Honda Activa ટુ વ્હીલરની કિંમતમાં મળી રહે છે Honda City અને Gypsy જેવી ફોર વ્હીલર ગાડીઓ, જાણો કેવી રીતે ખરીદવી.

એક શોધ મુજબ ભારતીય બજારમાં નવી કારોને બદલે જૂની કારોની ડીમાંડ ઘણી વધી ગઈ છે. મોટા ભાગે લોકો પોતાના બજેટ અને જરૂર મુજબ જૂની કારો ખરીદવામાં રસ ધરાવે છે.

Cheapest Used Cars on Sale : એક સારી કારનું સપનું લગભગ દરેકને હોય છે, પરંતુ ઘણી વખત ઉંચી કિંમત બજેટને કારણે લોકો પોતાના આ સપનાને પુરા નથી કરી શકતા. પરંતુ શું થાય જયારે તમને હોન્ડા એકટીવા સ્કુટરની કિંમતમાં હોન્ડા સીટી સિડાન અને મારુતિ જીપ્સી જેવી એસયુવી મળે તો? તમે વિચારી રહ્યા હશો કે અરે એ કેવી રીતે શક્ય છે. પરંતુ ડ્રમ અને એએલએક્સ નામની કોમર્શીયલ શોપિંગ સાઈટ ઉપર હાલના સમયમાં ૭૦ હજાર રૂપિયાની કિંમતમાં એવી જ સરસ જૂની ગાડીઓ મળી રહી છે. તો આવો જાણીએ કેટલામાં મળી જાય છે કઈ ગાડી.

Maruti Gypsy: દેશમાં જયારે પણ ક્યારેય SUV વાહનોની વાત થાય છે. તો મારુતિ જીપ્સીનું નામ આવવું સ્વભાવિક છે. કંપનીએ તેને વર્ષ ૧૯૮૫ માં દેશમાં પહેલી વખત લોન્ચ કરી હતી. આ ગાડી ઓએલએક્સ ઉપર રહેલી છે. અને વેબસાઈટ ઉપર આપવામાં આવેલી માહિતી મુજબ આ એસયુવી ૧૯૯૫ મોડલની છે અને હજુ સુધી તે ૮૫૦૦૦ કી.મી સુધી થઇ ચુકી છે. વેબસાઈટ ઉપર તેની કિંમત ૮૦,૦૦૦ રૂપિયા સુધી થઇ ગઈ છે.

Ford Fiesta 1.6 : અમેરિકા કાર નિર્માતા કંપની ફોર્ડની ઉત્તમ સિડાન કાર ફિએસ્ટા પોતાના સમયમાં ઘણી સારી કાર હતી. તેનો ખાસ લુક અને ડીઝાઈન તે સમયમાં લોકોને ઘણી પસંદ હતી. કંપનીએ આ કારમાં ૧.૪ ની ક્ષમતાનું એન્જીન વાપર્યું છે. તે કાર ડ્રમ વેબસાઈટ ઉપર રહેલું છે અને આપવામાં આવેલી જાણકારી મુજબ તે કાર ૯૨,૦૦૦ કી.મી. સુધીની સફર કરી ચુકી છે. તેની કિંમત ૧,૦૫,૦૦૦ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

Mitsubishi Lancer : જાપાની વાહન નિર્માતા કંપની મિત્સુબીશીની ઉત્તમ સિડાન કાર લાંસરને જયારે ભારતીય બજારમાં બહાર પાડવામાં આવી હતી. તે સમયે યુવાનો વચ્ચે આ પહેલી સપોર્ટ લુકિંગ સિડાન કાર તરીકે પ્રસિદ્ધ થઇ હતી. તે ઉપરાંત આ કારને મોડીફાઈ કરીને પણ ઘણા લોકો ઉપયોગ કરતા હતા. આ કાર ડ્રમ વેબસાઈટ ઉપર રહેલી છે, અને જાણકારી મુજબ આ કાર ૨૦૦૬ મોડલની છે અને હજુ સુધી તેણે ૧,૨૦,૦૦૦ કી.મી.ની સફર કરી છે. વેબસાઈટ ઉપર તેની કિંમત આશરે ૭૦,૦૦૦ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

Hindustan Contessa : હિન્દુસ્તાન મોટર્સની લોકપ્રિય સિડાન કાર કોન્ટેસા પણ પોતાના સમયની ઉત્તમ કાર રહી છે. આ કારને બ્રિટેનની પ્રસિદ્ધ સિડાન કાર Vauxhall Victor થી પ્રેરિત થઇને બનાવવામાં આવી હતી. લાંબા સમય સુધી આ કાર ભારતીય બજારમાં વેચવામાં આવી હતી. જો તમે પણ ક્લાસિકલ કારોના શોખીન છો, તો તમારા માટે આ ઉત્તમ તક છે. આ કાર ઓએલએક્સ ઉપર વેચાઈ રહી છે અને જાણવા મળેલી માહિતી મુજબ આ ૧૯૯૭ મોડલની કાર છે. હજુ સુધી આ કારએ ૫૦,૦૦૦ કી.મી. ની સફર કરી છે. વેબસાઈટ ઉપર આ કારની કિંમત ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

Honda City VTEC : જાપાની કાર નિર્માતા કંપની હોન્ડાની ઉત્તમ કાર હોન્ડા સીટી આજે પણ ભારતીય બજારમાં સવારી કરી રહી છે. હાલમાં જ કંપનીએ આ કારનું નવું મોડલ બહાર પડ્યું હતું. હોન્ડા સીટીની આ કાર ડ્રમ વેબસાઈટ ઉપર વેચાઈ રહી છે. વેબસાઈટ ઉપર આપવામાં આવેલી માહિતી મુજબ આ ૨૦૦૩ મોડલની કાર છે. આ કારએ અત્યાર સુધી ૬૦,૦૦૦ કી.મી.ની સફર કરી છે અને તેની કિંમત ૧,૧૦,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

નોંધ : આ તમામ કારોની જાણકારી ડ્રમ અને ઓએલએક્સ વેબસાઈટ ઉપર વેચાણ માટે પોસ્ટ કરવામાં આવી છે. કોઈ પણ જુના વાહનને ખરીદતા પહેલા તેના વિષે સંપૂર્ણ જાણકારી કરવી ઘણી જરૂરી હોય છે. એટલે કે કારની કંડીશન, કી.મી. કે પછી તેના કાગળો વગેરે. હોન્ડા એકટીવા ટોપ એંડ વેરીએન્ટની ઓનરોડ કિંમત ૭૨,૦૦૦ રૂપિયા છે.