500 ટન પ્લાસ્ટિક કચરામાંથી બનશે 100 કી.મી. લાંબો હાઈવે જાણવા જેવી બાબત

કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે યુપી ગેટ ઉપર પ્લાસ્ટિક વેસ્ટમાંથી બની રહેલા રોડનું શિલાન્યાસ કર્યું છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે 2 ઓક્ટોબરે સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બની રહેલા રોડનું શિલાન્યાસ કર્યું છે. તેમાં નેશનલ હાઇવે અથોરીટી ઓફ ઇન્ડિયા (NHAI) મોટી કામગીરી કરવા જઈ રહી છે.

એનએચએઆઈએ આ વર્ષે ઓક્ટોમ્બરના અંત સુધી ૫૦૦ ટન પ્લાસ્ટિક કચરામાંથી ૧૦૦ કી.મી.નો હાઈવે બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એનએચએઆઈ કાશ્મીરમાં પણ પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવવાનું કામ કરી રહી છે. એ અંતર્ગત ૨૭૦ કી.મી. લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

NHAI પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતા રોડની કરશે જાળવણી :

એનએચએઆઈએ એક સર્કુલરમાં જણાવ્યું છે કે, પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતા રોડની જાળવણી NHAI પોતે કરશે. અને વર્ષમાં બે વખત સમીક્ષા કરવામાં આવશે. એક અનુમાન મુજબ સાત ટન પ્લાસ્ટિક કચરામાંથી એક કી.મી. લાંબો રોડ બનાવી શકાય છે. દિલ્હીના ધોલા કુવાથી એયરપોર્ટ તરફ જવાના એક કી.મી. નો સર્વિસ રોડ પણ પ્લાસ્ટિક કચરામાંથી બનાવવામાં આવ્યો છે.

તેની સાથે જ યુપી ગેટ પાસે લગભગ બે કી.મી.ના અંતરે પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવવામાં આવશે, જે મેરઠ એક્સપ્રેસ વે ના એક રોડનો ભાગ હશે. એનએચએઆઈ તરફથી પ્રાથમિક ધોરણે પ્લાસ્ટિક કચરો એકઠો કરવા માટે ત્રણ જગ્યા ઉપર કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે.

ભારતમાં રોજનો ૧૦,૩૭૬ ટન પ્લાસ્ટિક કચરો નથી થતો એકઠો :

ભારતમાં રોજના ૨૫,૯૪૦ ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન થાય છે. તેમાંથી ૧૦,૩૭૬ ટન પ્લાસ્ટિક કચરો એકઠો જ નથી કરવામાં આવતો. ભારતમાં હજુ સુધી પ્લાસ્ટિક કચરાને એકઠો કરવાની જવાબદારી કોઈ ઉપર ન હતી. વર્ષ ૨૦૧૬ ના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ રાજ્યોને પ્લાસ્ટિક કચરો એકઠો અને પ્રોસેસિંગ કરીને નાશ કરવા ઉપર ભાર દેવામાં આવ્યુ હતું. આમ તો હવે પ્લાસ્ટિકનું ઉત્પાદન, આવક અને પેકેજીંગ કરવા વાળા અને કંપનીના માલિકો ઉપર પ્લાસ્ટિકના કચરાને એકઠો કરવાની જવાબદારી નક્કી કરવામાં આવી શકે છે.

પ્લાસ્ટિક વેસ્ટમાંથી રોડ બનાવવો એ એક સારો વિકલ્પ ગણવામાં આવી રહ્યો છે. એનાથી પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ પણ થશે, અને પ્રદુષણમાં ઘટાડો થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.