુ એના માટે જરૂરી દસ્તાવેજ સિવાય બે વર્ષનું ઇનકમ ટેક્સ રિટર્ન પણ અરજી સાથે આપવું પડશે. એવું ન કરવા પર બેંક તમને લોન આપવાની ના પાડી શકે છે.

ધ્યાનથી ભરો ફોર્મ :

જો તમે મુદ્રા લોન માટે અરજી કરી રહ્યા છો, તો તમે એ અવશ્ય જોઈ લો, કે ફોર્મમાં પૂછેલા બધા પ્રશ્નોનો જવાબ તમે આપ્યો છે. અને બેંકે જે ઔપચારિકતાઓ વિષે નિર્દેશ કર્યો છે, એનું પાલન તમે કર્યુ છે કે નહિ.

લોન સંબંધિત વધારે જાણકારી માટે બેંકનો સંપર્ક કરો.