નવા પુસ્તકમાં દાવો અયોધ્યાના ગુમનામી બાબા જ હતા સુભાષ ચંદ્ર બોઝ, અમેરિકાના હેન્ડરાઈટિંગ એક્સપર્ટે કર્યો ખુલાસો

શું ગુમનામી બાબા જ શુભાષ ચંદ્ર બોઝ હતા? આ સવાલ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે, પણ અત્યાર સુધી કોઈ સંતોષ જનક જવાબ મળી શક્યો ન હતો. જો કે હવે એક નવા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુમનામી બાબા જ સુભાષ ચંદ્ર બોઝ હતા. અને તે વર્ષો સુધી પોતાની ઓળખ છુપાવીને આપણી વચ્ચે જ રહ્યા હતા. એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાના એક હેન્ડરાઈટિંગ એક્સપર્ટે સુભાષ ચંદ્ર બોઝ અને ગુમનામી બાબાની હેન્ડરાઈટિંગની તપાસ કરી, અને એમને જાણવા મળ્યું કે બંને એક જ વ્યક્તિના હેન્ડરાઈટિંગ છે.

હેન્ડરાઈટિંગ એક્સપર્ટ ‘કાર્લ બૈગ્ગેટ’ ને દસ્તાવેજોની તપાસ કરવાનો 40 વર્ષનો અનુભવ છે. દસ્તાવેજ તપાસવાના લગભગ 5000 કિસ્સાઓમાં એમની મદદ લેવામાં આવી ચુકી છે. આટલો બધો અનુભવ હોવાને કારણે તે પહેલી નજરમાં જ હેન્ડરાઈટિંગ તપાસી લે છે. કાર્લે તપાસ કર્યા પછી જાણ્યું કે, સુભાષ ચંદ્ર બોઝ દેશની આઝાદીના ઘણા વર્ષો સુધી પોતાની ઓળખ છુપાવીને રહ્યા હતા. કારણ કે ગુમનામી બાબા અને બોઝના હેન્ડરાઈટિંગ 100% મેચ થાય છે. એનો અર્થ એ થયો કે ગુમનામી બાબા જ સુભાષ ચંદ્ર બોઝ હતા.

ભારતમાં ઘણા લાંબા સમયથી આ ચર્ચા ચાલતી આવી રહી છે કે, ગુમનામી બાબા અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝમાં કોઈ ને કોઈ સંબંધ જરૂર હતો. અમેરિકામાં પણ અમુક લોકોમાં એ વાત જાણવાની ઉત્સુકતા હતી, એટલા માટે એમણે અમેરિકી હેન્ડરાઈટિંગ એક્સપર્ટ કાર્લનો સંપર્ક કર્યો. કાર્લનું અનુમાન હજુ સુધી ક્યારેય ખોટું સાબિત નથી થયું. તે 40 વર્ષથી આ ધંધામાં છે. થોડા દિવસો અગાઉ કાર્લને દસ્તાવેજોના બે સેટ આપ્યા હતા. અને એમને એ વાત જણાવવામાં આવી ન હતી કે, આ હેન્ડરાઈટિંગ કોના છે?

કાર્લે બંને સેટની તપાસ કર્યા પછી એ જણાવ્યું કે, આ બંને એક જ વ્યક્તિની હેન્ડરાઇટિંગ છે, અને આ બંનેને એક જ વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યા છે. આ સાંભળીને બધા લોકો ચક્તિ થઇ ગયા. અને જયારે કાર્લને એ સત્ય જણાવવામાં આવ્યું કે, આમાંથી એક દસ્તાવેજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા લખવામાં આવ્યું છે અને બીજુ ગુમનામી બાબા દ્વારા, ત્યારે તે પોતે પણ ચક્તિ થઇ ગયા. અને એ જાણ્યા પછી પણ તે પોતાની વાત પર અડગ રહ્યા.

કાર્લે બંને દસ્તાવેજોની તપાસ કર્યા પછી એક રિપોર્ટ આપ્યો, જેના પર એમણે પોતાની સહી પણ કરી છે. આ રિપોર્ટમાં એમણે એ પણ લખ્યું છે કે, ગુમનામી બાબા અને નેતાજી સુભાસ ચંદ્ર બોઝ બે અલગ અલગ વ્યક્તિ ન હતા, કારણ કે બંનેના દસ્તાવેજ એક જ વ્યક્તિ દ્વારા લખવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે ફૈજાબાદ જિલ્લામાં રહેવા વાળા સાધુને પહેલા લોકો ભગવનજી અને ત્યારબાદ ગુમનામી બાબાના નામથી ઓળખવા લાગ્યા હતા. 1945 પહેલા નેતાજીને મળી ચૂકેલા લોકોએ ગુમનામી બાબાને મળ્યા પછી દાવો કર્યો છે કે, તે નેતાજી જ હતા. મુખર્જી કમિશને પણ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ફૈજાબાદના ભગવનજી કે કહીએ તો ગુમનામી બાબા અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝમાં ઘણી સામ્યતાઓ હતી.

અયોધ્યાના રામ ભવનના માલિક શક્તિ સિંહના જણાવ્યા અનુસાર, ગુમનામી બાબાએ પોતાના જીવનના છેલ્લા 3 વર્ષ 1982 થી 1985 ત્યાં જ પસાર કર્યા હતા. અને એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ત્યાં રહેવા વાળા એ બાબા અસાધારણ હતા. અને અમુક લોકોનું માનીએ તો એમના રૂપમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ છૂપું જીવન પસાર કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફૈજાબાદ રામ ભવનમાં પ્રવાસ દરમ્યાન 16 સપ્ટેમ્બર, 1985 ના રોજ ગુમનામી બાબાનું નિધન થયું અને એની સાથે જ બાબાને નેતાજી જણાવવાની દાવેદારી મજબૂત થઇ.

ગુમનામી બાબા જ નેતાજી હતા, એની પુષ્ટિ ઘણા વર્ષો પહેલા પણ થઇ ચુકી છે. જયારે મૃત્યુ પછી ગુમનામી બાબાનો સામાન તપાસવામાં આવ્યો, તો એમાં જેવા નેતાજી પહેરતા હતા એવા ગોળ ફ્રેમના ચશ્મા, નેતાજી પોતાના ખીસામાં જે પ્રકારની ઘડિયાળ રાખતા હતા, એ જ પ્રકારની એક રોલેક્સ ઘડિયાળ અને એના સિવાય થોડા પત્ર મળ્યા, જે નેતાજીના પરિવારના સભ્યએ લખ્યા હતા.

એક ઝોળીમાં બંગાળી અને અંગ્રેજીમાં લખેલા 8-10 સાહિત્ય પુસ્તકો મળ્યા હતા. બીજા બોક્ષમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ફેમેલી ફોટા મળ્યા હતા. એની સાથે જ ત્રણ ઘડિયાળો – રોલેક્સ, ઓમેગા અને ક્રોનો મીટર સિવાય ત્રણ સિગારદાન મળ્યા હતા. એક ફોટામાં નેતાજીના પિતા જાનકીનાથ, માં પ્રભાવતી દેવી, ભાઈ-બહેન અને પૌત્ર-પૌત્રી જોવા મળી રહ્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.