હીરોની આ ઈ બાઈક ટાઉનમાસ્ટર લોન્ચ, સિંગલ ચાર્જમાં કરી શકશો 40 કિમીની મુસાફરી જાણો કિમંત

આજના આધુનિક યુગમાં ઈલેક્ટ્રોનિક ક્ષેત્રમાં ઘણો વિકાસ થઈ રહ્યો છે. અને રોજ નવી નવી શોધો થતી રહે છે. આ બધું વિજ્ઞાનને આભારી છે. આજના સમયમાં વિજ્ઞાન ઘણી પ્રગતી તરફ આગળ વધી રહ્યું છે, જેમાં વાહનોમાં પણ ઘણી શોધો થઇ રહી છે. વાહનોમાં નવા નવા અપડેટ થતા રહે છે અને વાહનો લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ થતા રહે છે.

સૌથી પહેલા સાયકલની શોધ થઇ હતી, અને પહેલાના સમયમાં સાયકલ ઉપર જ લોકો પ્રવાસ કરતા હતા. પછી ધીમે ધીમે બીજા વાહનો અસ્તિત્વમાં આવ્યા. અને હાલમાં ઓટો ક્ષેત્રમાં હીરોની ઈ-બાઈક ટાઉનમાસ્ટર લોન્ચ થઇ રહી છે, જે ટેકનોલોજી સતત વિકસી રહે છે એની સાબિતી આપે છે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

આ ઈ-બાઈક ક્રુઝ મોડ ફીચર સાથે આવશે :

હીરો સાયકલની કંપની લેક્ટ્રોઈ-મોબીલીટી સોલ્યુસન્સ લીમીટેડે પોતાની નવી ઈ-બાઈક ટાઉનમાસ્ટર લોન્ચ કરી દીધી છે. તેની કિંમત ૩૦,૯૯૯ રૂપિયા છે. આ ઈ-બાઈક ક્રુઝ મોડ ફીચર સાથે આવે છે, જેમાં ૬ કી.મી. પ્રતિ કલાકની ઝડપ મળે છે. ઈ-બાઈકને એક નિયમિત પ્લગ પોઈન્ટથી ચાર્જ કરી શકાય છે, અને તેના ચાર્જીંગ માટે અલગથી ખાસ ચાર્જીંગ સ્ટેશનની જરૂર રહેતી નથી. તેનાથી લગભગ ૩ કલાકના સિંગલ ચાર્જીંગથી ૩૦ થી ૪૦ કી.મી.નું અંતર કાપી શકાશે.

બાઈકના આવશે ૮ વેરીએન્ટ :

આ ઈ-બાઈકના ૮ વેરીએન્ટ આવશે, જેમાં ગીયર વગરના મોડલ પણ સામેલ છે. જુદા જુદા વપરાશ કર્તાની પ્રોફાઈલને ધ્યાનમાં રાખીને લેક્ટ્રો પાસે પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ મોડલ છે, અને તેમાં ૧ યુનીસેક્સ મોડલ પણ સામેલ છે. તેમાં સસ્પેન્સન સુવિધા, શક્તિશાળી હેડલાઈટ, ઈંટરનલ કેબલ રૂટિંગ અને ડબલ ડિસ્ક બ્રેક મળશે. ટાઉન માસ્ટર ચલાવવાવાળાની જરૂરીયાત મુજબ રાઈડીંગના જુદા જુદા મોડમાં શિફ્ટ કરવાની સુવિધા આપે છે.

જયારે થ્રોટલ ‘ટવિસ્ટ એન્ડ ગો’ મોડ સાયકલ સવારને પેડલીંગ વગર સાયકલ ચલાવવાનો અલગ અનુભવ આપે છે. કંપનીના નિર્દેશક આદિત્ય મુંજાલે જણાવ્યું કે, ટાઉન માસ્ટર ભારતમાં ઉભરતી પેઢીની પસંદગીની સવારી બનેલી છે, જે પોતાની કાર્બન અસરને ઓછી કરવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવા સાથે સાથે ફીટનેશનું પણ ધ્યાન રાખે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.