હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની

હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની

ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની

રેતીએ પ્રેમની લાવી હુંતો લાવી સ્નેહની ઈંટો

રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ભીંતો

દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ગામની

ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની

માનવતણાં ફળીયે મેં બોલાવ્યા મેં દેવોને

સતસંગને અપનાવીને છોડીને કુટેવોને

હૃદયમાં કંડારી દઉં મુરત શ્રીનાથની

ધજાઓઅ ફરકાવી દઉં હરિ તારા ધામની

વિડીયો ૧ પાર્થિવ ગોહિલ નાં અવાજ માં

વિડીયો – ૨ હસમુખ પાટડિયા

વિડીયો – ૩