રોજ કપડાં સુકવવા પહેલા મશીનમાં બરફના 3 ટુકડા નાખતી હતી મહિલા, કારણ પણ ઘણું શાનદાર હતું

એક મહિલાએ થોડા દિવસો પહેલા પોતાની પાડોસી સાથે જોડાયેલું એક વાક્ય સોશિયલ મીડિયા પર શેર કર્યુ. સ્ટૈલા નામની મહિલાએ જણાવ્યું કે એની પાડોશી મહિલા એક દિવસ વૉશ એરિયામાં રહેલા વૉશિંગ મશીનમાં કપડાં ધોઈ રહી હતી. પછી જયારે કપડાં સુકવવાનો વારો આવ્યો ત્યારે તેમણે એ જ ડ્રાયરમાં કપડાંની સાથે બરફના ત્રણ ટુકડા પણ નાખી દીધા. પોતાની પાડોશીની એ વાત એ સમયે મહિલાને સમજમાં નહિ આવી.

ત્યારબાદ સ્ટૈલા ઘણા દિવસો સુધી પોતાની પાડોશીને આ કામ કરતા જોતી રહી. પછી એક દિવસ એણે પાડોશી મહિલાને મશીનમાં કપડાં સાથે બરફ નાખવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે એમની વાતો સાંભળીને સ્ટૈલાને વિશ્વાસ નહિ થયો. પાડોશી મહિલાએ જણાવ્યું કે આપણે મહિલાઓ એક દિવસમાં ઘણા બધા કપડાં ધોઈએ છીએ. ત્યારબાદ એને સુકવીએ છીએ અને એને ઈસ્ત્રી કરીને કબાટમાં મૂકીએ છીએ. આ આખી પ્રોસેસમાં આપણને આખો દિવસ લાગી જાય છે. બરાબર ને. પરંતુ આ બરફના ટુકડા એ કપડાંને ઈસ્ત્રી કરવાની સમસ્યાનું નિવારણ કરી આપે છે.

સ્ટૈલાને પાડોશી મહિલાએ આગળ જણાવ્યું કે કપડાં ધોયા પછી એને વૉશિંગ મશીનના ડ્રાયરમાં સૂકવવાથી કરચલી રહી જાય છે. ત્યારબાદ એને સારી રીતે ઈસ્ત્રી કરવા પડે છે. પરંતુ બરફને કારણે કપડાં પર કરચલી નથી આવતી અને એના પર ઈસ્ત્રી કરવાની જરૂર નથી પડતી.

મહિલાએ સ્ટૈલાને જણાવ્યું, કે ડ્રાયરમાં સુકવવાના કપડાંની સાથે એમાં ઘણા બધો બરફ પણ નાખી દેવો જોઈએ. જયારે ડ્રાયર માંથી ગરમ હવા નીકળે છે ત્યારે બરફ ઝડપથી ઓગળી જાય છે, અને તે વરાળ પણ ઉત્પન્ન કરે છે. વરાળને કારણે કપડાંનું સંકોચન ઓછું થઇ જાય છે અને કપડાં સુકાયા પછી કરચલી વગર બહાર નીકળે છે. અને કપડાં એ કંડિશનમાં હોય છે કે એના પર ઈસ્ત્રી કરવાની જરૂર નથી પડતી.

આ રીતે તમે પણ બરફનો ઉપયોગ કરીને પોતાનું કામ ઓછુ કરી શકો છો. આ એક પ્રકારનું સ્માર્ટ વર્ક થઈ ગયું કહેવાય. અને આજના સ્માર્ટ જમાનામાં આપણે પણ સમય સાથે અપડેટ થઈને સ્માર્ટ થવું અત્યંત જરૂરી બની ગયું છે. જો આપણે સમય સાથે અપડેટ નથી થયા તો આપણે પાછળ રહી જશું. આ બધી સ્માર્ટ ટેકનીક લોકોના અનુભવ અને જ્ઞાનને કારણે ઉદ્ભવે છે. માટે તમે પણ સ્માર્ટ બનો અને જીવનને સરળ બનાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નારી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.