રસોડામાં વપરાતી વસ્તુઓથી આ વૈદ્ય કરે છે હાર્ટ બ્લોકેજ નો 100% ઈલાજ, મોટા મોટા ડોક્ટર પણ જાણીને રહી ગયા દંગ

અમે તમને એક પ્રશ્ન પૂછીએ કે, શું રસોડામાં મળતી વસ્તુઓથી હાર્ટનું બ્લોકેજ ખુલી શકે છે? તો કદાચ તમારો જવાબ ના હોઈ શકે છે. કારણ કે તમને પણ એવું લાગશે કે જે કામ માટે એના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂર પડે છે, એ કામ રસોડાની વસ્તુ કઈ રીતે કરી શકે છે. પણ આ ધારણા એક વૈદ્યએ ખોટી પાડી છે.

જી હાં, સાગરના એક વૈદ્યનો દાવો છે કે અમુક ઘરેલુ વસ્તુઓથી હાર્ટના ગંભીરમાં ગંભીર બ્લોકેજને દૂર કરવામાં આવી રહ્યા છે. અને ઘણા લોકોને એનો લાભ પણ મળ્યો છે. હવે દિલ્લીની એમ્સ હોસ્પિટલે આ દાવાનું સત્ય પારખવા માટે એમની પાસે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યા છે.

બે પાન, બે લસણની કળી, 5 ગ્રામ આદુ અને થોડું મધ. માત્ર આ ચાર વસ્તુઓથી આ વૈદ્ય હાર્ટના બ્લોકેજ દૂર કરે છે. અમે જે વૈદ્યની વાત કરી રહ્યા છીએ એ છે બી એન સોની, જે સાગરમાં રહે છે. એમનો દાવો છે કે આ ઔષધિથી ગંભીર માં ગંભીર બ્લોકેજ દૂર કરી શકાય છે. અને એ પણ 5 થી 10 દિવસની અંદર. બી એન સોનીનું કહેવું છે કે એમણે સૌથી પહેલા પોતાના પર આ ઔષધિનો પ્રયોગ કર્યો છે. અને જયારે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા તો એમણે આ ઔષધિ બીજાને આપવાની શરુ કરી દીધી.

બી એન સોનીના જણાવ્યા અનુસાર આ ઔષધિ બનાવવી પણ ઘણી સરળ છે. એના માટે બે બંગલા પાન (પાનના ગલ્લે મળી જશે), બે લસણની કડી, પાંચ ગ્રામ આદુને એક સાથે પીસી લો. પીસી લીધા પછી આ રસને કાચના અથવા ચિનાઈ માટીના વાસણમાં ભરી દો. ત્યારબાદ એ રસમાં બે ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. હવે એને બનાવ્યાના 45 મિનિટની અંદર ધીરે ધીરે આંગળીથી ચાટી લો.

ધ્યાન રહે કે આ ઔષધિને એક વારમાં નથી પીવાની. અને આનું સેવન કર્યા પછી 1 કલાક સુધી કંઈ ખાવું પીવું નહિ.

એમના જણાવ્યા અનુસાર એમણે આ ઔષધિ 15 દિવસ સુધી લીધી હતી. અને તે સ્વસ્થ થઇ ગયા. પહેલા તેમને ચાલવામાં પણ મુશ્કેલી હતી, પણ દવા લીધાના મહિના પછી તો તે દૂર દૂર સુધી યાત્રા કરી આવ્યા. જે દર્દીઓએ બી એન સોનીનો આ નુસખો અપનાવ્યો છે, એ લોકો આને હાર્ટના બ્લોકેજનો રામબાણ ઈલાજ કહે છે.

એક દર્દી અજય વિશ્વકર્માએ આમની ઔષધિ 7 દિવસ સુધી લીધી હતી. એમને શ્વાસ ચડતો પણ ઓછો થઇ ગયો અને તે પહેલા કરતા વધારે અંતર સુધી ચાલવા લાગ્યા છે. આ ઔષધિથી એમની સમસ્યા 80 % ઓછી થઇ ગઈ છે.

બીજા એક દર્દી અવનીશ શુક્લાનું કહેવું છે, કે એમને પેરાલીસીસ અટેક આવ્યો હતો. એમને વૈદ્ય સોનીએ કહ્યું કે 5 દિવસ આનું સેવન કરો. એમણે એવું કર્યુ અને તે હવે પોતાને સ્વસ્થ અનુભવે છે.

મળેલી જાણકારી અનુસાર લગભગ 100 દર્દીઓ આ દેસી ઔષધિથી એમની બીમારીમાં રાહત મેળવી ચુક્યા છે. અને દિલ્લીની એમ્સ હોસ્પિટલે વૈદ્ય બી એન સોની પાસે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યા છે. જેથી કરીને એમના દ્વારા કરવામાં આવેલા દાવાનું સત્ય જાણી શકાય. જો તપાસમાં આ દાવો સત્ય સાબિત થયો તો આ નુસખો દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછો નહીં રહે.

વિડીઓ