લાકડાની સાઇકલ જોઈને તમે પણ તેને ખરીદવા માંગશો, જુઓ ફોટા

આ સુથારે પોતાની કળાનું પ્રદર્શન કરતા બનાવી દીધી લાકડાની સાયકલ, જુઓ ફોટા. કોરોના મહામારી અને પછી લોકડાઉનમાં ઘણા લોકોના રોજગાર છીનવાઈ ગયા. લાખો લોકો કોઈ પણ કામ વગર મહિનાઓ સુધી ઘરે બેસી રહ્યા. ઘણા લોકો જે ઘરની બહાર કામ કરી રહ્યા હતા, તે ઘરે આવી ગયા. આ ખાલી સમયમાં અમુક લોકોએ પોતાની આસપાસના વિસ્તારમાં રોજગાર શોધ્યો, તો અમુક લોકો અલગ અને ક્રિએટિવ કામ કરવામાં લાગી ગયા.

એવામાં પંજાબના એક રહેવાસી છે જેમણે આ મહામારીમાં નવરાશના સમયને બરબાદ કરવાની જગ્યાએ ઘરે જ લાકડામાંથી સાઇકલ બનાવી લીધી, જેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આ સાઇકલને તેમણે પોતે જ ડિઝાઇન કરી અને બનાવી છે. ચાલો તે કારીગર અને તે સાઇકલ વિષે વધુ જાણીએ.

wooden bicycle
wooden bicycle

તે વ્યક્તિ છે પંજાબના જીરકપૂરના રહેવાસી ધનીરામ સગ્ગૂ. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા ધનીરામ કહે છે કે, લોકડાઉનમાં જયારે તે ઘરે નવરા બેઠા હતા, તો અચાનક એક દિવસ તેમને વિચાર આવ્યો કે, એક સાઇકલ બનાવવામાં આવે જે એકદમ અલગ હોય અને પોતાની રચના હોય. તે આગળ જણાવે છે કે, પછી મેં એક કાગળ પર આ સાઇકલની ડિઝાઇન તૈયાર કરી અને પછી તેને બનાવવાના કામમાં લાગી ગયો.

આગળ વાત કરતા તે કહે છે કે, શરૂઆતમાં તેને બનાવવામાં મુશ્કેલી થઇ, પણ જેમ-જેમ સાઇકલ તૈયાર થતી ગઈ તેમ-તેમ લાગ્યું કે, હવે હું ખુબ જલ્દી આ સાઇકલ બનાવી દઈશ. તે કહે છે કે, સાઇકલને બનાવવામાં મને લગભગ 4 મહિના થયા. ધનીરામે આગળ જણાવ્યું કે, આ લોકડાઉનમાં મારી પાસે ન તો કોઈ કામ હતું, અને ન તો ખાવા-પીવા માટે પૈસા. હા મારી પાસે લાકડા હતા જેને જોઈને મને વિચાર આવ્યો કે, આમાંથી કંઈક એવું તૈયાર કરવામાં આવે જેને દરેક લોકો પસંદ કરે.

ધનીરામ મીડિયા સાથે વાત કરતા કહે છે કે, હું અત્યાર સુધી 8 સાઇકલ વેચી ચુક્યો છું, અને બીજી ઘણી સાઇકલો પર કામ કરી રહ્યો છું. તે આગળ કહે છે કે, આ સાઇકલ માટે મને સાઉથ આફ્રિકાથી લઈને કેનેડા સુધી અને દેશમાં જાલંધરથી લઈને દિલ્લી સુધીના ઓર્ડર મળી રહ્યા છે.

ઇન્ટરનેટ પર વાયરલ :

આ સાઇકલને ઇન્ટરનેટ પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ઇન્ટરનેટ પર ઘણા લોકો તેની કિંમત અને વજન વિષે પૂછી રહ્યા છે. આમ તો જણાવવામાં આવી રહ્યું છે કે, આ સાઇકલની કિંમત 15 હજારની આસપાસ છે, અને તેનું વજન લગભગ 20 કિલોની આસપાસ છે. ધનીરામનું કહેવું છે કે, આને હું વધારે એડવાન્સ અને ઉત્તમ બનાવી રહ્યો છું.

જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો આને ફેસબુક પર શેયર જરૂર કરજો, અને આવા પ્રકારના અન્ય આર્ટિકલ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.