હાર્ટ એટેકના એક મહિના પહેલા તમારું શરીર આપે છે એલર્ટ, જાણો કેવી રીતે?

આજકાલના ઝડપી યુગમાં હાર્ટએટેકનો રોગ લોકોમાં સામાન્ય બની ગયો છે, અને કહે છે કે હાર્ટ એટેક ઓચિંતો આવે છે, ખબર પણ નથી રહેતી, તો તે વાત એકદમ ખોટી છે, ભારત સહીત દુનિયાભરમાં સૌથી વધુ મૃત્યુ હાર્ટ એટેકથી જ થાય છે.

એવું માનવામાં આવે છે કે હાર્ટ એટેકથી થોડા સમય પહેલા જ તેના સંકેત મળવાના શરુ થઇ જાય છે, પરંતુ લોકો આ લક્ષણોને સામાન્ય સમજીને ધ્યાન બહાર કરી દે છે. જેની અસર તેમના જીવન ઉપર પડે છે. આવો જાણીએ ક્યા છે તે લક્ષણો? જેની ઉપર તમારે હંમેશા ધ્યાન આપતું રહેવું જોઈએ.

હ્રદયના સારા આરોગ્ય માટે તમારે હંમેશા આરોગ્યપ્રદ ખાવા પીવાનું અને કસરત ઉપર ધ્યાન આપવું જોઈએ. તે ઉપરાંત તમારૂ ધ્યાન તમારા આરોગ્ય ઉપર પણ જળવાઈ રહેવું જોઈએ. ટેકનીકલી રીતે હાર્ટ એટેક ત્યારે આવે છે, જયારે હાર્ટનો કોઈ ભાગ બ્લોક થઈ જાય છે અને હાર્ટને ઓક્સીજન યુક્ત લોહી મળતું બંધ થઇ જાય. તેવા સમયે વહેલી તકે સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.

આપના હ્રદયના આરોગ્યમાં થયેલા ફેરફારના જે લક્ષણ આ રીતે ઓળખી શકાય છે અને જીવનું જોખમ ઘટાડી શકાય છે તે છે થાક. થાકથી એવો અભિપ્રાય છે કે પરિશ્રમ કર્યા વગર અથવા સામાન્ય કામ કરવામાં પણ જો હંમેશા થાકનો અનુભવ કરો છો, તો તે એક ચિંતાનું કારણ હોઈ શકે છે. જો તમે પૂરતા પ્રમાણમાં ભોજન કર્યું હોય અને ઊંઘ પણ પુરતી લીધી હોય છતાં પણ જો તમને થાકનો અહેસાસ થાય તો તે સામાન્ય વાત નથી.

બીજું લક્ષણ છે. કારણ વગર ઊંઘ ઉડી જવી. જો વારંવાર તમે ઊંઘ માંથી જાગી જાવ છો, તો તે તમને આગમચેતી તમને બતાવવાની એક રીત છે કે તમારા શરીર સાથે કાંઈક ઠીક નથી. તેવામાં વારંવાર તમને લાગી શકે છે કે બાથરૂમ જવું છે અથવા તમને વારંવાર તરસ લાગવાને કારણે ઉઠવું પડે છે.

બીજા લક્ષણ જો કે હાર્ટની કોઈ સમસ્યાથી સજાગ કરે છે તે છે શ્વાસ ચડાવો. જયારે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન નથી મળી શકતું તે પરિસ્થિતિમાં એવું બને છે. તે ઉપરાંત હંમેશા તમને ઊંડા શ્વાસ લેવાની પણ જરૂરિયાતનો અહેસાસ થાય છે.

સામાન્ય ભોજન કર્યા પછી પણ જો તમને અપચાની ફરિયાદ રહે છે, તો તે પણ તમને હ્રદયના આરોગ્ય સાથે જોડાયેલી બાબત હોઈ શકે છે.

જો તમે આ લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો, તો આજે જ સજાગ થઇ જવું જોઈએ. આપણા આરોગ્યની કાળજી રાખવી આપણું પરમ કર્તવ્ય છે. સમય ગુમાવ્યા વગર હ્રદયની તપાસ કરાવો અને જરૂરી ઉપચાર કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.