જીવન સંદેશ : પડકારજનક સમયમાં જાપાનના વાબી સાબી દર્શનમાં છુપાયેલ છે ખુશીઓની ચાવી.

‘વાબી-સાબી દર્શન’ માં છુપાયેલ છે, આપણા બધાનું છેલ્લું લક્ષ્ય, ખુશી અને શાંતિથી જીવન કેવી રીતે જીવવું. નવી દિલ્હી (સીમા ઝા) : પડકાર આપણને થકવી દે છે. આ સમયમાં આપણે બધા સંઘર્ષમય છીએ. આમ પણ જીવન ક્યારેય સંકટોથી અલગ નથી. જો આપણા વિચાર તકલીફોથી ભરેલા હોય તો તે વધુ પીડાદાયક બની જાય છે. આપના બધાનું છેલ્લું ધ્યેય તો આનંદ અને શાંતિમય જીવન છે. આ લક્ષ્ય તમને ‘વાબી-સાબી દર્શન’ એટલે દ્રષ્ટિકોણ અપનાવીને જરૂર મળી શકે છે. પણ આ દર્શન શું છે? તો જણાવી દઈએ કે તે જાપાનના દર્શન છે.

તે જીવન જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં સ્વીકારવાની પ્રેરણા આપે છે. તે ખરાબીમાં, કુરૂપતામાં પણ સુંદરતાની શોધ કરવાની વાત કરે છે. કોઈ પણ પ્રકારના દબાણને સરળતાથી જીવન જીવવાનો ઉપદેશ આપે છે. વાંસ જેવું સ્થિતિસ્થાપક રાખવાની પ્રેરણા આપે છે, જે તોફાન, વાવાઝોડું આવ્યા પછી ઝુકી જાય છે પણ તૂટતા કે મૂળમાંથી ઉખડતા નથી. આપણને એવી જ સ્થિતિસ્થાપકતાની જરૂર છે. પ્રભાવશાળી લોકોના જીવનની ઈચ્છામાં લોકો પોતાની ઓળખ ગુમાવી દે છે, પણ તે દર્શન તમને કહે છે તમે જેવા છો તેને તેવા સ્વરૂપમાં પોતાનો સ્વીકાર કરો.

happy

જો નિષ્ફળતા મળી રહી છે, ખરાબ અનુભવ મળી રહ્યા છે તો તેને બસ એક જીવનયાત્રાનો ભાગ માનો. હંમેશા પોતાના કુદરતી સ્વભાવમાં રહો. ખાસ કરીને તે ધારણા એક ચાના કપમાંથી નીકળી છે, જેને કોઈ કલાકારે ઘણી મહેનતથી બનાવ્યો, પણ તે સતત ઉપયોગને કારણે તૂટી ગયો. તેમાંથી સંદેશ આપ્યો કે કાંઈ પણ કાયમી નથી, પણ જયારે તૂટેલા ભાગ ઉપર સોનાનો લેપ લગાવી દીધો તો તે અનમોલ બની ગયું.

તેને જાપાનમાં ‘કિંટસુગી આર્ટ’ કહેવામાં આવે છે જે ઘણી પ્રચલિત છે. જે જે તૂટી ગયું છે તેને છૂપાવવાના બદલે તમે તેને અનમોલ બનાવી શકો છો. વાબી-સાબી તે ઉપદેશ આપે છે. તે એક દ્રષ્ટિકોણ છે જે દર્શાવે છે કે, કુદરતે પોતાની રચનામાં કોઈ ભેદભાવ નથી કર્યા. તે તો બસ આપણી દ્રષ્ટિ છે જે આપણે કોઈ વસ્તુમાં ખામી અને પૂર્ણતાને જોઈએ છીએ. બેથ ક્રેમ્પટને પોતાના પુસ્તક ‘વાબી-સાબી’ માં દુનિયાને જોવાની રીત બતાવી છે. તે પ્રમાણે –

પોતે જેવા છો તેને ખુલ્લા મનથી સ્વીકારો અને અપૂરતી વસ્તુની ચિંતા ન કરો.

દરેક ક્ષણે આપના જીવનની સુંદરતાનો આનંદ લો, તેના દોષને એક બાજુ મૂકી દો.

જીવનમાં કાંઈ પણ કાયમી નથી, એટલા માટે પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળો.

પોતાની ભૂલ ઉપરથી પ્રેરણા લો, નિરાશ ન થાવ.

તમારી વિશેષતા અને ગુણ કોઈ બીજામાં નથી. તેનાથી ઉત્સાહિત થવું જોઈએ નહિ કે નિરાશ.

પરિપક્વતા પાછળ ન પડો. જીવનના છેલ્લા પડાવ સુધી શીખતા રહો.

