હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવાના ઘરેલું ઉપાય.

હાઈ કોલેસ્ટ્રોલને ઘરેલું ઉપાય અપનાવીને ઓછું કરી શકાય છે. હાઈ કોલેસ્ટ્રોલ આજના સમયમાં લોકો માટે એક ઘણી મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે. આજકાલ લોકોની અનિયમિત જીવનશૈલી અને ખોટુ ખાવા પીવાથી તેમના આરોગ્ય ઉપર ઘણી ખરાબ અસર પડી રહી છે, જેને કારણે લોકોમાં હાઈકોલેસ્ટ્રોલની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

આજના સમયમાં ભારતમાં ૧૦૦ માંથી ૨૭ ટકા લોકોને હાઈકોલેસ્ટ્રોલની ફરિયાદ છે. જે ઘણો જ મોટો ચિંતાનો વિષય છે. ઊંચા કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે લોકો ઘણા પ્રકારની દવાઓ લે છે, જેનાથી નુકશાન પણ થઇ શકે છે, પરંતુ જુદા જુદા પ્રકારે ઘરેલું ઉપાયોથી પણ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવાના કુદરતી ઉપાય ઘણા અસરકારક અને લાભદાયક માનવામાં આવે છે.

કોલેસ્ટ્રોલ શરીરમાં કોશિકાઓને સ્વસ્થ અને સારી રાખવાનું કામ કરે છે, પરંતુ જયારે તેનું પ્રમાણ વધુ થઇ જાય તો ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પસે છે. બદલાતી લાઈફસ્ટાઈલ અને ખોટા ખાવા પીવાને કારણે હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા વધતી જઈ રહી છે.

હાઈ કોલેસ્ટ્રોલ થવાના બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે, જેવા કે મોટાપો, ધુમ્રપાન, દારુનું સેવન, ઉંમર વધવી, જેનેટીક્સ, બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ન થવું, ડાયાબીટીસ, કીડની અને લીવરનું ખરાબ થવું વગેરે. ઘણા લોકો હાઈ કોલેસ્ટ્રોલની તકલીફને દુર કરવા માટે ઘણી બધી દવાઓનું સેવન કરે છે, પરંતુ તેની અસર થોડા સમય સુધી જ રહે છે.

હાઈ કોલેસ્ટ્રોલ આપણી રક્ત વાહિનીઓમાં અવરોધ ઉભો કરીને ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ જેવી કે હ્રદય રોગનો હુમલો, આઘાતનું કારણ પણ બની શકે છે. જે જીવલેણ અને ઘાતક બની શકે છે. આજના આ લેખમાં અમે તમને હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવાના ઘરેલું ઉપાય વિષે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે તમારું ઊંચું કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો અને તેનો પહેલાથી જ બચાવ કરી શકો છો.

આવો જાણીએ હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવાના થોડા ઘરેલું નુસખા અને તેના ફાયદા.

હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે આજના સમયમાં આપણા ઘરમાં ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે. પરંતુ મોટાભાગે આપણે તે ઉપાયો ઉપર ધ્યાન નથી કરતા. જે વસ્તુને આપણે નકામી કે બે સ્વાદ સમજીએ છીએ તે વસ્તુ આપણા માટે ઔષધીનું કામ કરે છે. જેનાથી આપણે કોલેસ્ટ્રોલ ઓછું કરવા સાથે ઘણા પ્રકારની બીમારીઓને નિયંત્રિત કરી શકે છે.

ખાદ્ય પદાર્થોથી નિયંત્રિત કરો :-

ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થોથી હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કે નિયંત્રિત કરી શકાય છે, કેમ કે સારું ખાવા પીવાનું અને નિયમિત જીવનશૈલીથી જ હાઈ કોલેસ્ટ્રોલ અને બીજી બીમારીઓ નિયંત્રિત થઇ શકે છે. તેવામાં હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે થોડી ખાવાની વસ્તુઓ વિષે નીચે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેની યાદી આ પ્રકારે છે.

