ઈમરજન્સી : પૃથ્વીને બચાવવા માટે આપણે 1 અબજ વૃક્ષ ઉગાડવા પડશે, પરંતુ શું આપણેએ કરી શકીશું?

પૃથ્વી એટલે આપણું ઘર, ધીમે ધીમે ગરમ થઇ રહી છે. તેના બે કારણ છે, પહેલું આપણે સતત કાર્બન ઉત્સર્જન કરતા જઈ રહ્યા છીએ અને બીજું છે સતત જંગલોનું કપાવું. આ બન્ને જ વસ્તુને માણસ અટકાવી નથી શકતો. પરંતુ જો આમ જ ચાલતું રહ્યું તો ઘણું જલ્દી પૃથ્વી ઉપર જીવન સમાપ્ત થઇ જશે.

હાલમાં જ થયેલી એક શોધ દ્વારા એ જાણવા મળ્યું છે કે, હજુ સુધી માણસ એ જે પકૃતિને નુકશાન કર્યું છે, તેની ભરપાઈ કરી શકાય છે. ETH Zurich ના રિસર્ચર Thomas Crowther એ પોતાના છેલ્લા અભ્યાસમાં એ જણાવ્યું છે કે, પૃથ્વી ને બચાવવા માટે એક માત્ર ઉપાય છે વૃક્ષારોપણ તેમનું કહેવું છે કે, આપણે અત્યાર સુધી જેટલો કાર્બન ઉત્સર્જન કર્યો છે, તેને વૃક્ષ ઉગાડીને ઓછો કરી શકાય છે. તેના મે આપણે ૧.૨ ટ્રીલીયન વૃક્ષ ઉગાડવાના રહેશે. સારી વાત એ છે કે આપણી પાસે એટલા વૃક્ષ ઉગાડવા માટે જરૂરી જમીન રહેલી છે.

Crowthr દ ઈન્ડીપેંડેટના આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, હવામાન ફેરફાર સામે લડવા માટે આપની પાસે એક જ હથીયાર છે, તે છે વૃક્ષ. તેમણે દુનિયાભરના પ્રતિનિધિઓ દ્વારા મોટા પ્રમાણમાં વૃક્ષ ઉગાડવાના અભિયાનની શરૂઆત કરવા વિનંતી કરી છે. તેમના જણાવ્યા મુજબ આપણે એમ કરીએ છીએ, તો આપણે ન માત્ર હવા ને શુદ્ધ કરવા વાળા મશીનો ની જરૂર રહેશે, ન તો લોકોને વેજીટેરીયન બનવાની સલાહ આપવી પડશે.

સાથે જ તેમણે તે વાત ઉપર પણ ભાર મુક્યો કે, વૃક્ષ ઉગાડવા હવાને શુદ્ધ કરવા વાળી ટેકનોલોજી ઉપર પૈસા ખર્ચ કરવાથી ક્યાંક સરળ અને ઉત્તમ કામ છે, જેણે કોઈ પણ કરી શકે છે.

આ એવું કામ છે, જેમાં દરેક યોગદાન આપી શકે છે. ઝાડ ઉગાડવાથી માણસને અંતરીક શક્તિ મળે છે. સાથે જ તેનાથી વાતાવરણને શુદ્ધ હવા, ખોરાક અને પાણી પણ મળે છે. તે આપણી ઇકોસીસ્ટમને પણ બેલેન્સ કરે છે. કાર્બન ઉત્સર્જન જેવી સમસ્યાનો સામનો કરવા માટે આનાથી સારો અને ઉત્તમ ઉપાય કોઈ નથી હોઈ શકતો.

સંયુક્ત રાષ્ટ્ર એ થોડા દિવસો પહેલા Billion Tree Campaign નામના વૃક્ષારોપણ અભિયાનની શરુઆત કરી હતી. તેની હેઠળ અત્યાર સુધી આખા વિશ્વમાં ૧૭ બિલીયન વૃક્ષ લગાવવામાં આવી ચુક્યા છે. પરંતુ હવે આ રીસર્ચ સામે આવ્યા પછી તેમણે આ અભિયાનનું નામ બદલીને Trillion Tree Campaign કરી દીધું છે. તો તમે ક્યારે ઉગાડી રહ્યા છો એક વૃક્ષ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.