હાડકાઓને મજબૂત કરવાના ઉપાય, આ ઉપાયથી લાકડે જશો ત્યાં સુધી હાડકા અને મસલ્સની કોઈ મુશ્કેલી નહી આવે.

આ ઉપાય કરતા સાથે સાથે ચા-કેફી, ઠંડા પીણાનું સેવન ઓછું કરો અથવા બંધ કરો તો ઘણું સારું રીઝલ્ટ મળશે. કારણ કે આ વસ્તુ હાડકા અને મસલ્સને ઘણું નુકશાન પહોચાડે છે. આ ઉપાય કરવાથી લાકડે જશો એટલે કે મૃત્યુ આવશે ત્યાં સુધી તમને કોઈ તકલીફ રહેશે નહિ.

આપણા હાડકાઓ કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન ઉપરાંત ઘણા પ્રકારના મિનરલ મળીને બનેલા હોય છે. અવ્યવસ્થિત જીવનધોરણને કારણે જ આ મિનરલ ખલાસ થવા લાગે છે, જેનાથી હાડકાઓનું ઘનત્વ ઓછું થવા લાગે છે. ધીમે ધીમે તે ઘસાવા અને નબળા થવા લાગે છે. ઘણી વખત આ નબળાઈ એટલી વધી જાય છે કે સામાન્ય ઈજા થવાથી પણ ફેકચર થઇ જાય છે. ઉંમર મુજબ હાડકાઓની જરૂર રહે છે.

ભારતમાં આજના સમયમાં હાડકાઓ સાથે જોડાયેલી તકલીફો ઘણી સામાન્ય બની ગઈ છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ હાડકા, સાંધા અને કમરનો દુ:ખાવો જીવનનું અભિન્ન અંગ બની જાય છે. આજે દર ૧૦ માંથી લગભગ 4 સ્ત્રીઓ અને 4 માંથી 1 પુરુષના હાડકા સાથે જોડાયેલી કોઈને કોઈ પ્રકારની તકલીફ થી ઘેરાયેલા રહે છે.

પણ ધ્યાન રાખો, હાડકાઓ રાતોરાત નબળા નથી થતા. આ પ્રક્રિયા ઘણા વરસોથી ચાલતી હોય છે. ડોકટરોનું માનવું છે કે ૧૫ થી ૨૫ વર્ષ સુધીની ઉંમર માં હાડકાઓમાં માસ સંપૂર્ણ રીતે વિકસિત થઇ જાય છે. એટલે કે નાનપણ અને યુવાવસ્થાના સમયનું ખાવા પીવાનું, પોષણ, જીવનશૈલી અને કસરત આગળ જતા હાડકાઓની તંદુરસ્તીને નિર્ધારિત કરવા વાળું પરીબળ બને છે.

હાડકાઓ નબળા થવાને કારણે અને હાડકાના પોલા થવાથી જ સ્લીપ ડીક્સ, નાની એવી ઈજાથી તૂટી જવા, હાડકાઓનો દુ:ખાવો થવો, હાડકા ઘસાઈ જવા વગેરે.

૧. રીફાઈંડ તેલ ખાવાનું છોડી દો. રીફાઈંડ તેલમાં વધુ પ્રમાણમાં લાઈપો કેમિકલ હોય છે અને તે શરીરના કેલ્શિયમને પેશાબ દ્વારા બહાર કાઢે છે. કેલ્શિયમના ઘટાડાથી હાડકા તૂટી જાય છે. રીફાઈંડને બદલે કાચી ધાણીના તેલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો.

૨. દરરોજ બાજરો અને તેલનો ઉપયોગ કરો. તે ઓસ્ટીયો પોરોસીસનો ઉત્તમ ઈલાજ છે. પોલા અને નબળા હાડકા માટે આ ઉપચાર ઘણો અસરકારક છે.

૩. એક ચમચી મધ નિયમિત રીતે લેતા રહો. તે તમારા હાડકા ભાંગવાથી બચાવવામાં ઘણો જ ઉપયોગી નુસખો છે.

૪. દૂધ કેલ્શિયમની પૂર્તતા માટે ઉત્તમ છે. તેનાથી હાડકાઓ મજબુત બને છે. ગાય કે બકરીનું દૂધ પણ ગુણકારી છે.

૫. વિટામીન ‘ડી’ હાડકાની મજબુતાઈ માં ઘણું ઉપયોગી માનવામાં આવે છે. વિટામીન ‘ડી’ સવારે તડકામાં બેસવાથી મળે છે. વિટામીન ‘ડી’ કેલ્શિયમના શોષણ કરવામાં મદદરૂપ થાય છે. શરીરનો ૨૫ ટકા ભાગ ખુલ્લો રાખીને ૨૦ મિનીટ તડકામાં બેસવાની ટેવ પાડો.

