દહેજમાં મળી રહી હતી ૬ લાખની કાર.. વરરાજાએ કર્યો અસ્વીકાર, કહ્યું મારી ખુદદારી જીવતી છે, સાયકલથી ચલાવીશ

આપણા સમાજમાં લગ્ન દરમિયાન એક ઘણી દયનીય પ્રથા છે અને તે છે દહેજ પ્રથા. જે એક ઘણી જ ખરાબ પ્રથા માનવામાં આવી રહી છે, અને સરકાર પણ તેને કાયદા વિરુદ્ધ ગણે છે, અને તેવા લોકો સામે જે દહેજ લે છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરે છે.

ઘણી વખત દહેજને લઇને સંબંધ બનતા બનતા તૂટી જાય છે. પરંતુ એક યુવાને દહેજ ન લઇને સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવકને સ્વીફ્ટ કાર, એસી, કુલર, ગોદરેજ પલંગ સહીત ૬ લાખનો દહેજ મળવાનો હતો, પરંતુ પીપલ્વા ગામના યુવાને લગ્નના ૧૫ દિવસ પહેલા જ દહેજ લેવાની ના કહી દીધી. યુવક રાજપાલસિંહ હેમેન્દ્રસિંહ પંવારએ જણાવ્યું કે ૫ વર્ષ પહેલા એની સગાઈ દિવ્ય બિસનખેડા (ઇન્દોર) સાથે થઇ હતી.

રાજપાલએ જણાવ્યું કે લગ્નના ૧૫ દિવસ પહેલા તેને જણાવવામાં આવ્યું હતું, કે તેના સસરા અરુણસિંહ ચોહાણજી એક ખેડૂત છે, તે દહેજ તરીકે કાર અને લગભગ ૬ લાખની વસ્તુ આપવા માંગે છે. પરંતુ રાજપાલએ દહેજ લેવાની ના કહી દીધી. રાજપાલએ કહ્યું કે તે દિવ્યાને એક જોડી કપડામાં જ પોતાના ઘેર લઇ આવે. હું સાઈકલ ચલાવીશ, હું ચાલીસ પરંતુ દહેજ નહિ લઉં. રાજપાલના આ પગલાની લોકો સાથે સમાજએ પણ પ્રશંસા કરી.

લગ્નના ૧૫ દિવસ પહેલા સાસરીયા પક્ષએ મારી સામે કાર અને ગૃહસ્થીની ૬ લાખ રૂપિયાની વસ્તુ આપવાની વાત કરી હતી. જેની ઉપર મેં દહેજ લેવાની ના કહી દીધી. ઘર વાળાએ પણ મારા નિર્ણયનો સાથ આપ્યો. સસરાનું કહેવું હતું દિવ્યા ઘરમાં સૌથી મોટી દીકરી છે, ઘરમાં પહેલા લગ્ન હતા. એટલા માટે ઘણા ધામધૂમથી દીકરીના લગ્ન કરવા માંગે છે. પોતાની ખુશીથી તે દીકરીને આ બધું આપવા માંગતા હતા.

પરંતુ સમાજમાં સંદેશ આપવા માટે મેં દહેજની વસ્તુ લેવા માટે ના કહી દીધી. રાજપાલએ જણાવ્યું, કે કાયદેસર તેના માટે તેણે સમાચાર પત્રમાં દહેજ ન લેવાનો સંદેશ છપાવ્યો હતો. સમાજમાં સુધારો આવે એટલા માટે એમણે આ પગલું ઉઠાવ્યું. એમની પત્ની પણ એમના આ પગલાથી ખુશ થઇ. રાજપાલના આ પગલા માટે સમાજમાં તેનું સન્માન પણ કરવામાં આવ્યું.

હું રાજપાલસિંહ પંવાર દહેજ પ્રથાને અભિશાપ માનું છું. એટલે કે સોગંધ પૂર્વક એ વચન આપું છું કે દહેજ નહિ લઉં, કોઈપણ પ્રકારે નહિ. એટલા માટે આદરણીયોને એ પ્રાર્થના છે કે આ દહેજ પ્રથાને સંપૂર્ણ રીતે બંધ કરો.

ભગવાનની કૃપાથી મારી પાસે બધું જ છે. દહેજ એક કુપ્રથા છે. તેનાથી ઘણા ઘર તૂટી જાય છે. સમાજમાં સંદેશ આપવા માટે મેં આ નિર્ણય લીધો. મારી પત્નીએ આ નિર્ણયનું સન્માન કર્યુ અને ખુશી વ્યક્ત કરી. લોકોએ દહેજ ન લેવું જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.