સરકારે ખેડૂતોના ખાતામાં મોકલ્યા 93,000 કરોડ રૂપિયા, ના મળ્યા હોય પૈસા તો કરો આ સહેલું એક કામ.

ખેડૂતોના ખાતામાં સરકાર તરફથી મોકલવામાં આવ્યા છે 93,000 કરોડ, જો ખાતામાં રકમ આવી ના હોય, તો કરો આ એક સરળ કામ. ખેડૂતોની આર્થિક સ્થિતિને સુધારવાના હેતુથી સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) ચલાવી રહી છે. તેમાં રજીસ્ટ્રેશન કરાવીને ખેડૂત દર વર્ષે 6000 રૂપિયા આર્થિક સહાય પ્રાપ્ત કરી શકે છે. હાલમાં જ સરકાર તરફથી દેશના 11 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 93,000 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. તેના સિવાય તમે અન્ય પ્રક્રિયાઓ દ્વારા સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો.

કેન્દ્રીય કૃષિ મંત્રાલય અનુસાર આ વર્ષે નવેમ્બર સુધીમાં મદદની કુલ રકમ વધારીને એક લાખ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે કરવાની યોજના છે. છેલ્લા દોઢ મહિનામાં લગભગ 8.80 કરોડ ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે. જોકે બધા પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરના માધ્યમથી મોકલવામાં આવી રહ્યા છે, એવામાં ગપલા થવાનો ડર નથી. સરકારી યોજનાના પૈસા સીધા ખેડૂતો સુધી પહોંચી રહ્યા છે.

indian farmer

શું છે યોજના અને કઈ રીતે જોવું લિસ્ટમાં નામ : પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમનો લાભ એવા ખેડૂતો લઇ શકે છે, જેમના નામ રેવન્યુ રેકોર્ડ (Revenue Record) માં દાખલ હોય. સ્કીમનો લાભ લેવા માટે તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી (રજીસ્ટ્રેશન) કરી શકો છો. એટલું જ નહિ તમે લિસ્ટમાં પોતાનું નામ પણ ચેક કરી શકો છો. તેના માટે તમારે www.pmkisan.gov. in વેબસાઈટ પર જવું પડશે. અહીં ફાર્મર્સ કોર્નર Farmer’s corner વિભાગમાં જાવ. ત્યારબાદ બેનીફીશ્યરી સ્ટેટ્સ Beneficiary status વિકલ્પ પર ક્લિક કરો.

ત્યારબાદ જે પેજ ખુલશે તેમાં દેખાઈ રહેલા બોક્સમાં પોતાનો આધાર નંબર અથવા એકાઉન્ટ નંબર અથવા ફોન નંબર નાખીને તમે ચેક કરી શકો છો કે તેમાં તમારું નામ છે કે નહિ. તમે આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખીને ગેટ ડેટા Get Data પર ક્લિક કરી પોતાનું સ્ટેટ્સ પણ જોઈ શકો છો.

પૈસા ન મળવા પર કરો આ કામ : જે ખેડૂતોની અરજી કોઈ કારણસર અસ્વીકાર થઈ ગઈ છે, તો તેમના ખાતામાં પૈસા નહિ આવે. તેના સિવાય આધાર નંબર અથવા એકાઉન્ટ ડિટેલ્સ ખોટી હોવા પર પણ પૈસા નહિ મળે. એવી સ્થિતિમાં સ્ટેટસ ચેક કરો. ત્યારબાદ બેંકનો સંપર્ક કરો અને તેમને યૂટીઆર નંબર આપો. તેનાથી સમસ્યા દૂર થઈ જશે. તે સિવાય તમે હેલ્પલાઇન નંબર 011-24300606 પર ફોન કરીને પણ સમસ્યાનું નિવારણ પૂછી શકો છો.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.