હમણાં જ : કશ્મીરમાં આતંકીઓ સાથે ગોળીબારીમાં… દેશના 5 જવાન શહીદ

જમ્મુ-કશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. રવિવારે સવારે ફાયરીંગ રોકાઈ ગઈ છે. સુરક્ષાબળોની તરફથી શોધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રવિવારના રોજ આ અથડામણો દરમિયાન ઘાયલ એક સીઆરપીએફ જવાન પણ શહીદ થઈ ગયો. અત્યાર સુધી ત્રણ સીઆરપીએફ જવાન અને બે પોલીસકર્મીઓ શહીદ થઇ ચુક્યા છે.

જણાવી દઈએ, આ એન્કાઉન્ટરમાં શનિવારે સુરક્ષાબળના ચાર જવાન શહીદ થઈ ગયા હતા અને એક સામાન્ય નાગરિક મૃત્યુ પામ્યો હતો. આ દરમિયાન બે આતંકીઓની મૃત્યુના સમાચાર છે. અત્યારે, આતંકીઓની લાશ મળી નથી. શુક્રવારે મોડી રાત્રે સુરક્ષાબળોને હન્ડવાડા વિસ્તારના એક ગામ માં આતંકીઓની છૂપાયેલા હોવાના સમાચાર હતા.

આ પછી સુરક્ષા બળોએ વિસ્તારને ઘેરી લીધો હતા. બંને બાજુથી શનિવારે સવાર સુધી ફાયરીંગ ચાલી. તેના પછી અચાનક ફાયરીંગ બંધ થઈ. સુરક્ષાબળોએ આતંકીઓ છૂપાઇ ગયેલા ઘરમાં શોધ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સેનાની 22 આરઆર, 92 બટાલીયન સીઆરપીએફ અને એસઓજી ની ટીમે શોધ ઓપરેશન ચલાવ્યું હતું.

અચાનક થયેલા આ હુમલામાં સીઆરપીએફના એક ઈન્સ્પેક્ટર સાથે બે સુરક્ષા કર્મચારી અને જમ્મુ-કેશ્મીર પોલીસના બે જવાન શહીદ થઈ ગયા. તેના પછી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. મોકા ઉપર પેરા કમાન્ડોને મોકલ્યા કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આતંકી રહેણાંક વિસ્તારોમાં છૂપાયેલા છે. સુરક્ષાબળોના જવાબની કાર્યવાહીથી આતંકીઓને પનાહ આપતા બે ઘરને નુકસાન થયું છે. અત્યારે શોધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી જેવી પરિસ્થિતિ ઉભી થયેલી છે, અને રોજે રોજ નવા નવા હુમલાના સમાચારો આવતા રહે છે, અને આ હુમલામાં અનેક આતંકી અને જવાનોના મૃત્યુના સમાચારો જાણવા મળે છે, અને લોકો પણ રોજેરોજની ઘટનાઓ વિષે જાણવા માટે આતુર રહે છે. જેથી, તેઓ માહિતગાર રહે છે. આવા જ સમાચારો અમે આજના લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ.

અપણા ભારતીય જવાનો દેશ માટે હસ્તે મોઢે પોતાનું અમુલ્ય જીવન દેશ માટે સમર્પિત કરે છે. તો આપણે બીજું કાઈ ના કરી શકીએ તો વાંધો નહિ પણ આપણને કોઈ પણ જગ્યાએ જવાન દેખાય તો આપણે એમની ઈજ્જત કરીએ અને એમને સેલ્યુટ અવશ્ય કરીએ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે.

આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.