ડૂબતા જહાજમાં પતિ-પત્ની હતા અને કોઈ એકનો જીવ બચી શકે એમ હતો, જાણો કોનો જીવ બચ્યો અને કેમ?

જીવનમાં સંબંધ ઘણા મહત્વપૂર્ણ હોય છે. ફક્ત મનુષ્યમાં જ નહિ પણ પ્રાણીઓમાં પણ સંબંધનું મહત્વ હોય છે. તેઓ પણ એકબીજાને સમજે છે. આ પ્રકૃતિ પણ સંબંધનો સાથ આપે છે, અને એકબીજા સાથે ચાલે છે. એવી જ વ્યવહારની વાત શીખવાડવા માટે શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને એક સ્ટોરી સંભળાવી.

તે આ સ્ટોરી મારફતે એ જણાવવા માંગતા હતા કે આપણે કઈ રીતે સંબંધોએ સમજી નથી શકતા, અને કઈ પણ સમજ્યા વિચાર્યા વગર પોતાનો અભિગમ બનાવી લઈએ છીએ. તમે પણ વાંચો આ સ્ટોરી.

શું કહ્યું હશે પત્નીએ :

એક જહાજમાં પતિ પત્ની મુસાફરી કરી રહ્યા હતા. અચાનક એમના જહાજ સાથે એક દુર્ઘટના થઇ. જહાજમાં ફક્ત એક જ લાઈફ બોટ હતી અને એક જ વ્યક્તિનો જીવ બચી શકતો હતો. પતિ પોતાનો જીવ બચાવવા માટે એ લાઈફ બોટમાં બેસી ગયો અને ડૂબતા જહાજથી દૂર જવા લાગ્યો. એ સમયે પત્નીએ જોરથી બૂમ પાડીને કંઈક કહ્યું. શિક્ષકે સ્ટોરી અહીં જ અટકાવી દીધી અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમે જણાવો કે પત્નીએ શું કહ્યું હશે?

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જરૂર એ વ્યક્તિની પત્નીએ એને મહેણું માર્યુ હશે, પત્નીએ એને કહ્યું હશે કે જીવનનો અંત આવવા પર મને તારી સાથેના સંબંધની સમજ આવી ગઈ છે. તું દયાહીન અને નિર્દય છે અને તે મને ક્યારેય સાચો પ્રેમ નથી કર્યો.

વાચક મિત્રો હવે તમે જણાવો કે, શું તમે પણ આ વિદ્યાર્થીઓની વાતથી સહેમત છો? મિત્રો તમને પણ એવું લાગ્યું હશે કે પત્નીએ પતિને બેવફા કહ્યો હશે અને રડતી રડતી એ જ જહાજ સાથે ડૂબી ગઈ હશે. પણ અહીં વાત કંઈ જુદી છે. આવો તમને જણાવીએ.

આ વાત પર શિક્ષકે જોયું કે વર્ગમાં એક વિદ્યાર્થી સિવાય બીજા બધા વિદ્યાર્થીઓના એક જેવા જ વિચાર હતા. એમણે શાંત બેસેલા એ વિદ્યાર્થીને કહ્યું કે – તું કંઈ નહિ બોલ્યો. તને શું લાગે છે કે એ પત્નીએ પોતાના પતિને શું કહ્યું હશે? એ વિદ્યાર્થીએ કહ્યું : એ વ્યક્તિની પત્નીએ એને કહ્યું હશે કે આપણા બાળકોનું ધ્યાન રાખજે.

શિક્ષક ચોંકી ગયા અને બોલ્યા તારો જવાબ સાચો છે, તને કેવી રીતે ખબર પડી? ત્યારબાદ વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો એ સાંભળવા અને સમજવા લાયક હતો. એ વિદ્યાર્થીએ શિક્ષકને કહ્યું કે મારી માં એ પણ મારા પિતાને એ જ કહ્યું હતું.

એટલા માટે પત્નીએ બચાવ્યો પતિનો જીવ :

શિક્ષકે આખી વાર્તા જણાવ્યા કહ્યું કે એ મહિલાને ગંભીર બીમારી હતી, એના ઈલાજ માટે પતિ અને પત્ની બંને જહાજ મારફતે જઈ રહ્યા હતા. જયારે જહાજ ડૂબવા લાગ્યું તો પત્ની સમજી ગઈ કે એનો અંત નજીક છે. પોતાના પતિ તરફ લાઈફ બોટ ધકેલતા પત્નીએ કહ્યું કે, તમારે પોતાનો જીવ બચાવવો જોઈએ. પતિએ અંતિમ સમયમાં પોતાની પત્નીનો સાથ છોડવાની ના પાડી દીધી, અને કહ્યું કે આપણે જીવીશું પણ સાથે અને મરીશું પણ સાથે.

ત્યારે પત્નીએ એને કહ્યું કે, ઘરે આપણા બાળકો છે જે આપણા પાછા આવવાની રાહ જોઈ રહ્યા હશે. તમારે એમનું ધ્યાન રાખવાનું છે અને પછી એનો પતિ પાછો કિનારા પર આવી ગયો. તે પોતાની પત્ની સાથે સમુદ્રમાં ડૂબવા માટે તૈયાર હતો. પણ પોતાના બાળકો માટે એ બે માંથી કોઈ એકનું જીવવું ઘણું જરૂરી હતું.

આ વાર્તાથી આપણને બે શીખ મળે છે. પહેલી તો અડધી વાત સાંભળીને આપણે પોતાની સલાહ આપીએ છીએ એ ખોટું છે. અને બીજું એ કે સંબંધો આ સંસારમાં ઘણા અમૂલ્ય હોય છે. જો પતિએ પત્ની સાથે સંબંધ નિભાવવાનો છે, તો બાળકો સાથે એમના પિતાનો સંબંધ પણ નિભાવવાનો છે, અને એટલા માટે આપણે પોતાના સંબંધોની કદર કરવી જોઈએ.