હનુમાનજીને અજર અમર રહેવાનું મળ્યું હતું વરદાન, રામ નામ લેવા વાળાનો કરે છે બેડો પાર.

જેમ કે તમને બધા લોકોને સારી રીતે ખબર હશે કે જયારે જયારે ધરતી ઉપરના ધર્મ ઉપર કોઈ સંકટ આવ્યું છે, તો ભગવાન શિવજી એ ઘણા બધા અવતાર લીધા છે, ભગવાન શિવજીએ ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામજીને મદદ કરવા માટે અને દુષ્ટજનોનો નાશ કરવા માટે હનુમાનજીનો અવતાર લીધો હતો. ભગવાન શિવજીના સૌથી ઉત્તમ અવતારો માંથી મહાબલી હનુમાનજીનો અવતાર ગણવામાં આવે છે. પછી તે રામાયણ હોય કે પછી મહાભારત હોય, તે બન્ને જગ્યાએ મહાબલી હનુમાનજીના અવતારનું વર્ણન મળે છે.

જો રામાયણ મહાબલી હનુમાનજી વગર અધુરી છે. તો મહાભારત પણ અર્જુનના રથથી લઇને ભીમની પરીક્ષા સુધી ઘણી જગ્યાએ મહાબલી હનુમાનજીના દર્શન થાય છે, મહાબલી હનુમાનજી એક એવા દેવતા છે. જેમને અજર અમર હોવાનું વરદાન મળ્યું હતું અને તેને હજારો લાખો વર્ષ પછી પણ જીવતા માનવામાં આવે છે. શું સાચે જ મહાબલી હનુમાનજી કલયુગમાં પણ જીવતા છે? ખરેખર તેની પાછળ શું રહસ્ય છે? તો આવો આજે અમે તમને આ પોસ્ટ દ્વારા હનુમાનજીના જીવતા હોવાના રહસ્ય વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

વાલ્મીકી રામાયણ મુજબ એવું કહેવામાં આવે છે કે લંકામાં ઘણી શોધ કર્યા પછી જયારે સીતા માતાની ભાળ ન મળી ત્યારે હનુમાનજી તેને મરેલા સમજી બેઠા હતા, પરંતુ તેને ભગવાન શ્રી રામજીનું સ્મરણ થયું અને પુનઃ તેમણે પોતાની સંપૂર્ણ શક્તિ સાથે માતા સીતાજીની શોધ કરવાનું શરુ કરી દીધું અને છેવટે તેમણે માતા સીતાજીને અશોક વાટિકામાંથી શોધી લીધા હતા, તે સમયે સીતા માતા એ હનુમાનજીને અમરતાનું વરદાન આપ્યું હતું એટલા માટે મહાબલી હનુમાનજી દરેક યુગમાં ભગવાન શ્રી રામજીના ભક્તોનું રક્ષણ જરૂર કરે છે, હનુમાન ચાલીસાની એક ચોપાઈ અષ્ટ સિદ્ધી નૌ નિધિ દાતા.

અસ બર જાનકી માતા. માં પણ એ વાતનો ઉલ્લેખ મળે છે, જેનો અર્થ છે કે તમને માતા શ્રી દ્વારા જાનકી દ્વારા એવું વરદાન મળેલું છે, જેનાથી તમે કોઈ પણ આઠો સિદ્ધિઓ નૌ નિધિઓ આપી શકો છો.

ભગવાન શ્રી રામજી એ પોતાના જીવન કાળમાં જ એ જણાવી દીધું હતું કે તે ક્યારે ધરતીની સફર પૂરી કરીને સ્વર્ગ લોકમાં બિરાજમાન થશે, જયારે આ વાત હનુમાનજીએ સાંભળી તો તેમને ઘણું જ દુ:ખ થયું તે વાત રામજીના મોઢેથી સાંભળી હનુમાનજી માતા સીતાજી પાસે જતા રહ્યા અને તે વાત તેમને જણાવી. હે માતા, મને તમે અજર અમર થવાનું વરદાન તો આપી દીધું છે. પરંતુ તમે મને આ વાતની જાણકારી આપો કે જયારે મારા પ્રભુ રામ જ ધરતી ઉપર નહિ હોય તો હું ત્યાં શું કરીશ? એટલા માટે તમે મને આપેલું અજર અમરનું વરદાન પાછું લઇ લો.

મહાબલી હનુમાનજી સીતા માતા સામે જિદ્દ ઉપર આવી ગયા હતા, ત્યારે સીતા માતાએ ધ્યાન ધરીને રામજીને ત્યાં આવવા માટે કહ્યું થોડા જ સમયમાં ભગવાન શ્રી રામજી ત્યાં પ્રગટ થઇ ગયા હતા અને હનુમાનજીને પોતાના ગળે લગાવી લીધા અને રામજી એ હનુમાનજીને કહ્યું મને ખબર હતી કે તમે સીતાજી પાસે આવીને આવું જ કહેશો, જુવો હનુમાન ધરતી ઉપર આવનારું દરેક પ્રાણી ભલે તે સંત હોય કે દેવતા કોઈ પણ અમર નથી તમને તો એ વરદાન મળ્યું છે, આ ધરતી ઉપર જયારે કોઈ પણ નહિ હોય ત્યારે તમે રામ નામ લેવા વાળાનો બેડો પાર લગાવી દેજો. એક સમય એવો આવશે જયારે ધરતી ઉપર કોઈ દેવ અવતાર નહિ રહે, પાપી લોકોની સંખ્યા વધી જશે ત્યારે તમે રામના ભક્તોનો ઉદ્ધાર કરો એટલા માટે તમને અમરતાનું વરદાન મળ્યું છે.

ત્યારથી હનુમાનજી એ પોતાના અમરતાના વરદાનને સમજી ગયા હતા અને ભગવાન શ્રી રામજીની આજ્ઞા મુજબ આજે પણ ધરતી ઉપર સાક્ષાત બિરાજમાન છે. જે લોકો ભગવાન શ્રીરામજીના ભક્ત હોય છે તેનો હનુમાનજી બેડો પાર કરે છે. જે જગ્યાએ રામજીનું નામ લેવામાં આવે છે તે જગ્યા ઉપર હનુમાનજી પ્રગટ જરૂર થાય છે.

જય શ્રી રામ…