હાઈ બ્લડ પ્રેશર વધવાના છે આ 5 લક્ષણ, ગાફલાઈ કરવી નહીં, નહિતર…

ઘણી વાર લોકો હાઇ બ્લડ પ્રેશરને એક સામાન્ય બિમારી સમજીને ધ્યાન બહાર કરવા લાગે છે, તે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે.

હાઇ બીપીની બીમારી વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે. બની શકે છે કે તમારા પરિવારમાં જ અમુક લોકો આ રોગથી દુ:ખી હોય. હાઈ બીપીને તમે ભલે સામાન્ય બીમારી સમજતા હો, પરંતુ વાસ્તવમાં આ ભયંકર અને ગંભીર બીમારી છે. જો હાઇ બીપીનું સ્તર વધારે હોય તો હાર્ટ એટેક સુધીનું જોખમ ઉભું થઇ શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર 120 થી વધુ ન હોવું જોઈએ અને 80 થી ઓછું ન હોવું જોઈએ.

બ્લડ પ્રેશર લોકોમાં સહેલાઇથી થઇ જાય છે તે કારણથી લોકો તેને સામાન્ય બિમારી સમજવાની ભૂલ કરી બેસે છે. જો તમે ઇચ્છો છો કે તમને કોઈ બીમારી ન થાય અને તમે હંમેશાં સ્વસ્થ રહો તો બ્લડ પ્રેશરને સામાન્ય રાખવું ખૂબ જ જરૂરી છે. ફક્ત આપણા દેશમાં જ નહીં, પણ દુનિયાભરમાં ઘણા લોકો એવા છે. જે હાઇ બીપીની બીમારીથી દુ:ખી છે.

જ્યારે બ્લડ પ્રેશર હાઇ થઇ જાય છે, તો ધમનીઓમાં લોહીનું દબાણ વધી જાય છે. જે ક્યારે પણ હ્રદયને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક લોકો તેને ધ્યાન બહાર કરવા લાગે છે અથવા તો દવાઓનો ઉપયોગ કરવા લાગે છે. તમને એવા લક્ષણો વિષે જણાવી રહ્યા છીએ. જે હાઈ બીપીનું કારણ હોય છે અને તેને ધ્યાન બહાર ન કરવા જોઈએ.

શરૂઆતની પીડા :-

જ્યારે બીપી હાઈ થવા લાગે છે તો શરૂઆતમાં માથાની પાછળ અને ગરદનમાં પીડા થવા લાગે છે. આ પીડા શરૂઆતમાં થાય છે અને જ્યારે લોકો તેને ધ્યાન બહાર કરવા લાગે છે, તો પછી ધીરે ધીરે આ પીડાનો ભાગ બનવા લાગે છે. ક્યારે પણ કોઈ પણ પ્રકારના દુખાવાને ધ્યાન બહાર અથવા ઘણો જ વધુ સહન ન કરવો જોઈએ. તે પહેલા કે તે ગંભીર સમસ્યા બને તેની યોગ્ય સમયે સારવાર કરાવી લો.

તનાવનો અનુભવ કરવો :-

હાઇ બીપીની સમસ્યા તે લોકોને સૌથી પહેલા થાય છે. જે ખૂબ વધારે તનાવ લે છે અથવા ચિંતામાં રહેવ લાગે છે. હાય બી.પી. વધવાની શરૂઆતમાં વ્યક્તિનેને નાની નાની વાત ઉપર ખૂબ ગુસ્સો આવવા લાગે છે. ઘણી વખત સાચા ખોટાની ઓળખ પણ નથી કરી શકતા અને દરેક વાત ઉપર તનાવ લેવા લાગે છે. એવામાં હાઇ બીપીની સમસ્યા થવા લાગે છે.

માથું ભમવું :-

જ્યારે હાઇ બીપીની સમસ્યા થવા લાગે છે, તો માથું ભમવા જેવું લાગે છે. ઘણી વખત શરીરમાં ખૂબ જ નબળાઈ થવા લાગે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ થવા લાગે છે. જો વારંવાર આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તમારા ડૉક્ટર પાસે આ બાબતમાં વાત જરૂર કરો.

થાક લાગવો :-

જો થોડુ પણ કામ કરવાથી તમને થાક લાગવા લાગે છે અથવા થોડું પણ ઝડપથી ચાલવાથી તમે મુશ્કેલી અનુભવી રહ્યા છો અથવા તો તમે સીડીઓ ચડવામાં થાકી જાવ છો, તો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હોઈ શકો છો.

નાકમાંથી લોહી આવવું :-

શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા શ્વાસ લઇ જ ના શકવો પણ એક ગંભીર લક્ષણ છે. એવી પરિસ્થિતિ ઉપર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જો નાક માંથી લોહી આવી જાય તો તમારે તરત જ તપાસ કરાવવી જોઈએ. હૃદયના ધબકારા વધી જવા પણ ચિંતાની વાત છે.