જલ્દી સરહદ નહિ ખુલી તો મુશ્કેલી વધી જશે, કોરોના કશ્મીરની એક મહિલાની મુશ્કેલી વધારી રહ્યો છે

એક કશ્મીરી મહિલાની વ્યથા, જલ્દી બોર્ડર નહિ ખુલી તો મુશ્કેલી વધી જશે

પાંચ વર્ષ પહેલા ભારતીય સંચાલિત કાશ્મીરથી લગ્ન કર્યા પછી પાકિસ્તાન આવનારી ઝારાને પરિવારના સભ્યોને મળવા માટે વિઝા મેળવવા મુશ્કેલી અને સરહદ ઉપર ડંખતા પ્રશ્નોનો સામનો તો કરવો પડતો જ હતો પરંતુ કોરોના વાયરસે આ મુશ્કેલીઓને ઘણી વધારી દીધી છે. ઝારા કાશ્મીરની રહેવાસી છે અને તેના લગ્ન ઈસ્લામાબાદમાં રહેતા તેના પિતરાઈ સાથે 2015 માં થયા હતાં.

તે કહે છે, “એ તો ખબર હતી કે લગ્ન પછી પરિવારના સભ્યોને મળવું મુશ્કેલ કાર્ય હશે, કારણ કે પહેલા પણ જે લગ્ન પાકિસ્તાનમાં થયા સરહદ પાર આવવું-જવું એક મુશ્કેલ કાર્ય હતું.” ઝારાએ જણાવ્યું કે તેના પહેલા દીકરાના જન્મ સમયે તે તેના માતાપિતાના ઘરે ગઈ હતી, પરંતુ હવે – જ્યારે તે ફરીથી ગર્ભવતી છે, ત્યારે તે સરહદ બંધ હોવાને કારણે કદાચ તે જઇ શકશે નહીં.

તે કહે છે, “મારી પાસે ભારતનો જ પાસપોર્ટ છે અને એક પુત્રના જન્મ માટે હું કાશ્મીર ગઈ હતી. જેથી તેનો પાસપોર્ટ પણ ભારતનો હોવો જોઈએ. કારણ એ છે કે જો અમે પાકિસ્તાનનો પાસપોર્ટ લઇ લઈએ તો ભારત જવું હોય તો આઠ નવ મહિના અગાઉથી અરજી કરવાની હોય છે અને ઘણી વખત વિઝા રદ પણ કરવામાં આવે છે. અમને ખબર નથી કે વિઝા આપવામાં આવશે કે નહીં.”

તેમણે કહ્યું કે, જો કે બાળકના જન્મ માટે ભારત જવાનો ખર્ચમાં ઘણો વધારો થાય છે, પરંતુ માતા-પિતાને મળવાની ઇચ્છા દરેકને ભારે પડી જાય છે.

તે કહે છે, “તમામ ખર્ચ વધી જાય છે, જેમાં ડિલિવરી માટે અહિયાથી જવા અને પછી ત્યાં રહેવા સહીતનો ખર્ચ હોય છે. ત્યાં બાળકનો પાસપોર્ટ મેળવવામાં મહિનાઓ લાગી જાય છે. ત્યાંની હોસ્પિટલો પણ એટલી સારી નથી જેટલી ઇસ્લામાબાદમાં છે, પરંતુ માતા પિતાને એક વાર જોઈ લઉં તેથી આ બધા બલિદાન આપવા પડે છે. મહિનાઓ લાગી જાય છે.”

ઝારા કહે છે કે તેની નાનીનાં લગ્ન પણ પાકિસ્તાનમાં થયાં હતાં અને તે તેના કુટુંબને 35 વર્ષથી મળી શક્યા નથી કારણ કે તેમનાં બાળકોના પાસપોર્ટ પાકિસ્તાનના હતા અને તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ ખરાબ હતા. “જ્યારે મારો સંબંધ થયો હતો, ત્યારે પણ દરેકને તેની ચિંતા થતી હતી, પરંતુ કુટુંબ સારું હતું અને મારા માટે પણ તે વધુ મહત્વનું હતું કે મારા જીવન સાથી સારા હોવા જોઈએ.”

આ વખતે ઝારાની રાહમાં બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો ઉપરાંત કોરોના વાયરસ પણ આવી ગયો છે. આ વાયરસને ફેલાતા અટકાવવા માટે પાકિસ્તાને 19 માર્ચે વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત કરી હતી.

ઝારાના જણાવ્યા અનુસાર, “જો સરહદ બંધ કરવામાં આવશે, તો અમારા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. જો બીજા બાળકનો જન્મ જો પાકિસ્તાનમાં થયો તો આવનારા સમયમાં કાશ્મીર જવું મુશ્કેલ થઈ જશે અને મને ડર છે કે કદાચ હું મારા પરિવાર વાળાને નહિ મળી શકું.”

ઝારાએ એમ પણ કહ્યું હતું કે ભારતનો પાસપોર્ટ હોવા છતાં પણ તેને સરહદ ઉપર પુછપરછનો સામનો કરવો પડે છે. તે કહે છે, “તે મને પૂછે છે કે પાકિસ્તાનમાં લગ્ન શા માટે કર્યાં? શું કાશ્મીરમાં કોઈ ન મળ્યું તમને? મને સમજાતું નથી કે હું શું જવાબ આપું. કાશ્મીરી જો પાકિસ્તાન જાય છે, તો તેને શંકાની નજરે જોવામાં આવે છે અને ભારતીય બોર્ડર પોલીસ પણ અમારી સાથે સારી રીતે વર્તાવ નથી કરતા.”

તેમનું પણ એવું માનવું હતું કે લગ્ન સમયે તેમના પતિને ભારતના વીઝા ખૂબ જ મુશ્કેલીથી મળ્યા હતા. તે કહે છે, “તે અંતિમ ક્ષણે પહોંચી હતી. અમને લાગ્યું હતું કે કદાચ લગ્નની તારીખ આગળ વધારવી પડે.” ઝારા હવે પાકિસ્તાન અને ભારતની સરહદ ખુલવાની રાહ જોઇ રહી છે. તેણે કહ્યું, “જો બાળકના જન્મના એક મહિના પહેલા પણ સરહદ ખુલી ગઈ તો હું નીકળી જઈશ નહીં, તો આગળ વિઝાની સમસ્યા ઘણી વધી જશે.”

“હું એ જોખમ લેવા માંગતી નથી. અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે કોરોના વાયરસનો આ રોગચાળો વહેલી તકે સમાપ્ત થઈ જાય છે, જેથી હું જઇ શકું. છ મહિના પછી વિઝા રીનુંઅલ પણ કરાવવા પડે છે. હવે જો સરહદ ન ખુલ્લી તો હું કદાચ મારા પરિવારના સભ્યોને ઘણા વર્ષો સુધી નહિ મળી શકું.”

આ માહિતી બીબીસી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.