હનુમાન જયંતિના દિવસે આ મંત્રોનો પાઠ રાશી પ્રમાણે કરવાથી થાય છે બધી મનોકામના પૂર્ણ.

ઐતિહાસિક અને ભૌગોલીક આધાર મુજબ હનુમાનજીનો જન્મ હાલના કર્ણાટક પ્રદેશમાં માનવામાં આવે છે. આમ તો હનુમાનજીની આરાધના સંપૂર્ણ ભારતમાં કરવામાં આવે છે, પરંતુ કર્નાટકમાં જ્યાં ભગવાન રામની મુલાકાત હનમાનજી સાથે રામાયણ કાળમાં થઇ હતી. ત્યાના રહેવાસીઓ તેમને પોતાના આરાધ્ય દેવ માને છે.

કર્નાટકમાં લગભગ દરેક વાહન ઉપર હનુમાનજીનો સિંદુરી રંગનું ચિત્ર અંકિત જોવા મળે છે. ભારતમાં હનુમાન જયંતી પણ બે વખત મનાવવામાં આવે છે, પરંતુ ૧૯ એપ્રિલના રોજ આખા ભારતમાં મનાવવામાં આવી રહી છે.

હનુમાન જયંતિ ભગવાન હનુમાનજીના જન્મ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો બજરંગબલીના નામે વ્રત રાખે છે. દરેક વર્ષે હનુમાન જયંતી ચૈત્ર માસની પુનમના રોજ મનાવવામાં આવે છે. આમ તો ઘણી જગ્યાએ આ પર્વ કારતક માસના કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે પણ મનાવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીના ભક્ત પોતાના આરાધ્ય દેવને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખે છે અને વિધિ વિધાન સાથે તેમની પૂજા અર્ચના પણ કરે છે.

આ દિવસે ભક્ત હનુમાનજી સાથે સાથે ભગવાન રામ અને સીતા માતાની પણ પૂજા કરે છે અને આ વ્રતની ખાસ વાત એ છે કે તે રાત્રે જમીન ઉપર જ સુવાની પરંપરા છે. વ્રતની આગલી રાત્રે જમીન ઉપર સુતા પહેલા ભગવાન રામ અને સીતા માતા સાથે સાથે હનુમાનજીનું સ્મરણ કરે. સવારે વહેલા ઉઠીને ફરી રામ સીતા અને હનુમાનજીને યાદ કરે. વહેલી સવારે સ્નાન કરે. હવે હાથમાં ગંગાજળ લઇને વ્રતનો સંકલ્પ કરો.

ત્યાર પછી પૂર્વ તરફ ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો.

હવે વિનમ્ર ભાવથી બજરંગબલીની પ્રાર્થના કરો.

આગળ ષોડશોપાચારની વિધિ વિધાનથી શ્રી હનુમાનજીની આરાધના કરો.

હનુમાન જયંતી ઉપર રામચરિતમાણસના સુંદરકાંડના પાઠ વાચવા જોઈએ. ગોળ ચણાનો પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. હનુમાન ચાલીસા, રામરક્ષા સ્ત્રોત અને સમસ્ત હનુમાન મંત્ર આ દિવસે સિદ્ધ થાય છે. હનુમાનજીને પાનનું બીડું જરૂર ચડાવો. મનોકામના પૂર્ણ અને દરેક રીતે શુભ માટે ઈમરતીનો ભોગ ચડાવવો પણ શુભ હોય છે.

શ્રીરામની લાંબી ઉંમર માટે એક વખત હનુમાનજીએ પોતાના આખા શરીર ઉપર સિંદુર લગાવી દીધું. એ કારણે એને સિંદુર ચડાવવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિ ઉપર લાગેલું સિંદુર ઘણું જ પવિત્ર હોય છે. ભક્તો સવારે આ સિંદુરનું તિલક પોતાના મસ્તક ઉપર લગાવે છે.

એવું માનવામાં આવે છે કે આ તિલકના મધ્યથી ભક્ત પણ હનુમાનજીની કૃપાથી તેમની જેમ શક્તિશાળી, ઉર્જાવાન અને સંયમિત થઇ જાય છે. સંધ્યાના સમયે દક્ષીણ મુખી હનુમાનજીની મૂર્તિ સામે શુદ્ધ થઇને હનુમાનજીના ચમત્કારિક મંત્રોનો જાપ કરવામાં આવે તો તે ઘણું શુભ ફળદાઈ હોય છે.

