ભારત ની પહેલી હાઇડ્રોજન ફયુઅલ સેલ બસ, હવે જરૂર નહિ પડે પેટ્રોલ ડીઝલ ની, પ્રદુષણ ની પણ નહિ રહે ચિંતા

વાહન ચલાવવામાં સૌથી મોટી સમસ્યા આજકાલ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને પદુષણ હોય છે. પરંતુ ટાટા મોટર્સ હવે એવી બસો લાવવાની છે જેમાં તમારે પેટ્રોલ ડીઝલ પુરાવવાની ચિંતા નહિ કરવી પડે, અને ન તો તે બસ પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોચાડશે. ખાસ કરીને આ એક હાઇડ્રોજન ફયુલ સેલ બસ છે. ટાટા મોટર્સએ હાલમાં જ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે કોલોબોરેશન કરી ભારતની પહેલી હાઈડ્રોજન બસનું નિર્માણ કર્યુ છે. અને એનું ટેસ્ટીંગ પણ શરુ થઇ ગયું છે. આવો તમને જણાવીએ છીએ આ બસના થોડા ફાયદા.

૩ ગણી હશે ફયુલ એફીસીએંશી : સ્ટેન્ડર્ડ બસોનું ટ્રેડીશનલ કંબશન એન્જીન કેમિકલ એનર્જીને પાવરમાં બદલવામાં ૨૦ ટકાથી પણ ઓછુ કાર્યક્ષમ હોય છે. જો કે સ્ટારબસ ફયુલ સેલની કાર્યક્ષમતા ૪૦ થી ૬૦ ટકા સુધી છે, જે સ્ટેન્ડર્ડ બસોથી ૩ ગણું વધુ છે. તેના ફયુલ સેલ ટેકનોલોજી ફયુલ કંસમ્પશન (વપરાશ) ને ૫૦ ટકા ઓછું કરી દે છે.

પદુષણનું દુર થવું :

ટાટા મોટર્સ દ્વારા બનાવવામાં આવેલી હાઈડ્રોજન ફયુલથી ચાલવા વાળી બસ ભારતમાં પબ્લિક ટ્રાંસપોર્ટ તરીકે ઘણી જ મદદરૂપ સાબિત થશે. કેમ કે તેમાં ઇંધણ તરીકે માત્ર પાણી અને હીટનો જ ઉપયોગ થાય છે. તે ભારતમાં વધતા વાયુ અને ધ્વની પ્રદુષણના સ્તરને ઓછું કરવામાં ઘણી મદદ મળશે.

ઘણું પાવરફુલ છે એન્જીન :

ટાટા સ્ટારબસ ફયુલ સેલ બસ હાઈડ્રોજન ફયુલ પાવર સીસ્ટમથી સજ્જ બસ છે. આ બસ ૧૧૪ હોર્સ પાવર વાળી ઇલેક્ટ્રિક મોટર પણ છે, જે ૨૫૦ હોર્સ પાવરની શક્તિ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. તે ૮૦૦ rpm ઉપર કુલ ૧૯૫૦ NM નું ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.

ઈંટરસીટી ટ્રાંસપોર્ટેશન માટે ઉત્તમ છે આ બસ :

૩૦ મુસફરોની કેપેસીટી વાળી આ બસ હાઈડ્રોજન પાવરથી સજજ હોવાને કારણે ઝીરો એમીશન વ્હીકલ છે. તેની એ ખાસિયત તેને ઈંટરસીટી ટ્રાંસપોર્ટેશન માટે બેસ્ટ બનાવે છે, જેને ISRO સાથે પાર્ટનરશીપથી બનાવવામાં આવી છે.

ભારતનું વધતું જતું પ્રદુષણ અટકાવવા માટે આ બસ તમને ઘણી મદદરૂપ થઈ શકે છે. એની મદદથી ભવિષ્યમાં ઇંધણની સમસ્યા પણ નહિ રહે. જે આવનાર પેઢી માટે સારી વાત છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.