૬. ઘઉંના એક દાણા જેટલો ચૂનો તૈલી પદાર્થમાં ભેળવીને ખાવ, તે કેલ્શિયમનો ઘણો સારો સ્ત્રોત છે. (પથરીના દર્દીએ ચૂનો ખાવો નહિ)

૭. તલનો ઉપયોગ હાડકા મજબુત કરવામાં મહત્વપૂર્ણ છે. તેનાથી મહિલાઓમાં એસ્ટ્રોજીન હાર્મોનનું સંતુલન જળવાઈ રહે છે. એસ્ટ્રોજીન હાર્મોનની ખામી મહિલાઓમાં હાડકાની મજબુતાઈ પૂરી પાડે છે. તલનું તેલ સારું લાભદાયક રહે છે.

૮. કેફીન તત્વ વધુ હોય તેવા પદાર્થનો ઉપયોગ ઓછો કરો. ચા અને કોફીમાં ખુબ જ વધુ કેફીન તત્વ હોય છે. દિવસમાં ફક્ત એક કે બે વખત જ ચા કે કોફી લઇ શકો છો.

૯. બદામ હાડકાની મજબુતાઈમાં ઉપયોગી છે. ૧૧ બદામને રાત્રે પાણીમાં પલાળી દો. છાલ ઉતારીને ગાયના ૨૫૦ મી.લી. દૂધ સાથે મીક્ષરમાં કે બ્લેન્ડરમાં હલાવો. નિયમિત રીતે ઉપયોગ કરવાથી હાડકાને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળશે અને હાડકા ભાંગવા જેવા ઉપાયમાં ઉપયોગી થશે.

૧૦. કોબીમાંથી બોરોન તત્વ મળી આવે છે. હાડકાની મજબુતાઈમાં તેનું ઘણું મહત્વ હોય છે. તેનાથી લોહીમાં એસ્ટ્રોજીનનું સ્તર વધે છે. જે સ્ત્રીઓમાં હાડકાની મજબુતાઈ વધારે છે. કોબીનો સલાડ અને શાકનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો.

૧૧. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેગ્જીન તત્વ હાડકાની મજબુતાઈમાં ઘણું મહત્વનું છે. આ તત્વ આખા ઘઉં, પાલક, અનાનસ, તલ અને સુકા મેવામાંથી મળી આવે છે. તેને ભોજનમાં ઉમેરો કરો.

૧૨. વિટામીન ‘કે’ રોજનું ૫૦ માઈક્રોગ્રામના પ્રમાણમાં લેવું ગુણકારી છે. તે હાડકાની મજબુતાઈમાં લાભદાયક છે.

૧૩. સૌથી મહત્વની વાત એ છે કે હાડકાની મજબુતાઈ માટે નિયમિત કસરત કરો અને ઘરનું કામ જાતે કરો.

૧૪ ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરી દો. ભોજનમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી સોડીયમ વધુ પ્રમાણમાં ઉત્સર્જીત થશે અને તેની સાથે જ કેલ્શિયમ પણ બહાર નીકળશે.

૧૫. ૨૦ ગ્રામ તલ થોડા ગોળ સાથે મીક્ષરમાં ફેરવીને તલવટ બનાવી લો. રોજ સવારે ઉપયોગ કરવાથી હાડકાની મજબુતાઈમાં મદદરૂપ થાય છે.

૧૬. ટમેટાનું જ્યુસ રોજ અડધો લીટર પીવાથી બે ત્રણ મહિનામાં હાડકા મજબુત બને છે અને હાડકા ભાંગવામાં ઉપર સારો એવો ફાયદો થાય છે.

૧૭. માત્ર એક મુઠ્ઠી મગફળીથી તમે હાડકા સાથે જોડાયેલી તમામ તકલીફો માંથી મુક્તિ મેળવી શકો છો. મગફળીમાં આયરન, નીરસીન, ફોલેટ, કેલ્શિયમ અને જીંકનો સારો સ્ત્રોત છે. તેમાં વિટામીન ‘ઈ’, ‘કે’ અને બી6 પુષ્કળ પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ અને વિટામીન ‘ડી’ વધુ પ્રમાણમાં હોવાથી તે હાડકાઓની નબળાઈ દુર કરે છે. તેનાથી દાંત પણ મજબુત થાય છે. તેમાંથી મળી આવતા વાયલાર વિટામીન બી3 આપણા મગજને તેજ કરવામાં મદદ કરે છે. મગફળીનું તેલ ઉપયોગ કરવું જોઈએ તેમાં રહેલું ફોલેટ તત્વ ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે ગુણકારી હોય છે.

૧૮. હાડકાની મજબુતાઈ માટે હંમેશા તલના તેલનું માલીશ કરવું જોઈએ, તલના તેલમાં દૂધથી ૬ ગણું વધુ કેલ્શિયમ હોય છે અને ફાંસફોર્સેસ હોય છે. જે હાડકાઓ માટે ઘણું મહત્વનું ઘટક હોય છે. હાડકાઓમાં દુ:ખાવો થાય ત્યારે તલના તેલમાં લસણની કળીઓ બાળીને માલીશ કરવું જોઈએ. તે વાત રોગને દુર કરનારું હોય છે.

હાડકાઓ માટે જરૂરી આયુર્વેદિક ઔષધિઓ.

શંખ ભસ્મ

મોતી ભસ્મ :-

કાયમ માટે પણ દક્ષાવલેહ, ચવનપ્રાશ વગેરેમાં ભેળવીને ખાઈ શકો છો.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.