હરસની સમસ્યામાં ઘણા અસરકારક છે, આ પાંચ ઘરેલું ઉપચાર, મળશે જલ્દી આરામ.

હરસમાં અસહ્ય દુ:ખાવામાંથી તરત રાહત અપાવે છે આ ઘરેલું નુસખા.

હરસમાં સેંધા મીઠું ઘણું અસરકારક ઈલાજ માનવામાં આવે છે.

કુવારપાઠું જેલ દ્વારા હરસ કે મસ્સા અને દુ:ખાવામાં આરામ મળે છે.

હરસ એક પીડાદાયક બીમારી છે, જેનો ભોગ ઘણા બધા લોકો બની રહ્યા છે. કલાકો એક સ્થળે બેસવું કે કબજીયાતને કારણે આ બીમારી ઝડપથી વધી રહી છે. હરસના દર્દીને શૌચ કરવા, બેસવા અને સુવામાં પણ તકલીફનો સામનો કરવો પડે છે. હરસમાં અસહ્ય દર્દ થાય છે કેમ કે મળાશયની આસપાસની નસોમાં સોજો આવી જાય છે.

હરસ બે પ્રકારના હોય છે. લોહી વાળા હરસ અને વાદી હરસ. લોહી વાળા હરસમાં મસ્સા દુઝતા હોય છે, જેણે કારણે લોહી નીકળે છે. જો કે વાદી હરસમાં મસ્સા કાળા હોય છે. આયુર્વેદમાં હરસની સમસ્યાના ઘણા ઈલાજ બતાવવામાં આવ્યા છે. ઘરેલું ઉપચાર દ્વારા હરસનો દુ:ખાવો અને રોગને ઠીક કરી શકાય છે.

સેંધવ મીઠું અને ગ્લીસરીન :-

બે ચમચી સેંધા મીઠામાં બે ચમચી ગ્લીસરીન ભેળવો. આ મિશ્રણને સ્વચ્છ મેડીકેટેડ પટ્ટીમાં લગાવો અને દુ:ખાવા વાળી જગ્યા ઉપર મૂકી દો. ૧૫ થી ૨૦ મિનીટ સુધી આ મિશ્રણને તે જગ્યા ઉપર લાગી રહેવા દો અને પછી પટ્ટી કાઢી નાખો. જો દુ:ખાવો વધુ છે, તો દર ૪-૫ કલાકમાં આ મિશ્રણને લગાવી શકો છો. તેનાથી ધીમે ધીમે તમારું હરસ એકદમ દુર થઇ જશે. ઘણા ડોક્ટર પણ આ ઉપચાર ઉપર પોતાની કામગીરી કરી ચુક્યા છે.

કુવારપાઠું જેલ દુ:ખાવો અને સોજાને ઓછો કરવાના ગુણ હોય છે. એટલા માટે હરસ કે મસ્સા ઉપર તમે કુવારપાઠું જેલનો ઉપયોગ કરી શકો છો. આમ તો ગુદાદ્વાર એક સંવેદનશીલ ભાગ છે એટલા અંતે ધ્યાન રાખશો કે શુદ્ધ કુવારપાઠું જેલનો ઉપયોગ કરો. એવું ન થાય કે ક્રીમમાં કુવારપાઠું જેલ સાથે બીજી વસ્તુ પણ ભેળવેલી હોય. કુવારપાઠું જેલ દુ:ખાવા માંથી રાહત અપાવશે અને ઠંડક પહોચાડશે. સાથે જ હરસના મસ્સાને ઠીક કરશે.

ઈસબગુલની ભૂકી :-

ઈસબગુલની ભૂકીમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધુ હોય છે એટલા માટે તે મળ નરમ બનાવે છે, જેનાથી હરસને કારણે થતો દુ:ખાવો ઓછો થઇ જાય છે. તેનાથી થોડે અંશે પેટ પણ સાફ રહે છે અને મસ્સા વધુ દુ:ખાવો પણ નથી કરતા. દિવસમાં એક કે બે ચમચી ઈસબગુલની ભૂકી કે દૂધ કે પાણી સાથે લેવામાં આવી શકાય છે. ધ્યાન રાખશો કે તેને વધુ પ્રમાણમાં ન લેવું, કેમ કે તેનાથી ગેસ અને પેટના દુ:ખાવાની સમસ્યા પણ થઇ શકે છે. એ પણ ધ્યાન રાખો કે ઈસબગુલની ભૂકી ખાધા પછી તમારે પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ.

છાશ છે ફાયદાકારક :-

હરસ કે મસ્સાને દુર કરવા માટે છાશ ઘણી ફાયદાકારક હોય છે. તેના માટે લગભગ બે લીટર છાશ લઇને તેમાં ૫૦ ગ્રામ વાટેલું જીરું અને સ્વાદમુજબ મીઠું ભેળવી દો. તરસ લાગે તો પાણીને બદલે છાશ પીવો. ચાર દિવસ સુધી એમ કરવાથી મસ્સા ઠીક થઇ જશે. તે ઉપરાંત દરરોજ દહીં ખાવાથી હરસ થવાની શક્યતા ઓછી થાય છે. અને હરસમાં ફાયદો પણ થાય છે.

બરફનો શેક :-

બરફના શેક દ્વારા હરસના દુ:ખાવામાં તાત્કાલિક રાહત મળે છે. તેના માટે બરફનો એક ટુકડો લો અને દુ:ખાવા વળી જગ્યા ઉપર તેને થોડી વાર દબાવીને રાખો. બરફની ઠંડકને કારણે દુ:ખાવામાં આરામ મળશે. દિવસમાં ૪-૫ વખત આવી રીતે શેક કરવાથી હરસ કે મસ્સાનો સોજો ઓછો થઇ જાય છે અને તે ઠીક થવા લાગે છે.