લસણનો ઉપયોગ :-

હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે લસણ ઘણું જ સારો ઘરેલું ઉપાય છે, લસણ એક પ્રકારનું ખાવા યોગ્ય પદાર્થ હોય છે. તે પોતાની સુગંધ અને સ્વાદને કારણે જ ઓળખાય છે. લસણનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે. તેમાં સૌથી વધુ પ્રમાણમાં જે યોગિક મળી આવે છે તે છે એલીસીન જે સૌથી વધુ તાજા લસણમાં જ મળી આવે છે.

એટલા માટે ડોક્ટર પણ તાજા લસણનું સેવન કરવાની ભલામણ કરે છે. લસણમાં સલ્ફર યોગિકનું પણ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. લસણ ખાવાથી સલ્ફર યોગિક પાચન તંત્ર માંથી શરીરમાં પ્રવેશ કરે છે અને શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી તે પોતાની શક્તિશાળી અસરને વધારે છે.

ઘણી શોધમાં એવું માનવામાં આવે છે કે લસણ ખાવાથી માણસનું લોહીનું દબાણ સારું રહે છે અને લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને પણ તે નિયંત્રિત કરે છે. લસણમાં એંટી-વાયરલ જીવાણુંરોધી અને એંટી-ફંગલ ગુણ પણ મળી આવે છે અને તે લીવરને કોઈ અવરોધ વગર કાર્ય કરવામાં મદદ કરે છે.

લસણમાં ઘણા બધા અસરકારક ગુણ હોય છે, પરંતુ તેમાં કેલેરી ઘણી જ ઓછા પ્રમાણમાં હોય છે, તેના દરેક સર્વિંગમાં માત્ર ૨૮ ગ્રામના પ્રમાણમાં હોય છે, તેમાં ૧.૮ ગ્રામ પ્રોટીન અને ૯ ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. લસણમાં મેગઝીન, વિટામીન બી6, વિટામીન સી, સેલેનિયમમ, ફાઈબર, કેલ્શિયમ, તાંબુ, પોટેશિયમ, ફોસ્ફરસ, લોહ અને વિતાનીન બી1 નું પ્રમાણ પણ મળી આવે છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરી છે.

સંતરાનું જ્યુસ :-

નેચરલ રીતે જ હાઈ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરવા માટે સંતરાનું જ્યુસનું સેવન કરે. રોજના ૩ કપ જ્યુસ પીવાથી થોડા દિવસોમાં જ ફરક જોવા મળવા લાગશે.

હળદરનો ઉપયોગ :-

હળદરને હંમેશાથી આપણી ભારતીય સંસ્કૃતિમાં ઔષધીય ગુણો માટે ઓળખવામાં આવે છે. હળદરનું સેવન અને ઉપયોગ દરેક ઘરમાં હોય છે. તેને આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે નાખીએ છીએ પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા અને ઉપયોગ છે. જેથી આપણે આપણા શરીરમાં વધેલા હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકે છે. મોટાભાગના ઘરોમાં હળદરનો ઉપયોગ ઈજા થવા ઉપર કરવામાં આવે છે.

પરંતુ તે ઘણા જ ઓછા લોકો જાણે છે કે તેના ઉપયોગથી હાઈ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરી શકાય છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે જ ધમનીઓની દીવાલ ઉપર જે કોલેસ્ટ્રોલ પટ્ટીઓ જમા થાય છે, હળદર તેની દીવાલ ઉપર જમવાથી અટકાવે છે. જેથી હાઈ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા ઓછી થઇ જાય છે.

સફરજનના સિરકાનો ઉપયોગ :-

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીને ઘણા પ્રકારના ઘરેલું ઉપાયો માંથી એક છે સફરજનના સિરકા, તેને પણ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પણ ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. જે હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને હાઈ કોલેસ્ટ્રોલનું જોખમને ઓછું કરે છે.

સિરકા બનાવવાની પ્રક્રિયામાં સફરજન માંથી ખાંડને અલગ કરીને બનાવવામાં આવે છે અને તેને એસીટીક એસીડમાં બદલી દે છે. જે સિરકામાં બીજું વધુ સક્રિય ઘટકની જેમ કામ કરે છે. આમ તો તેનો સ્વાદ જ કડવા જેવો હોય છે, પરંતુ તેને કોઈ જ્યુસમાં ભેળવીને લેવામાં આવે તો તેનો સ્વાદ ઘણો સારો થઇ જાય છે અને હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ લાભદાયક હોય છે.

