ગોવાનું નામ સાંભળતા જ “મનમેં લાડું ફૂટા”, પરંતુ આ નહીં જાણતા હોય તમે.

ગોવા આ નામ સાંભળળતા જ આપણે ભારતીય લોકો જેમ કે આનંદિત થઇ ઉઠે છે. મન આનંદથી ભરાઈ જાય છે. મિત્રો વચ્ચે ટ્રીપનું પ્લાનિંગ શરૂ થઇ જાય છે. ગોવા પહોંચતા જ દોડધામ ભરેલા જીવનથી જેમ કે સ્વતંત્રતા અનુભવે છે. સમુદ્રની લહેરો અને હવાઓ વચ્ચે કાંઈ પણ કરવાની આઝાદી, ઈચ્છા મુજબ રહેવાની સ્વતંત્રતા. જો કે, ઘણી વખત એટલી સ્વતંત્રતા સારી પણ નથી હોતી, આજે ચર્ચા ગોવાની. તે ગોવાની કે જે પોતાના મસાલાની સુગંધ અને સુંદર દ્રશ્યોથી બધાના મન મોહી લે છે.

1961 પહેલા હિંદુસ્તાનમાં ન હતું ગોવા :-

જે લોકો પણ ગોવા ગયા છે, તે બધાનું તેની સાથે જોડાયેલી અનેક વાર્તાઓ હશે. ઘટના હશે. આવી યાદો હશે, જે જીંદગીભર સાથે ચાલેશે. પરંતુ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આ સુંદર અને બિંદાસ ગોવાની પોતાની કહાની શું છે?. નહિ ને? ચાલો અમે જણાવીએ છીએ. સૌથી પહેલી વાત તો એ છે કે ગોવા 1961 પહેલા ભારતનો ભાગ હતો જ નહિ.

અંગ્રેજ ચાલ્યા ગયા, પરંતુ ગોવા …

આપણા દેશને 15 ઓગસ્ટ 1947 થી અંગ્રેજી શાસનથી સ્વતંત્રતા મળી. હિન્દુસ્તાન વિવિધતાઓથી ભરેલો દેશ છે. આઝાદી પહેલા અહીંયા ઘણા શાસકો અને શાસન હતા. અખંડ ભારત અથવા એવું કહીએ કે ‘એક ભારત’ ના સપના પૂરા કરવા માં દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને ખૂબ મહેનત કરવી પડી. વિખરાયેલા શાસક રાજ્યોને એક સાથે જોડવામાં આવ્યા. તે સરદાર પટેલ જ હતા જેની ભૂ-રાજકીય સૂઝ-બુઝ ને કારણે નાના મોટા 562 શાસક રાજ્યોને ભારતીય સંઘમાં સમાવી દીધા હતા.

ગોવામાં પોર્ટુગલની સરકાર હતી :-

‘લોખંડી પુરુષ સરદાર પટેલ એ તેના માટે દેશ આખામાં પરિભ્રમણ કર્યું. રજાઓ સાથે વાત કરી. પછી કેટલાક એવા પણ રાજ્યો હતા, જ્યાં પેટા શાસકના મૂળ એટલી હદે ઊંડા હતા કે આઝાદીના ઘણા વર્ષો સુધી તે રાજ્ય ભારતનો ભાગ ન હતા. તેમાંથી એક રાજ્ય હતું ગોવા, જ્યાં પોર્ટુગીઝનું લગભગ 450 વર્ષોથી શાસન હતું.

આંદોલન થયું તો ગોળીઓ ચલાવી દીધી :-

વર્ષ 1947 માં જ્યારે દેશ સ્વતંત્ર થયો, ત્યારે પણ ગોવા માં પોર્ટુગીઝનું જ રાજ હતું. ભારત સરકારે ઘણીવાર વિનંતી કરી હતી, પરંતુ પોર્ટુગીઝ ગોવા છોડવા તૈયાર ન હતા. પોર્ટુગીઝ સાશનની વિરુદ્ધ ૧૯૫૫ માં સત્યાગ્રહ આંદોલન પણ થયું. પરંતુ પોર્ટુગીઝ એ ક્રુરતા દેખાડીને ૨૨ લોકોને બંધુકની ગોળીઓથી મારી નાખ્યા.

‘ઓપરેશન વિજય’ અને 36 કલાક પછી શરણાગતિ :-

વર્ષ 1961 ની વાત છે. પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં 19 ડિસેમ્બર ના રોજ ‘વિજય’ નામનું આર્મી ઓપરેશનની સામે પોર્ટુગીઝ ઝૂકી ગયા. ગોવાના ભારતીય સંઘમાં ભળી ગયા. પોર્ટુગલના ગવર્નર જનરલ વસાલો ઇ. સિલ્વાએ ભારતીય સેનાના વડા પી.એન. થાપરની સામે સરન્ડર કરી દીધું હતું. કેટલાક ઇતિહાસકારો એવું પણ જણાવે છે કે ‘વિજય’ નામનું આ લશ્કરી કાર્યવાહી 36 કલાકથી વધુ સમય સુધી ચાલી અને પછી 19 ડિસેમ્બર 1961ના રોજ, ભારત દ્વારા ગોવાને મુક્ત કરાવવામાં આવ્યું હતું.

1987માં મળ્યો રાજ્યનો દરજ્જો :-

ત્યાર બાદ 30 મે 1987 ના રોજ ગોવાને ભારતીય રાજ્યનો દરજ્જો મળ્યો, પરંતુ ‘ગોવાના મુક્તિ દિવસ’ દર વર્ષે 19 ડિસેમ્બરના દિવસે ઉજવ્વવામાં આવે છે. ગોવાના ક્ષેત્રફળની ગણતરીથી નાનું કદ જરૂર છે, પણ તે એક મોટું વેપાર કેન્દ્ર પણ છે. સમુદ્ર કિનારે હોવાને કારણે ગોવા એ અંગ્રેજોને આકર્ષિત કર્યું હતું. એટલું જ નહીં મોગલ શાસનના સમયે પણ રાજા તેના તરફ આકર્ષિત થતા રહ્યા છે. ત્યારે વાત વેપારની હતી. હવે પર્યટન માટે ગોવા વિશ્વભરના પ્રવાસીઓનું ફેવરેટ ડેસ્ટીનેશનલ બની ગયું છે.