ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર આપી રહી છે 1.60 લાખ સુધીની વગર ગેરેન્ટીની લોન, 62 હજાર અરજી સ્વીકારી

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને ડેરી વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના (Pashu kisan credit card scheme) ચલાવવામાં આવી રહી છે. તેમાં ગાય-ભેંસ સહીત અન્ય પશુઓની ખરીદી પર સરકાર તરફથી ગેરેંટી વગર 1.60 લાખ સુધીની લોન મળે છે. યોજનાનો લાભ લેવા માટે હરિયાણાની અલગ અલગ બેંકોમાં લગભગ પોણા ચાર લાખ લોકોએ અરજી કરી હતી, તેમાંથી 62 હજાર અરજી સ્વીકારવામાં આવી છે. હરિયાણા સરકારનું લક્ષ્ય પ્રદેશમાં લગભગ 8 લાખ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવાનું છે.

હરિયાણાના પશુપાલન અને ડેરી મંત્રી જેપી દલાલનું કહેવું છે કે, યોજનાનો લાભ વધારેમાં વધારે પશુપાલકો સુધી પહોંચે તેના માટે બેંકર્સ, પશુપાલન અને ડેરી વિભાગે ભેગા મળીને વિશેષ શિબિરોનું આયોજન કરવું પડશે. આ સ્કીમને કેંદ્ર સરકાર તરફથી સંચાલિત કિસાન ક્રેડિટ કાર્ડની રીતે ચલાવવામાં આવી રહી છે. તેનાથી સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને વધારે લાભ થશે.

dairy farming india

યોજનાના ફાયદા : પશુ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પશુપાલકને સરકાર તરફથી છૂટ મળે છે. આ યોજના અંતર્ગત પશુપાલકને એક ભેંસ માટે સરકાર 60,249 રૂપિયાની લોન આપશે. તેમજ ઘેટાં-બકરા માટે 4063 રૂપિયા, ઈંડા આપતી મરઘી માટે પ્રતિ મરઘી 720 રૂપિયાની લોન આપવામાં આવશે. બેંકો તરફથી સામાન્ય રીતે 7 ટકા વ્યાજ દરથી લોન આપવામાં આવે છે, પણ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ફક્ત 4 ટકા વ્યાજ આપવું પડશે. તેમાં 3 ટકાની છૂટ સરકાર તરફથી આપવામાં આવશે. સ્કીમ અંતર્ગત લોનની રકમ વધુમાં વધુ 3 લાખ રૂપિયા હશે.

કઈ રીતે કરવી અરજી : પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છુક લાભાર્થીઓએ પોતાની નજીકની બેંકમાં જઈને અરજી કરવી પડશે. ત્યાં તમને એક ફોર્મ મળશે. તેમાં પોતાની જાણકારી ભરો. હવે ફોર્મ ભર્યા પછી તમારે કેવાઈસી કરાવવું પડશે. તેના માટે તમને આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટાની જરૂર પડશે. અરજી કરનાર હરિયાણા રાજ્યનો સ્થાયી રહેવાસી હોવો જરૂરી છે. ફોર્મ જમા કરાવ્યાના એક મહિના પછી બેંક તરફથી તમારા નામ પર કાર્ડ જાહેર કરવામાં આવશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.