વાબી સાબીના મુખ્ય ગુણ :

અપૂર્ણતાને જાળવી રાખતા તૂટેલી વસ્તુનું સમારકામ કરવું અને દોષોમાં સોંદર્ય શોધવું.

નિર્જીવ વસ્તુ ઉપર ઉર્જા ખર્ચ કરવાને બદલે જેને તમે પ્રેમ કરો છો તેને યાદ રાખો. યાદ રાખો કે તમે તેને કેમ પ્રેમ કરો છો.

શારીરિક સોંદર્યને ચમકાવવાથી વધુ તમારા દ્રષ્ટિકોણથી વ્યાપક અને નવા પ્રકારની સુંદરતા જોવી શક્ય છે.

દરેક વસ્તુમાં તિરાડ હોય છે, તે રીતે પ્રકાશ આપણી અંદર આવે છે.

જીવનમાં પરિવર્તન જ એક માત્ર સ્થિર છે. નવી વસ્તુનો રંગ ફિક્કો પડે છે તે આજ વાત દર્શાવે છે.

વાબીનો મુખ્ય અર્થ છે – વિનમ્ર અને સરળ સાદગીનું સોંદર્ય અને તે સોંદર્ય ક્યાંથી આવ્યું, તે યાદ રાખવું.

સાબીનો અર્થ છે – સમયનું પસાર થવું અને બગડી જવું.

પ્રેરણા જગાવી લીધી, તો પછી ચિંતા કેવી.

કોઈ પણ કાર્ય ક્ષેત્ર એવું નથી જે સમસ્યાઓથી મુક્ત હોય. જેટલું મોટું લક્ષ્ય હશે, રસ્તામાં આવનારી અડચણો પણ એટલી જ મોટી હશે. કોઈ સકારાત્મકતા સાથે આગળ વધતા રહે છે, તો કોઈ પોતાની ધીરજ ગુમાવીને મન નાનું કરી લે છે અને હાર માની લે છે. તેવામાં કોઈ પ્રેરણા હોય તો મનમાં ઉત્સાહ જાગે છે. વિષમ પરિસ્થિતિ હોય તો પણ તે પ્રેરણા જ છે જે તમારામાં આગળ વધવાનો જુસ્સો ભરે છે.

અમેરિકી સેનામાં લેફટીનેંટ જનરલ રહેલા એચડબ્લ્યુ અર્નાલ્ડે પ્રેરણાનું તેમના શબ્દોમાં ઘણી સુંદરતા પૂર્વક વર્ણન કર્યું છે. તે કહે છે, ‘દુનિયામાં સૌથી મોટી લુટ ઉત્સાહ છે. કોઈના જીવનમાં ઉત્સાહ જતો રહે તો બધું લુટાઈ ગયું. જીવનમાં બધું ગુમાવ્યા પછી પણ ઉત્સાહ ન ગુમાવવો જોઈએ. ઉત્સાહ રહેશે તો માણસ તે ગુમાવેલી વસ્તુ પાછી મેળવી શકે છે.

happy

જો કોઈનામાં પ્રગતિ કરવાનો જોશ નથી તો તેને નાનામાં નાની સમસ્યામાં પણ પર્વત જેવી વિશાળ જોવા મળે છે. જે આગળ વધવા માટે ગંભીર છે, તો તેનું કારણ એ છે કે તેનામાં પ્રેરણા પુષ્કળ છે. તે મોટામાં મોટા પડકારને પણ પાર કરીને આગળ વધતા જશે. તેને તે પડકારો નાના લાગી શકે છે. પ્રેરણા ઉત્સાહ જગાડે છે અને ઉત્સાહ ભરેલું મન ખાસ કરીને એક વિચારનું નિર્માણ કરે છે. તેને ‘માઈંડસેટ’ કહે છે.

તે એક મનોવૃત્તિ હોય છે જે તમારી મુશ્કેલીઓને એવી રીતે કાપવામાં મદદ કરે છે જેમ કે તમે ચાકુ મારીને માખણ કાપો છો. કહી શકાય છે કે એક વીમા પોલીસી છે જે સુનિશ્ચિત કરે છે કે તમે મેદાન છોડશો નહીં, હાર માનીને નથી બેસવાના. મહર્ષિ પતંજલીનું એક વાક્ય છે, ‘આધ્યાત્મિક ઊંચાઈને ઉપર લાવવાનો પ્રયાસ સશકત ઉર્જા સાથે કરવો જોઈએ. પ્રેરણા અને ઉત્સાહનું મહત્વ ભૌતિક અને આધ્યાત્મિક બંને જ ક્ષેત્રોમાં છે.

(સ્વામી મુકંદાનંદના પુસ્તક ‘સેવન માઈંડસેટ્સ ફોર સકસેસ, હેપ્પીનેસ એંડ ફૂલફિલમેંટ’ નો સાભાર.)

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.