ઓટ્સ અને ઘઉંના ફાડાનો ઉપયોગ :-

આજના સમયમાં જે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ છે. તે જઈ (Oats) ને ઘઉંના ફાડા (oatmeal) વિષે અને બીજા જુદા જુદા ઉપયોગો વિષે જરૂર જાણતા હશે ઓટ્સ અને દલીયા બન્નેમાં જ ઘણા સારા પોષક તત્વો હોય છે. હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે, મોટાભાગે લોકો જઈ કે દલીયાને નાસ્તામાં દૂધ અને ઉકળેલા પાણી સાથે લે છે.

તેમાં ઘણા પ્રકારના ભળી જાય તેવા ફાઈબર હોય છે. તે શરીર માંથી ઊંચા કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરે છે. ઓટ્સમાં ઘણા પ્રકારના મહત્વના વિટામીન, ખનીજ, ફાઈબર અને એંટીઓક્સીડેંટ હોય છે. જે હાઈ કોલેસ્ટ્રોલના જોખમને ઓછું કરે છે અથવા હ્રદયના હુમલાની શક્યતાને ઓછી કરી શરીરને સ્વસ્થ રાખે છે.

એક વાટલીમાં ઓટ્સમાં મેગ્જીન, ફોસ્ફરસ, મેગ્નીશ્યામ, તાંબા, લોહ, જીંક, ફોલેટ, વિટામીન બી1, બી5 નું પુષ્કળ પ્રમાણ હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામીન બી6 અને વિટામીન બી3 નું ઘણું ઓછું પ્રમાણ હોય છે. તેમાં ૫૧ ગ્રામ કાર્બ્સ, ૧૩ ગ્રામ પ્રોટીન, ૫ ગ્રામ ચરબી અને ૮ ગ્રામ ફાઈબર હોય છે અને માત્ર ૩૦૩ કેલેરી મળી આવે છે.

એટલા માટે ઓટ્સ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘણો જ સરળ ઘરેલું નુસખા માંથી એક માનવામાં આવે છે.

ધાણાના બીજનો ઉપયોગ :-

ધાણાના બીજનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. મોટાભાગે લોકો ધાણાના બીજનો ઉપયોગ જુદી જુદી બીમારીઓ માટે કરે છે, પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે પણ કરે છે.

ધાણાના બીજમાં ઘણા પ્રકારના મહત્વના પોષક તત્વ મળી આવે છે, જેને વિટામીન એ, ફોલિક એસીડ અને બીટા કેરોટીન અને તેમાં સૌથી મહત્વના તત્વ હોય છે. વિટામીન સી, જે શરીરમાં જઈને ખરાબ કોલેસ્ટ્રોલને જમવાથી રોકે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે, જેથી કોલેસ્ટ્રોલની અનેક બીમારીઓથી બચાવી શકે છે.

ઇસબગુલનો ઉપયોગ :-

હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ઘણા ઘરેલું નુસખા માંથી એક છે. ઇસબગુલ તેમાં સૌથી મહત્વના પોષક તત્વ હોય છે. ભળી જાય તેવા ફાઈબર તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરીને હ્રદયની બીમારીઓથી બચાવે છે અને જોખમને ઓછું કરે છે. ૧-૨ ચમચી રોજ તેનો ઉપયોગ કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ થવાની શક્યતાને ઘટાડી શકાય છે.

મેથીદાણાનો ઉપયોગ :-

મેથીદાણાને ભારતીય ઘરોમાં મસાલા તરીકે સ્વાદને વધારવા માટે અને દવાઓની જેમ પણ ઉપયોગ કરવામાં આવે છે. હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવાના ઘરેલું નુસખા તરીકે મેથીદાણા ઘણા જ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીદાણાને ઘણા પ્રકારની બીમારીઓથી બચવા માટે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેના ઉપયોગથી હાઈ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરી શકાય છે. મેથીના બીજ વિટામીન ઈ થી ભરપુર હોય છે અને તેમાં એંટી-ઈમ્ફ્લેમેટરી અને એંટીઓક્સીડેંટ ગુણ હોય છે.