હનુમાનજીની પૂજામાં હનુમાન કવચ મંત્રના જાપ જરૂર કરો. કવચ મંત્રના જાપ તરત ફળદાયી હોય છે. તેથી તેમના આશીર્વાદ મળે છે.

આ કવચનો મૂળ મંત્ર છે ‘ॐ श्री हनुमंते नम:’, જેના ‘हं हनुमंते नम:’ ના પાઠ પણ જરૂર કરો. ભગવાન હનુમાનને સંકટ હરવા વાળા માનવામાં આવે છે. ભગવાન હનુમાનનો દિવસ મંગળવાર માનવામાં આવે છે. તે દિવસે એમની આરાધના કરવામાં આવે છે. પરંતુ જો હનુમાન જયંતિ ઉપર જ આપણે કાંઈક એવા કામ કરીએ. જેથી આપણી સંકટનું જલ્દી નિવારણ થાય.

બ્રહ્મચર્યનું પાલણ કરતા હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. હનુમાનજીના પાઠથી ભૂત, પ્રેત વગેરે બાધાનું નિવારણ થાય છે. સર્વ દુ:ખો એટલે નોકરી, વેપારમાં અડચણો અને રોગોનું નિવારણ પણ હનુમાનજીના પાઠથી થાય છે. અહિયાં આજે આપણે તમને હનુમાન જયંતિ વખતે થોડા એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જે કરવાથી ચોક્કસ તમારી તમામ સમસ્યાઓનો અંત થઇ જશે.

હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના મંદિર જાવ અને બજરંગબલીનો કોઈ પણ સરળ મંત્ર કે હનુમાન ચાલીસાના 11 વખત પાઠ કરો.

હનુમાનજી ઉપર ગુલાબની માળા ચડાવો. હનુમાનજીને ખુશ કરવાનો આ સૌથી સરળ ઉપાય છે.

હનુમાન મંદિરમાં એક સરસીયાના તેલનો અને એક શુદ્ધ ઘીનો દીવડો પ્રગટાવો અને હનુમાનજીના પાઠ કરો.

પૈસાની તંગીથી ઝઝૂમી રહ્યા છો? તો હનુમાન જયંતિના દિવસે પીપળાના ૧૧ પાંદડા ઉપર શ્રીરામનું નામ લખો.

હનુમાનજીને ખાસ કરીને પાનનું બીડું ચડાવો. તેમાં તમામ મુલાયમ વસ્તુ નખાવો. જેવી કે ટોપરા, બુરું, ગુલકંદ, બદામ કતરી વગેરે.

કાચી ઘાણીના તેલના દીવડામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો. સંકટ દુર થશે અને ધનની પ્રાપ્તિ થશે.

જો ધન લાભની સ્થિતિઓ ઉભી થઇ રહી હોય, પરંતુ છતાં પણ લાભ મળી નથી રહ્યો, તો હનુમાન જયંતીના દિવસે ગોપી ચંદનની નવ સ્ટીક લઇને કેળાના ઝાડ ઉપર ટીંગાડી દેવી જોઈએ. યાદ રાખો કે આ ચંદન પીળા દોરાથી જ બાંધવું જોઈએ.

એક નારીયેલ ઉપર કામીયા સિંદુર, મૌલી, અક્ષત અર્પણ કરી પૂજા કરો. પછી હનુમાનજીના મંદિરમાં ચડાવી આવો. ધન લાભ થશે.

પીપળાના વૃક્ષમાં તેલનો દીવડો પ્રગટાવો. પછી પાછા ઘરે આવી જાવ અને પાછા વાળુંને ન જુવો. ધન લાભ થશે.

પોતાની રાશી મુજબ હનુમાનજીના આ મંત્રોના જાપ કરો.

મેષ – ॐ सर्वदुख हराय नम:

વૃષભ – ॐ कपिसेनानायक नम:

મિથુન – ॐ मनोजवाय नम:

કર્ક – ॐ लक्ष्मणप्राणदात्रे नम:

સિંહ – ॐ परशौर्य विनाशन नम:

કન્યા – ॐ पंचवक्त्र नम:

તુલા – ॐ सर्वग्रह विनाशी नम:

વૃશ્ચિક – ॐ सर्वबंधनविमोक्त्रे नम:

ધન – ॐ चिरंजीविते नम:

મકર – ॐ सुरार्चिते नम:

કુંભ – ॐ वज्रकाय नम:

મીન – ॐ कामरूपिणे नम:

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.