તમારા મોબાઈલ ઉપર કેટલો સમય સક્રિય રહી શકે છે કોરોનાનો વાયરસ, જાણી લો અને સાફ રાખો મોબાઈલ.

સૌથી શ્રેષ્ટ ધાતુ આ છે, જેના પર કોરોના વાયરસ ફક્ત 4 કલાકમાં જ નિષ્ક્રિય થઇ જાય છે.

કોરોના વાયરસ એટલે કે COVID-19 હવામાં રહેલા સૂક્ષ્મ ટીપામાં આશરે 3 કલાક સક્રિય રહીને તે જગ્યાએ શ્વાસ લેનાર વ્યક્તિને પણ ચેપ લગાડી શકે છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ નવી શોધમાં લોકોને કોરોના વાયરસને કારણે થવાવાળી શ્વાસથી જોડાયેલ બીમારીથી બચવાના કેટલાક દિશાનિર્દેશ આપ્યા છે, તેમાં ખ્યાલ આવે છે કે પ્લાસ્ટિક ઉપર વાયરસ 9 દિવસ નહિ પરંતુ 72 કલાક સક્રિય રહે છે.

ચીનથી ફેલાયેલ કોરોના વાયરસ હવામાં સક્રિય રહે છે કે નથી રહી શકતો તે બાબત ઉપર અત્યાર સુધી અસમંજસની સ્થિતિ હતી. હવે અમેરિકાના નેશનલ ઇસ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં નેશનલ ઇસ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશીયસ ડીસીજની શોધ દ્વારા ચોખ્ખું થઇ ગયું છે કે આ વાયરસ હવામાં પણ ઘણા સમય સુધી સક્રિય રહી શકે છે, આ હવામાં સ્વસ્થ વ્યક્તિ જો શ્વાસ લે, તો તે પણ ચેપી બની શકે છે, શોધને આધારે ચેપી વ્યક્તિ ખાંસી ખાઈને, છીંક ખાઈને કે અડીને અલગ અલગ સ્તરને જ નહિ પણ હવાને પણ સંક્રમિત કરી શકે છે, તેનાથી આ વાયરસ એકથી બીજા વ્યક્તિમાં પહોંચી શકે છે.

હવામાં ત્રણ કલાક સુધી સંક્રિય રહીને ચેપ ફેલાવી શકે છે, આ વાયરસ.

શોધ દરમિયાન વિશેષજ્ઞોએ એક એરોસોલને અલગ કરવા માટે એક સાધનનો ઉપયોગ કર્યો, જેણે ખાંસી કે છીંકને કારણે બનેલી સૂક્ષ્મ ટીપાની ડુપ્લીકેટ ડ્રોપ બનાવી. તે પછી વૈજ્ઞાનિકોએ શોધમાં જાણ્યું કે હવામાં આ વાયરસ 3 કલાક સક્રિય રહીને બીજા લોકોને ચેપ લગાવી શકે છે. શોધને આધારે કોઈ ચેપી વ્યક્તિના છીંકવાથી, ખાંસી ખાવાથી જે બહાર આવે છે સૂક્ષ્મ ટીપા. તેને કારણે અલગ અલગ સ્તર પર કેટલાક કલાકથી લઈને કેટલાક દિવસ સુધી તે સક્રિય રહી શકે છે.

હવામાં રહેલા અડધા વાયરસ 66 મિનિટમાં જ થઇ જાય છે નિષ્ક્રિય.

અમેરિકાના શોધ કર્તાઓએ જાણ્યું કે એરોસોલમાં રહેલા અડધા વાયરસ 66 મિનિટમાં નિષ્ક્રિય થઇ જાય છે, એનો મતલબ થાય કે આગળના 1 કલાક અને 6 મિનિટમાં બાકી રહેલા 25% વાયરસ પણ નિષ્ક્રિય થઇ જશે, છતાં પણ બાકી વધેલા 25% વાયરસ સક્રિય રહીને લોકોને બીમાર કરી શકે છે. રોકી માઉન્ટેન લેબોરેટરીમાં એનઆઈએઆઈડી મોટા ફેસેલિટીના નિલતજે વૈનના નેતૃત્વમાં કરવામાં આવેલ શોધ પ્રમાણે, 3 કલાક પછી એરોસોલમાં ફક્ત 12.5 % વાયરસ રહી જાય છે.

તાંબું બધાથી સુરક્ષિત છે, 4 કલાકમાં જ નિષ્ક્રિય થઇ જાય છે વાયરસ.

વૈજ્ઞાનિકોએ આ શોધ દરમિયાન જાણ્યું કે કોરોના વાયરસ પ્લાસ્ટિક અને સ્ટીલ ઉપર 9 દિવસ નહિ પરંતુ 3 દિવસ સુધી સક્રિય રહી શકે છે, તેના પછી આ દિવસો દરમિયાન તેની સપાટીને સંક્રમિત કરતો વાયરસ અડી જનાર વ્યક્તિને પ્રભાવિત નહિ કરી શકે, પુંઠા ઉપર રહેલ કોરોના વાયરસ 1 દિવસ એટલે કે 24 કલાકમાં અડી જનાર વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, વૈજ્ઞાનિકોએ ધાતુમાં સૌથી સુરક્ષિત તાંબાને જણાવ્યું છે, તાંબાની સપાટી ઉપર રહેલ વાયરસ ફક્ત 4 કલાક પછી નિષ્ક્રિય થઇ જાય છે, ત્યાં પાછું 46 મિનિટમાં તાંબા ઉપર રહેલ વાયરસની સંખ્યા અડધી થઇ જાય છે, સ્ટેનલેસ સ્ટીલ ઉપર 5 કલાક અને 38 મિનિટમાં વાયરસની સંખ્યા અડધી થઇ જાય છે.

લોખંડ ઉપર 12 કલાક અને કાચ ઉપર 48 કલાકમાં થઇ જાય છે ખતમ

શોધ પ્રમાણે પ્લાસ્ટિક ઉપર રહેલો વાયરસ 6 કલાક 49 મિનિટમાં અડધા થઇ જાય છે, પુંઠાની વસ્તુ ઉપર 3 કલાકમાં વાયરસની સંખ્યા અડધી થઇ જાય છે, એટલે કે અડધા વાયરસ નિષ્ક્રિય થઇ જાય છે, પરંતુ શોધકર્તાનું કહેવું છે કે આ પરિણામમાં ઘણું અંતર હોઈ શકે છે, તેથી બચવાના ઉપાયો કરવામાં કોઈ જાતની બેકાળજી ના રાખશો, લોખંડમાંથી બનેલ વસ્તુ પર 12 કલાક અને કાચની બનેલ વસ્તુ ઉપર 48 કલાક વાયરસ સક્રિય રહીને તેને અડતી વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, આપણા મોબાઈલ ઉપર વાયરસ 48 કલાકથી 3 દિવસ સુધી સક્રિય રહી શકે છે, તેથી પોતાના મોબાઈલને સમય સમયે સાફ જરૂર કરતા રહો, ફર્સ ઉપર વાયરસ 9 દિવસ સુધી સક્રિય રહી શકે છે.