માત્ર 22 વર્ષની ઉંમરમાં IAS બની એક સિપાઈની દીકરી, સૌથી અલગ છે તેમની કામ કરવાની રીત

સોશિયલ મીડિયા પર એક મહિલાનો ફોટો છવાઈ ગયો છે, એના વિષે લોકો વધારેમાં વધારે જાણવા પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં આજે એ મહિલા સાથે જોડાયેલી અમુક મહત્વની વાતો તમને જણાવવાના છીએ. એ પહેલા તમને જણાવી દઈએ કે આ એક સામાન્ય મહિલા નહિ પણ દેશની સૌથી યુવા IAS અધિકારી છે.

IAS બનવા માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી પડે છે. આ યુપીએસસીની પરીક્ષા પાસ કરવાં માટે પણ સખત મહેનત કરવી પડે છે. એને દેશની સૌથી અઘરી પરિક્ષા પણ કહેવામાં આવે છે. આ પરિક્ષા પાસ કર્યા પછી એનું ઈન્ટરવ્યું પાસ કરવું પડે છે. પરિક્ષા પાસ કર્યા પછી ઘણા લોકો ઈન્ટરવ્યુંમાં ફેલ થઈ જતા હોય છે. ઈન્ટરવ્યું પાસ કર્યા પછી એમણે ટ્રેનીંગ માટે જવું પડે છે. બહારની દુનિયાને ભૂલી એમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની ટ્રેનીંગ પર લગાવી ટ્રેનીંગ પૂરી કરવી પડે છે. ત્યારે જઈને તે IAS અધિકારી બની શકે છે. જે ઉંમરમાં એમણે આ સફર ખેડી એ એક રેકોર્ડ બની ગયો છે.

દેશની સૌથી યુવા IAS અધિકારી સ્મિતા સભરવાલની પોસ્ટિંગ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરવામાં આવી છે, જેને ‘જનતાના અધિકારી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં જન્મેલી સ્મિતા દાર્જિલિંગ સાથે સંબંધ ધરાવે છે. સ્મિતાના પિતા આર્મી અધિકારી હતા. આર્મીના અધિકારી હોવાને કારણે સ્મિતાના પિતા દેશની ઘણી જગ્યાઓ પર ડ્યુટી પર રહ્યા, માટે સ્મિતાએ પોતાનું ભણતર પણ દેશના ઘણા શહેરોમાં પૂરું કર્યુ છે.

આઈસીએસઈ સ્ટેન્ડર્ડમાં ટોપ કર્યા પછી સ્મિતાના વાલીએ પણ એને સિવિલ સર્વિસમાં જવા માટે પ્રોત્સાહન આપ્યું, ત્યારબાદ સ્મિતાએ સખત મહેનતના દમ પર દેશમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ, ત્યારે તે ફક્ત 22 વર્ષની હતી. તો યુપીએસસીની પરીક્ષા પાસ કરવા વાળી એ સૌથી નાની ઉંમરની વિદ્યાર્થીની સ્મિતાએ તેલંગાણા કેડરના આઈએએસની ટ્રેનિંગ લીધી અને નિયુક્ત થયા પછી તે ચિતુરમાં સબ-કલેકટર, કડપ્પા રૂરલ ડેવલપમેન્ટ એજન્સીની પ્રોજેક્ટ ડાયરેક્ટર, વારંગલની નગર નિગમ કમિશનર અને કુરનૂલની સંયુક્ત કલેકટર રહી છે.

પોતાના કાર્યાલયમાં એમણે ઘણી મોટી જવાબદારીઓ સંભાળી જેના માટે લોકોએ એમની ઘણી પ્રશંસા કરી, તેલંગાણાના પછાત જિલ્લા કરીમનગરમાં પણ તે પોસ્ટેડ રહી છે. એમને ખાસ કરીને એમના કામ કાજ માટે જ ઓળખવામાં આવે છે. એમને સરકારી યોજનાઓને ઈમાનદારી સાથે જનતા વચ્ચે પહોંચાડવા માટે ઓળખવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.