હવે દરેક વિસ્તારમાં ખુલશે જન ઔષધિ કેન્દ્ર, તમે પણ કરી શકો છો અપ્લાઇ

મોદી સરકાર જન ઔષધી કેન્દ્રની સંખ્યા વધારવા જઈ રહ્યા છે. સરકારે જાહેર કર્યું છે કે દેશના બધા બ્લોક(વિસ્તાર)મા જન ઔષધી કેન્દ્ર (Jan Aushadhi Kendra) ખોલવામાં આવશે. સરકારની આ જાહેરાત તમારા ખૂબ જ કામની છે. તમે પણ જનઔષધી કેન્દ્ર ખોલીને અંદાજે 30 હજાર રૂપિયા મહિનાના કમાઇ શકો છો. આવો, જાણીએ કઈ રીતે તમે જન ઔષધી કેન્દ્ર ખોલી શકો છો.

શું છે સરકારની યોજના :-

રસાયણ તથા ખાતર મનસુખ લાલ મંડાવિયાએ બુધવારે કહ્યું કે વર્ષ ૨૦૨૦ સુધી દેશના તમામ બ્લોક(વિસ્તાર) મા જન ઔષધી કેન્દ્ર ખોલી દેવામાં આવશે. જેનાથી ગ્રામીણ સ્તર પર પણ સસ્તી અને ગુણવત્તા વાળી સામાન્ય દવાઓ લઈ શકાશે. મંડાવ્યા એ અહીંયા સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે દેશમાં 5000 જન ઔષધી કેન્દ્ર અત્યાર સુધી ખોલવામાં આવ્યા છે અને હવે બ્લોક સ્તર પર આ કેન્દ્રોને ખોલવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે હવે પ્રતિ દિવસ થી 15 લાખ લોકો જન ઔષધી કેન્દ્ર પાસેથી દવાઓ લઇ રહ્યા છે. વર્ષ 2016માં એક વર્ષ દરમિયાન જન ઔષધી કેન્દ્રોથી જેટલી દવાઓ વેચાઈ હતી તેટલી હવે એક મહિનામાં વેચાય છે.

જન ઔષધી કેન્દ્રોના શેર વધ્યા :-

તેમણે કહ્યું કે ત્રણ વર્ષ પહેલા દેશના દવા વેપારમાં જન ઔષધી કેન્દ્રનો ભાગ માત્ર બે ટકા હતો, જે હવે વધીને સાત ટકા થઈ ગયો છે. જન ઔષધીમાં બજારથી 20 થી 50 ટકા ઓછી કિંમત પર દવાઓ મળે છે. જેના કારણે બજારમાં સ્પર્ધા વધી છે અને ખાનગી કંપનીઓની દવાઓ પણ ઓછી કિંમત પર મળવા લાગી છે.

યોજનાનો લાભ કોણ ઉઠાવી શકે છે :-

પહેલી કેટેગરીમાં કોઈ પણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર, રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર સ્ટોર ખોલી શકશે.

બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઇવેટ હોસ્પિટલ, સોસાયટી અને સેલ્ફ હેલ્પ ગ્રુપને સ્ટોર ખોલવાની તક મળશે.

ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારો દ્વારા નોમિનેટ કરાયેલી એજન્સી હશે.

દુકાન ખોલવા માટે 120 સ્ક્વેરફૂટ એરિયામાં દુકાન હોવી જરૂરી છે.

સરકાર કરશે 2.5 લાખ રૂપિયાની મદદ

જન ઔષધી કેન્દ્ર ખોલવામાં કુલ ખર્ચો 2.5 લાખ રૂપિયા સુધી આવશે. સરકારની યોજના છે કે કેન્દ્ર ખોલવાવાળાઓને સરકાર તરફથી 50થી વધારે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ માટે લાગતી આવેદન ફીસ અને પ્રોસેસિંગ ફીસનો પણ અંત કરવામાં આવ્યો છે.

આ રીતે થશે તમારી ઈનકમ :-

તમે તમારા સેન્ટરની મારફતે મહિનામાં જેટલી દવાઓ વેચશો, તે દવાઓના 20 ટકા તમને કમીશનના રૂપમાં મળશે.

ટ્રેડ માર્જીન સિવાય સરકાર મંથલી સેલ પર 10% ઇન્સેટીવ આપશે, જે તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે.

આ રીતે દુકાનદારને ટ્રેડ માર્જીન સિવાય ઇન્સેટીવના રૂપમાં ડબલ નફો થશે. એટલે કે જો તે એક મહિનામાં 1 લાખ રૂપિયા સુધીની દવા વેચે તો તેને મંથલી 25થી 30 હજાર રૂપિયા સુધી ઇનકમ થશે.

કમિશનની કોઈ લિમિટ નથી, જેટલી દવા વેચાશે, કમિશન તેટલુ વધારે મળશે.

કઈ રીતે મળશે 2.5 લાખ રૂપિયાની હેલ્પ સેન્ટર શરૂ કરવા પર એક લાખ રૂપિયાની દવાઓ પહેલા તમારે દવા ખરીદવી પડશે. ત્યાર બાદ સરકાર આને રીઈમ્બર્સમેન્ટ કરશે.

કામ શરૂ કરવામાં રેન્ક, ડેસ્ક વગેરે બનાવવામાં, ફ્રિજ ખરીદવામાં સરકાર તમને 1 લાખ રૂપિયા સુધીની સહાયતા કરશે.

જન ઔષધી સેન્ટર ખોલવા માટે કમ્પ્યુટર વગેરે સેટઅપ ઉપર 50 હજાર રૂપિયા સુધીના ખર્ચા પર પણ સરકાર આ પૈસા રિટર્ન કરશે.

કઈ રીતે મળશે ઇન્સેટીવ :-

ઇન્સેટીવ દર મહિને થતી દવાઓની સેલ પર 10% રાખવામાં આવેલ છે. જોકે,આની લિમિટ 10 હજાર મેક્સિમમ રાખવામાં આવેલી છે.