મેથીમાં મળી આવતા સેપોનીન્સ શરીર માંથી કોલેસ્ટ્રોલને દુર કરવામાં મદદ કરે છે અને તેનું ફાઈબર લીવરમાં સંશ્લેષણને ઓછું કરવામાં મદદ કરે છે. ઘણા ડોકરો દ્વારા રોજ ના ૧/૨ થી ૧ ચમચી મેથી દાણા ખાવાની સલાહ આપવામાં આવે છે. એમ કરવાથી તમે હાઈ કોલેસ્ટ્રોલને તમારા શરીર માંથી ઓછું કરી શકો છો.

ગ્રીન ટીનો ઉપયોગ :-

હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકાય છે. તે પણ ઘરેલું નુસખા માંથી એક માનવામાં આવે છે. હાઈ કોલેસ્ટ્રોલથી પીડિત લોકો એ તે જરૂર પીવું જોઈએ, કેમ કે ગ્રીન ટી માં એક પ્રકારનું પોષક તત્વ હોય છે જેને કહે છે પોલીફીનોલ્સ આ તત્વ માત્ર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું નથી કરતું પરંતુ સારા કોલેસ્ટ્રોલને વધારે પણ છે. તે પોલીફીનોલ્સ શરીરમાં જઈને અવશોષણને ઓછું કરે છે અને હાઈ કોલેસ્ટ્રોલ થવાની શક્યતાને ઓછું કરીને કોલેસ્ટ્રોલથી થતી ઘણી ગંભીર બીમારીઓથી બચાવે પણ છે.

આંબળાનો ઉપયોગ :-

આંબળા હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે એક સચોટ ઘરેલું નુસખો છે. ઊંચા કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે જે તેમાં સૌથી જરૂરી પોષક તત્વ છે. તે છે વિટામીન સી, તે ઉપરાંત તેમાં ઘણા પ્રકારના ખનીજ, અમીનો એસીડ અને ફેનોલીક યોગીસ પણ મળી આવે છે. જે હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ભારતીય રીસર્ચમાં એ જાણવા મળ્યું છે કે આંબળા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં ઝડપથી નથી બનતું અને તે હાઈ કોલેસ્ટ્રોલથી થતી ગંભીર બીમારીઓ. જેવી કે હુમલો, આઘાત થવાની શક્યતાને ઓછી કરે છે.

નારીયેલ તેલનો ઉપયોગ :-

નારીયેલ તેમના ઘણા ઉપયોગ હોય છે તે બધા જાણે છે, પરંતુ હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ તે અસરકારક છે. ખાવામાં નારીયેલ તેલનો ઉપયોગ કરવાથી આપણા શરીર માંથી ઊંચા કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી દે છે અને હાઈ કોલેસ્ટ્રોલથી થતી ગંભીર બીમારીઓથી બચાવે છે. નારીયેલ તેલમાં લોરીલ એસીડ નામનું પોષક તત્વ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને વધવાથી અટકાવે છે. જેથી હાઈ કોલેસ્ટ્રોલ થવાની શક્યતા ઓછી થઇ જાય છે અથવા હ્રદયની અનેક બીમારીઓથી બચાવી શકે છે.

જેતુનના તેલનો ઉપયોગ :-

હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટે જેતુનનું તેલ પણ એક અસરકારક ઘરેલું ઉપાય છે. જેતુનના તેલમાં મોનોઅનસેચુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે, જે સારા કોલેસ્ટ્રોલને બનાવવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને બનતા રોકે છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલને જમા થવાથી અટકાવે છે. જેતુનના તેલના ઉપયોગથી હાઈ કોલેસ્ટ્રોલની જીવલેણ બીમારીઓથી બચી શકાય છે.

થોડા ખાદ્ય પદાર્થ જેવા કે કાજુ, બદામ, અખરોટ, સોયાબીનનો ઉપયોગ કરીને પણ તમે તમારા શરીર માંથી હાઈ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી શકો છો.

