માણસના ક્યાં અંગ માંથી વીજળી ઉત્પન થઇ જાય છે? IAS ઈન્ટરવ્યુંના મગજ ચકરાઈ જાય એવા સવાલ-જવાબ

મોહન, ગણેશથી લાંબો છે, પણ નીરજથી નાનો, સોહમ કરીમથી નાનો છે પણ નીરજથી લાંબો છે, પાંચ મિત્ર માંથી સૌથી લાબું કોણ? IAS Interview Questions in gujarati / UPSC Questions : દર વખતે સંઘ લોક સેવા આયોગ (UPSC Exam) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ નહીં પણ ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test) ઈન્ટરવ્યુંમાં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

સામાન્ય રીતે આઈએએસ ઈન્ટરવ્યુંમાં ઉમેદવારના મગજની ક્ષમતા, તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા છીએ, જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – મોહન, ગણેશથી લાંબો છે પરંતુ નીરજથી નાનો છે, સોહન કરીમથી નાનો છે પરંતુ નીરજથી લાંબો, પાંચે મિત્રો માંથી લાંબુ કોણ છે?

જવાબ – કરીમ સૌથી લાંબો છે.

પ્રશ્ન – માણસના ક્યા અંગમાં એસીડ મળી આવે છે?

જવાબ – મૂત્રાશય એટલે કે યુરીનમાં.

પ્રશ્ન – જો આંખને મોઢું, મોઢાને નાક, નાકને કાન અને કાનને જીભ કહીએ છીએ તો તમે કોનું સાંભળશો?

સાચો જવાબ – જીભ.

પ્રશ્ન – જો 5 સેકન્ડ માટે પૃથ્વી ઉપરથી ઓક્સીજન ગાયબ થઈ જાય તો શું થશે?

જવાબ – આપણા પગ નીચેથી જમીન ખસીને 10-15 કિલોમીટર નીચે જતી રહેશે. ધાતુઓના છેડા વેલ્ડીંગ વગર પોતાની જાતે જોડાઈ જશે. પૃથ્વી ઘણી વધુ ઠંડી થઇ જશે. દરેક જીવિત કોશિકા ફૂલીને ફાટી જશે. જેનાથી જીવ-જંતુ મરી જશે.

પ્રશ્ન – 8 ને 8 વખત લખવાથી જવાબ 1 હજાર આવશે જણાવો કેવી રીતે?

જવાબ – 888 + 88 + 8 + 8 + 8 = 1000.

પ્રશ્ન – કયુ ફળ બજારમાં નથી મળતું?

જવાબ – મહેનતનું ફળ.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જેનો પડછાયો નથી હોતો?

જવાબ – રોડ.

પ્રશ્ન – 80 માંથી 8 કેટલી વખત ઘટાડી શકાય છે?

જવાબ – એક વખત, કેમ કે બીજી વખત તો 72 માંથી 8 ઘટાડવા પડશે.

પ્રશ્ન – માણસના શરીરનું કયુ અંગ વીજળી ઉત્પન કરી શકે છે?

જવાબ – મગજ, તે 12 થી 15 વોટ વીજળી ઉત્પન કરી શકે છે.

પ્રશ્ન – એક પિતાએ દીકરીને એક ફળ આપીને કહ્યું ભૂખ લાગે તો ખાઈ લેજે, તરસ લાગે તો પી લેજે, ઠંડી લાગે તો સળગાવી લેજે, બતાવો તે ફળ કયુ છે?

જવાબ – નારીયેલ.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.