હવન કરતી વખતે કેમ બોલવામાં આવે છે “સ્વાહા”, જાણો આ શબ્દનો અર્થ અને મહત્વ

શું તમે જાણો છો હવનમાં આહુતિ આપતી વખતે કેમ કરવામાં આવે છે ‘સ્વાહા’ શબ્દનું ઉચ્ચારણ

આપણે આપણા જીવનમાં ઘણા બધા એવા કામ કરીએ છીએ, જેના વિષે અને તેના અર્થ વિષે આપણેને ખબર નથી હોતી. વાત કરીએ હિંદુ ધર્મની તો તેમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા તેનું મુહુર્ત કાઢવામાં આવે છે, તેની સાથે હવન કરવું પણ શુભ માનવામાં આવે છે. જયારે પણ કોઈ નવા કાર્યની શરુઆત કરો છો, તો પહેલા હવન કરવામાં આવે છે.

લગ્ન હોય કે પછી પૂજા વગેરે જેવા કોઈ પણ કાર્ય આવા પ્રકારના તમામ ધાર્મિક અનુષ્ઠાનોમાં હવનનું વિશેષ મહત્વ હોય છે અને તેને પણ જરૂરી માનવામાં આવે છે. તમે પણ હવન કર્યું હશે. હવન કરતી વખતે હવન સામગ્રીને આંગળીઓની મદદથી હવન કુંડમાં પ્રજ્વલિત કરવામાં આવે છે. હવન સમયે પંડિત મંત્રોચાર કરે છે અને સ્વાહા કરતા કરતા હવન સામગ્રીને અગ્નિમાં અર્પણ કરે છે.

પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે અગ્નિમાં હવન સામગ્રી અર્પણ કરતી વખતે બોલવામાં આવતા શબ્દ ‘સ્વાહા’નો શું અર્થ થાય છે. છેવટે કેમ હંમેશા ‘સ્વાહા’ શબ્દ જ બોલવામાં આવે છે. તેનો અર્થ શું થાય છે? નથી વિચાર્યુંને તો હવે તમારે વધુ વિચારવાની જરૂર નથી કેમ કે અમે તમને આજે આ લેખમાં ‘સ્વાહા’ કેમ બોલવામાં આવે છે. તેનો શું અર્થ થાય છે તે બધું બતાવીશું.

જ્યોતિષ મુજબ સ્વાહાનો અર્થ થાય છે સાચી વિધિ મુજબ કોઈ પણ વસ્તુને તેના યોગ્ય સ્થાન અને પ્રિય સુધી સુરક્ષિત રીતે પહોચાડવી. તેની સાથે અગ્નિ દેવતાની પત્નીનું નામ સ્વાહા છે. એટલા માટે હવન સામગ્રીને અગ્નિમાં અર્પણ કરતી વખતે ‘સ્વાહા’ શબ્દ બોલવામાં આવે છે. જેથી ‘સ્વાહા’ નામનું ઉચ્ચારણ કરીને તેના પતિ સાથે તેને મિલાવી શકાય. એવું કહેવામાં આવે છે કે દેવતા હવન સ્વીકાર ત્યારે કરે છે. જયારે અગ્નિ દ્વારા સ્વાહાના માધ્યમથી અર્પણ કરવામાં આવે.

તે સ્વાહા શબ્દ ઉપર ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પણ છે અને વરદાન પણ. એક વખત શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે માત્ર સ્વાહા શબ્દના માધ્યમથી જ દેવતા હવિષ્યને ગ્રહણ કરી શકે. એટલા માટે જ હવન કરતી વખતે આ શબ્દનું ઉચ્ચારણ જોરથી કરવામાં આવે છે. જેથી દેવતાઓને તેમના મનગમતા ભોગ પહોચી શકે અને તમામ કાર્ય મંગલપૂર્વક થઇ જાય.

તે કારણ છે કે હવનમાં આહુતિ આપતી વખતે ‘સ્વાહા’ શબ્દનો ઉપયોગ કરો છો. સ્વાહા બોલ્યા વગર યજ્ઞમાં સમર્પિત કરવામાં આવેલી હવન સામગ્રી દેવતાઓ સુધી નથી પહોચતી. હવનમાં આહુતિ આપતી વખતે તમારા જમણા હાથની મધ્યમાં અને અનામિકા આંગળીઓ ઉપર હવન સામગ્રી લેવી જોઈએ અને અંગુઠાની મદદથી જ હવન સામગ્રીને અગ્નિમાં છોડવામાં આવવો જોઈએ. તેની સાથે અગ્નિમાં આહુતિ હંમેશા વાંકા વળીને જ આપવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.