તહેવારો આવી રહ્યા છે તો જરૂર જાણો કેટલું સસ્તું થયું સોનુ અને ચાંદી, જાણો તેના ભાવ

પાછલા મહિના કરતા 4,130 રૂપિયા સસ્તું થયું સોનુ, ચાંદીમાં થયો 10,379 રૂપિયાનો ઘટાડો, જાણો ભાવ

ભારતમાં શુક્રવારે સોનુ વધતા ભાવ સાથે અને ચાંદી ઘટતા ભાવ સાથે અટક્યું. એમસીએક્સ એક્સચેન્જ પર 5 ઓક્ટોબર 2020 ની સોનાની વાયદા કિંમત અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે 262 રૂપિયાના વધારા સાથે 51,715 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઇ. આ રીતે ડિસેમ્બરના વાયદાની સોનાની કિંમત શુક્રવારે 234 રૂપિયાના વધારા સાથે 51,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઇ. આવો હવે એ જાણીએ કે આ અઠવાડિયે સોનાની કિંમતમાં કેટલું અંતર આવ્યું છે.

સોનાની કિંમતોમાં આ અઠવાડિયે વધારો થયો છે. આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવાર 14 સપ્ટેમ્બરે એમસીએક્સ પર ઓક્ટોબર વાયદાનું સોનુ 51,599 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તેમજ તેની પહેલાના સત્રમાં તે 51,319 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે સોનાની કિંમતમાં આ અઠવાડિયે 396 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. આ રીતે ડિસેમ્બર વાયદાની કિંમતમાં આ અઠવાડિયે 366 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.

આવો હવે ઘરેલુ સર્રાફા બજારમાં ચાંદીના ભાવ જાણીએ. એમસીએક્સ પર ડિસેમ્બર વાયદાની ચાંદીની કિંમત આ અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે સામાન્ય ઘટાડા સાથે 67,877 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ. આ ચાંદીનો ભાવ આ અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ સોમવાર 14 સપ્ટેમ્બરે એમસીએક્સ પર 68,485 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો. તેમજ તેની પહેલાના સત્રમાં તે 67,928 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે આ ચાંદીના ભાવમાં આ અઠવાડિયે 51 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો સામાન્ય ઘટાડો નોંધાયો છે.

આવો હવે ગયા મહિનાના સોના-ચાંદીના ભાવ સાથે હાલની કિંમતોની સરખામણી કરીએ. 6 ઓગસ્ટે ઓક્ટોબર વાયદાના સોનાના ભાવ 55,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અટકયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ સોનાની કિંમતમાં 4,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મંદી આવી ચુકી છે. આ રીતે ચાંદીની વાત કરીએ, તો 10 ઓગસ્ટે ડિસેમ્બર વાયદાના ચાંદીના ભાવ 78,256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર અટક્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી આ ચાંદીના ભાવમાં 10,379 રૂપિયા પ્રતિ કિલોગ્રામની મંદી આવી ચુકી છે.

આવો હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ જાણીએ. બ્લૂમબર્ગ અનુસાર આ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે સોનાના ડિસેમ્બર વાયદાના ભાવ કોમેક્સ પર 0.63 ટકા અથવા 12.20 ડોલરના ભારે વધારા સાથે 1962.10 ડોલર પ્રતિ આઉન્સ (Ounce – આશરે અઢી તોલા) પર બંધ થયો. તેના સિવાય સોનાનો વૈશ્વિક હાજર ભાવ શુક્રવારે 0.33 ટકા અથવા 6.42 ડોલરના વધારા સાથે 1950.86 ડોલર પ્રતિ આઉન્સ પર બંધ થયો.

વૈશ્વિક સ્તર પર ચાંદીની કિંમતોની વાત કરીએ, તો બ્લૂમબર્ગ અનુસાર ડિસેમ્બર વાયદાના ચાંદીની વૈશ્વિક કિંમત કોમેક્સ પર શુક્રવારે 0.11 ટકા અથવા 0.03 ડોલરના વધારા સાથે 27.13 ડોલર પ્રતિ આઉન્સ પર અને ચાંદીની વૈશ્વિક હાજર કિંમત 0.93 ટકા અથવા 0.25 ડોલરના ઘટાડા સાથે 26.78 ડોલર ડોલર પ્રતિ આઉન્સ પર બંધ થઈ.

અમેરિકામાં રોજગારના આંકડા નીચે આવવા અને કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થવાને કારણે સોનું સેફ હેવનના રૂપમાં મજબૂત થયું છે. આજ કારણ છે કે અઠવાડિયાના અંતમાં સોનામાં તેજીથી વધારો જોવા મળ્યો છે. તેમજ, અમેરિકી મુદ્રામાં નબળાઈને કારણે પણ સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે. ડોલર સૂચકઆંક અને હરીફોની સરખામણીમાં 0.1 ટકા નીચે હતો, જેથી અન્ય મુદ્રાઓવાળા ખરીદદારો માટે સોનુ વધારે આકર્ષક થઈ ગયું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.