ડુંગળીનો ઉપયોગ :-

કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘરેલું લાલ ડુંગળીનો ઉપયોગ ઘણો જ ફાયદાકારક હોય છે. હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લાલ ડુંગળીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ડુંગળીનો ઉપયોગ કરવા માટે એક ચમચી તાજી ડુંગળીના રસમાં એક ચમચી મધને ભેળવીને તેનું સેવન કરો. તેનું સેવન દિવસમાં એક વખત કરવાનું છે. તે ઉપરાંત તમે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ડુંગળીના રસ સાથે આદુ અને લસણને પણ ભેળવી શકો છો.

કસરતનો કરાવી :-

હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘરેલું નુસખા ઉપરાંત નિયમિત રીતે કસરત કરવી પણ ઘણી જરૂરી હોય છે. કેમ કે કોઈપણ પ્રકારની કોઈ શારીરિક કામગીરીઓ ન કરવાથી પણ હાઈ કોલેસ્ટ્રોલ થવાની શક્યતા વધી જાય છે, એટલા માટે અમે તમને થોડી સરળ એવી કસરત વિષે જણાવીશું. જે કરવાથી પણ તમે તમારા શરીરને સ્વસ્થ અને નીરોગી રાખી શકો છો અને ઊંચા કોલેસ્ટ્રોલના જોખમથી બચી શકો છો.

પગપાળા ચાલવું :-

સવારે વહેલા ઉઠીને ફરવા જવું કે પગપાળા ચાલવું સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયક હોય છે. જો તમે સવારે ઉઠીને ૧૦-૧૫ મિનીટ પગપાળા ચાલશો તો ઘણે અંશે તમે હાઈ કોલેસ્ટ્રોલની શક્યતાને ઓછી કરી શકો છો.

દોડવું :-

જો તમારા હાડકા મજબુત છે અને તમને દોડવું ગમે છે, તો તે તમારા માટે હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં એક સચોટ દવાનું કામ કરી શકે છે, કેમ કે દોડવાથી ન માત્ર તમારું વજન ઓછું થશે પરંતુ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાની શક્યતા પણ ઘણે અંશે ઓછી થઇ જશે. જેનાથી તમને હાઈ કોલેસ્ટ્રોલની ફરિયાદ નહિ રહે અને તમારું મન એકદમ સ્વસ્થ રહેશે.

સાયકલ ચલાવવી :-

જો તમને સાયકલ ચલાવવું ગમે છે, તો તે તમારા આરોગ્ય માટે પણ ઘણું લાભદાયક હોઈ શકે છે, કેમ કે સાયકલ ચલાવવાથી પણ તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે અને ઘણી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

ડાંસ :-

ડાંસ કરવું પણ બધાને ગમે છે, તો કેમ ન આપણે તેને આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કરીએ. ડાંસ કરવવાથી વજન તો ઓછું થાય જ છે. સાથે શરીરમાં ઝડપથી વધતા કોલેસ્ટ્રોલના પ્રમાણને પણ તે નિયંત્રિત કરે છે.

હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા વાળા યોગ અને પ્રાણાયામ :-

તે સાચું છે કે યોગ ક્રિયા કરીને ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ માંથી છુટકારો મેળવી શકાય છે. હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટે પણ આપણે ઘણા પ્રકારની યોગ ક્રિયા કરી શકીએ છીએ. અમે તમને થોડી એવા જ સરળ યોગ ક્રિયાઓ વિષે જણાવીશું. જે કરવાથી તમે હાઈ કોલેસ્ટ્રોલના જોખમને ઓછું કરી શકો છો અને તમારા શરીરને સ્વસ્થ બનાવી શકો છો. હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવાના થોડા યોગ આસનોની યાદી આ પ્રકારે છે.

કપાલ ભાતી પ્રાણાયામ, ચક્રાસન, શલ ભાશન, સર્વાંગાસન, પશ્ચિમોતાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન વગેરે

હાર્ટ એટેકના એક મહિના પહેલા તમારું શરીર આપે છે એલર્ટ, જાણો કેવી રીતે? જાણવા અહી ક્લિક કરો >>>>> હાર્ટ એટેકના એક મહિના પહેલા તમારું શરીર આપે છે એલર્ટ, જાણો કેવી રીતે?

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.