મજાક-મજાકમાં પતિ-પત્નીએ ખાઈ લીધું ઝેર, પછી ક્યારેક હસવા તો ક્યારેક રડવાના અવાજો આવવા લાગ્યા

મિત્રો, આજે અમે તમને એક વિચિત્ર કિસ્સા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમે પણ ચકિત થઈ જશો. મળતી જાણકારી અનુસાર એક પતિ પત્ની રાત્રે પથારી ઉપર સુતા હતા. બંને વચ્ચે હસી મજાક ચાલી રહ્યો હતો. સાથે ત્રણ વર્ષની દીકરી પણ સુતી હતી. તે દરમિયાન પતિને પત્નીને એવી વાત પૂછી લીધી કે, તેનો ઘર સંસાર ઉજડી ગયો.

તે દરમિયાન મજાક મજાકમાં પતિએ પત્નીને કહ્યું કે, જો હું સામે રાખવામાં આવેલી સલ્ફાસની ગોળીઓ ખાઈ લઉં તો તું શું કરીશ? પત્નીએ કહ્યું, જયારે તમે જ નહિ રહો, તો હું પણ જીવીને શું કરીશ? બસ એટલું જ કહેતા પતિએ હસતા હસતા સલ્ફાસની ગોળીઓ ગળી લીધી, તો પત્નીએ પણ પાસે પડેલી ઉંદર મારવાની દવા ગળી લીધી.

બંનેની હાલત ખરાબ થવાથી તેઓ જોર જોરથી હસવા અને રડવા લાગ્યા, એટલે કુટુંબના બીજા લોકોએ તેમને ભીવાનીની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. સ્થિતિ વધુ ખરાબ હોવાથી બંનેને પીજીઆઈ રોહતક રેફર કરી દીધા. પીજીઆઈમાં સારવાર દરમિયાન પતિનું મૃત્યુ થઇ ગયું, અને પત્નીની હાલતમાં સુધારો થવાથી રજા આપીને ઘરે મોકલી દીધા.

મૃતક પતિનું નામ જયદીપ છે, અને તે જીલ્લાના લોહાની ગામમાં ખેતીવાડીનું કામ કરતો હતો. ચાર વર્ષ પહેલા જયદીપના લગ્ન સોનિયા સાથે થયા હતા. તેને એક ત્રણ વર્ષની દીકરી છે. સોનિયાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, રવિવારની રાત્રે લગભગ દસ વાગ્યે અમે રૂમમાં હસી મજાક કરી રહ્યા હતા.

જયદીપને રૂમમાં રાખવામાં આવેલી સલ્ફાસની ગોળી જોવા મળી અને મજાકમાં કહ્યું કે, તે ગોળી હું ખાઈ જાવ તો તું શું કરીશ? મેં પણ કહી દીધું કે, જયારે તું નહિ રહે તો હું પણ રહીને શું કરીશ? તે સમયે ડબ્બામાં રાખવામાં આવેલી લગભગ દસ સલ્ફાસની ગોળીઓ જયદીપે ગળી લીધી. ત્યાર પછી મેં ઘરમાં જ રહેલી ઉંદર મારવાની દવા ખાઈ લીધી.

મિત્રો, આવું કર્યા પછી એ બંનેની હાલત ખરાબ થઇ જવાથી તેઓ જોર જોરથી બુમો પાડવા લાગ્યા ત્યારે ઘરવાળાએ આવીને તેને ભીવાનીની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. હાલત ખરાબ થવાથી બંનેને પીજીઆઈ રોહતક રેફર કરી દેવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન ૨૭ વર્ષના જયદીપનું મૃત્યુ થઇ ગયું.

આ બાબતે જુઈકલા પોલીસ સ્ટેશનને સુચના આપવામાં આવી. પોલીસે જયદીપના શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ કરી શબ કુટુંબીજનોને સોપી દીધું. જયદીપના મોડી સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ૨૧ વર્ષની સોનિયાને ડોકટરોની ટીમે બચાવી લીધી. સ્થિતિમાં સુધારાને લઈને તેને ઘરે મોકલી દેવામાં આવી. ગામમાં દંપત્તિ સાથે થયેલા અકસ્માતથી દુઃખમય વાતાવરણ છવાઈ ગયું છે.

જુઈકલા પોલીસ સ્ટેશનમાંથી આ કેસ જોઈ રહેલા એએસઆઈ રાજપાલ સિંહે જણાવ્યું કે, સોનિયાના નિવેદન ઉપર જરૂરી કાર્યવાહી અમલમાં લાવવામાં આવી છે. પોલીસને આપેલા નિવેદનમાં સોનિયાએ જણાવ્યું કે, આખી ઘટના હસવા હસવામાં બની ગઈ. રમત રમતમાં ઘર ઉજડી ગયું અને દીકરી અનાથ થઇ ગઈ. શબનું પોસ્ટમોર્ટમ કરાવીને કુટુંબીજનોને સોંપી દેવામાં આવ્યું છે. શબના અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે.

મિત્રો, ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.