ગ્રેજ્યુએટ ખેડૂતે પકવ્યા કાળા ઘઉં, ડાયાબિટીસ અને હૃદયના રોગમાં છે રામબાણ, જોનારની લાગી ભીડ.

કાળા ઘઉંને ખરીદવાનું સરકારે હજુ સુધી શરૂ કર્યું નથી. પરંતુ આની માર્કેટમાં ઘણી માંગ છે. સામાન્ય ઘઉંથી આમાં વધારે પોષક તત્વો હોય છે આની રોટલી ભૂરા રંગની બને છે.

ફતેહાબાદ (રાજેશ ભાદુ) ઘઉંના રંગ બધી જગ્યાએ એક સરખો હોય છે. પરંતુ ઘઉંનો રંગ કાળો હોય તો, વિચારવામાં કદાચ અજીબ લાગે પણ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં એક ખેડૂતે કાળા રંગના ઘઉં ઉગાળ્યા છે. ઘઉંનો રંગ કાળો જ નહીં પરંતુ ભૂરા રંગની તુલનામાં આ કાળા રંગના ઘઉં કંઈક વધારે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક પણ છે.

ખેડૂત વિષ્ણુએ જણાવ્યું કે તે પંજાબી ઑનર્સથી ગ્રેજ્યૂએટ છે. અભ્યાસ પછી પોતાની વારસાગત ૧૬ એકર જમીનમાં ખેતી કરી રહ્યો છે .જેમાં આ વખતે એમને ૩ એકરમાં કાળા ઘઉંની ખેતી કરી છે

રંગ કાળો, રોટલી બને છે ભૂરા રંગની :-

ગામ મોહમ્મદપુરરોહીના ખેડૂત વિષ્ણુ માંઝુ એ કાળા ઘઉંની ખેતી કરી છે. જે હવે ઉગીને તૈયાર છે. આવતા અઠવાડિયામાં માર્કેટમાં વેચાવા તૈયાર થઈ જશે. પહેલી વખત એ વિસ્તારના ખેડૂતે કાળા ઘઉંનો પાક ઉગાવ્યો છે અને એમને જોયું કે લોકોનો તાંતરો લાગ્યો છે. જોકે કાળા ઘઉં એકદમ અન્ય ઘઉં જેવા છે, પણ મૂળમાં ઘઉં એકદમ કાળા છે અને તેની રોટલી ભૂરા રંગની બને છે.

સુગર અને હૃદયની બીમારી માટે રામબાણ :-

કાળા ઘઉંને હજુ સુધી સરકારે ખરીદવાનું શરૂ નથી કર્યું. પરંતુ તેની માર્કેટમાં ઘણી માંગ છે. સામાન્ય ઘઉંમાં આના કરતાં વધારે પોષક તત્વ હોય છે. જે ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓને લાભદાયક છે. આ રોગોના દર્દીઓના ચિકિત્સકની પણ આ ઘઉંની રોટલી ખાવાની સલાહ આપે છે. જેના લીધે માંગ વધી ગઈ છે એમના ખેતરમાં લોકો આ ઘઉંને જોવા અને ખરીદવા આવી રહ્યા છે.

મિત્રથી પ્રેરાઈને શરૂ કરી ખેતી :-

ખેડૂત વિષ્ણુ માંઝું એ જણાવ્યું કે કાળા ઘઉંના બીજ પંજાબ શહેરના અબોહરથી તેમના મિત્રએ તેમને લાવીને આપ્યા. પ્રશાંત લાંબા સમયથી આની ખેતી કરી રહ્યા છે. આ ઘઉંની ખેતી અન્ય ઘઉંની જેમ જ થાય છે. ઘઉંના દાણા કાળા હોય છે. એમનો ઘઉંનો પાક પાકીને તૈયાર થઈ ગયો છે. વિષ્ણુએ જણાવ્યું કે આ વખતે હિસારના એચએયું એ ઘણી જગ્યાએ આની ખેતી કરાવી છે.

ધોરણો પર ખરાં ઉતર્યા કાળા ઘઉં :-

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સંદીપ ભાખરે જણાવ્યું કે જે કાળા ઘઉંની ખેતી ખેડૂત કરી રહ્યા છે. એમાં સામાન્ય ઘઉંની તુલનામાં વધારે પોષકતત્વો છે. જેના લીધે તેની સારી માંગ છે. જોકે સરકારે તેને હજુ ખરીદવાનું શરૂ નથી કર્યું. પણ પ્રમાણિકતાના ધોરણો પર આ ઘઉં ખરા ઉતર્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.