આ રીક્ષા હરતું-ફરતું ઘર છે, બેડરૂમ-રસોડાથી લઈને બધું, ખર્ચ ફક્ત આટલા રૂપિયા

હરતું-ફરતું ઘર છે આ રીક્ષા, જેમાં બેડરૂમથી લઈને રસોડા સુધી દરેક સુવિધા છે, જાણો વધુ વિગત

સોશિયલ મીડિયા પર 1 લાખ રૂપિયામાં બનેલા એક ઘરના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ ઘરને તમે જ્યાં ઈચ્છો ત્યાં લઈ જઈ શકો છો.

હકીકતમાં આ ઘર એક રીક્ષાને મોડીફાઇ કરીને બનાવ્યુ છે. આ ઘરને બનાવવાવાળા વ્યક્તિ છે તમિલનાડુના રહેવાવાળા 23 વર્ષનાના અરુણ પ્રભુ.

આ ઘરમાં બેડરૂમ, લિવિંગ રૂપ, રસોડાની સાથે ટોયલેટ પણ છે. આ ઘરમાં બે લોકો એકદમ આરામથી રહી શકે છે. ખુલ્લી હવામાં બેસવાનું મન થાય તો એક આરામદાયક ખુરસી પણ છે, જે રીક્ષાની છત પર મુકવાની વ્યવસ્થા છે.

36 વર્ગ ફૂટમાં બનેલા આ ઘરમાં પાણી માટે 250 લીટરની ટાંકી, 600 વૉટની સોલાર પેનલ લગાવેલી છે. આ ઘરમાં દરવાજો અને ઉપર છત પર જવા માટે દાદરા પણ બનાવવામાં આવ્યા છે.

આ ઘરને જૂની વસ્તુઓને રીસાઇકલ કરીને બનાવવામાં આવ્યું છે. 5 મહિનામાં બનેલા આ ઘરની બનાવટ બધાને પ્રભાવિત કરી રહી છે. તમિલનાડુના રહેવાસી અરુણે બેંગલોરની ડિઝાઇન અને આર્કિટેક્ટ કંપની બિલબોર્ડ સાથે મળીને આને બનાવ્યું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.